________________
શારદા શિરેમણિ ]
[૭૮૫ છે “વિરૂદ્ધરાઈકમે” રાજ્ય વિરૂદ્ધ કામ કરવું. ગમે તેવા સંગે કે સ્થિતિમાં રાજ્ય વિરૂદ્ધ દાણચેરી કરવી નહિ. જેને પરિગ્રહની મમતા છે તે આવા કામ કરે છે. જેને મમતા નથી તે કરતા નથી. પુણિયા શ્રાવકને મમતા ન હતી તો આવું પાપનું એક પણ કાર્ય કરવું પડતું ન હતું. તેના જીવનમાં સંતોષ હતા. જે નીતિ અને પ્રમાણિકતાથી ચાલે છે તેને મળવાનું છે પણ આજે શ્રદ્ધા-વિશ્વાસ નથી. જે રાજ્ય વિરૂદ્ધ દાણચોરી આદિ કરે તે અતિચાર લાગે. () “ફૂડતેલે ફૂડમાણે” બેટા
માપ રાખવા. લેવાના કાટલાં જુદા અને આપવાના પણ જુદા. લેતી વખતે સવા પાંચ શેરી અને આપતી વખતે પિણા પાંચ શેરી. આ રીતે કરવાથી અતિચાર લાગે છે. (૫) “તપડિગ્નવવધારે ” સારી વસ્તુ બતાવી ખરાબ આપી હોય. ધન પ્રત્યેની મૂછ આ પાપ કરાવે છે. ગ્રાહકને ઊંચે, સારો માલ બતાવે અને પછી હલકે માલ આપે. અનાજ બતાવે સારું અને પછી આપે સડેલું, અથવા સારામાં ખરાબ ભેળવી દે. આવું કરવાથી ઘેર પાપ બંધાય છે. અ૫ જિંદગી માટે આવા પાપ શા માટે કરવા? વ્રત લીધા હોય કે ન લીધા હોય પણ આવા અતિચાર દેષ ન લગાડશે. આ પાપ કરીને જે કર્મો બાંધ્યા તે જીવને પોતાને ભેગવવા પડે છે. આ ત્રીજા વ્રતમાં પાંચ અતિચાર છે.
ચેથું વ્રત છે બ્રહ્મચર્યનું. આ વ્રતને ભગવાને સાગરની ઉપમા આપી છે. જીવનની કિંમત ચારિત્રથી છે. હીરાની કિંમત તે ઘણી હોય છે પણ જો તેમાં કાળી છાંટ પડી તે તેના મૂલ્ય નથી. મતીમાંથી પાણી ગયું તે તેના મૂલય નથી તેમ જેના જીવનમાં શીલની સૌરભ નથી, ચારિત્રની મહેંક નથી તેની કઈ કિંમત નથી. આ વ્રત મહાન છે. બીજા વ્રતે નદી જેવા છે અને બ્રહ્મચર્ય વ્રત સાગર સમાન છે. ભગવાન બોલ્યા છે
एए य संगे समइक्कमित्ता, सुदुत्तरा चेव भवन्ति सेसा । ના મસાજરપુરા , જીરું અને વિકાસમાપI | ઉત.અ.૩રગા.૧૮
જેવી રીતે મહાસાગરને તરીને પાર થઈ ગયા પછી ગંગા જેવી નદીઓને પાર કરવી સરળ છે તેવી રીતે સ્ત્રીઓ પ્રત્યેની આસક્તિ છૂટી ગયા પછી બીજા પ્રકારની બધી આસક્તિઓ સરળતાથી છૂટી જાય છે એટલે કે જેના જીવનમાં બ્રહ્મચર્ય આવ્યું તેને માટે બીજા વ્રત લેવા સરળ છે. જેના જીવનમાંથી ચારિત્ર ગયું તેનું બધું ગયું. એક સમય એવો હતો કે માનવીનું મૂલ્ય એના ચારિત્ર ઉપરથી આંકવામાં આવતું. રૂપ, રંગ કે બાહ્ય ભભકા ઉપરથી નહિ. અનેક ગુણ હોવા છતાં જીવનમાં જે ગુના શિરોમણિ રૂપ બ્રહ્મચર્ય નથી તે તે જીવન શેતું નથી. ગમે તેવા કટોકટીના પ્રસંગે આવે પણ ચારિત્ર જવું ન જોઈએ.
એક બહેન તેના પાંચ મહિનાના બાબાને લઈ જીયાણું લઈને સાસરે આવતી હતી. તેના મા-બાપે વેવાઈને ત્યાં કાગળ લખી દીધું હતું કે અમારી દીકરી આ દિવસે આ
૫૦