________________
શારદા શિામણિ ]
[ ૭૮૭
ગાડીવાળા પરાણે પરાણે ઊભે થયા અને મોટા પથ્થર લેવા ગયા. જેવે પથ્થર ઉપાડવા જાય છે ત્યાં એક મેટા ભેરીગ નાગ નીકળ્યે અને તેના બે પગે વીંટળાઇ ગયે. ફેણ માંડીને તેના સામુ જોયા કરે છે. આ બિચારાને તે ગભરાટના પાર નથી. સતી તેા ભગવાનને પ્રાર્થના કરે છે કે મારું સસ્વ જાય તેા ભલે જાય પણ મારા શીલને આંચ આવવા દઈશ નહિ. “ શરીરના શણગાર ચાલ્યા જાય તે ભલે ચાલ્યા જાય પણ મારા શીલના શણગાર અખડ રહેજો.” આ રીતે પ્રભુને પ્રાથના કરે છે ત્યાં એક અમલદાર ગાડી લઇને નીકળ્યેા. તે સમયે બાળક રડવા લાગ્યા. અમલદારના મનમાં થયું કે આવી અંધારી રાતમાં બાળકના રડવાનો અવાજ કેમ આવે છે ? તેણે નીચે ઉતરીને જોયું તેા એક બેનને બેઠેલી જોઇ. બેન ! આવા અંધારા જંગલમાં તું એકલી કેમ બેઠી છે? મારા વીરા ! મારી આ સ્થિતિ થઈ છે. તેણે બધી વાત કરી. તે ગાડીવાળા પથરા લેવા ગયા ત્યાં નાગે તેને ભરડા દીધા છે. અમલદારે કહ્યુ-એન ! તુ મારી દીકરી છે. હું તારા બાપ છું. તું હવે જરાય ચિંતા ન કરીશ.
ચારિત્ર ચુંદડીને ચમકાવતી સતી : અમલદારને ગાડીવાળા પર ખૂબ ગુસ્સા આવ્યા. અરે નરાધમ! તું આવા કામ કરે છે? ગાડીવાળા કહે, મને મારા પાપની શિક્ષા બરાબર મળી ગઈ છે. મને હવે આ નાગ પાશમાંથી છેડાવા. ભલે નાગ મને કરડતા નથી પણ મને છેડતા ય નથી. હવે હુ કયારે પણ પરસ્ત્રી સામે દૃષ્ટિ કરીશ નહિ. જે દિવસે મારી દૃષ્ટિ બગડશે ત્યારે મારી આંખેા ફાડી નાંખીશ. તેણે સતીને કહ્યુ “બેન હવે તુ' મને બચાવ. ખરેખર તું સાચી સતી છે. આ નાગદેવ તારું રક્ષણ કરવા આવ્યા છે. સતીને તેા કેઇના પ્રત્યે વૈરભાવ નથી. તેણે કહ્યુ', નાગદેવ ! હવે તેને છેડી દો. એમ કહી નમો અરિહંતાણુ ખોલી ત્યાં નાગદેવ અદૃશ્ય, અમલદાર તે બેનને ઘેર મૂકવા ગયેા. ત્યાં બધા માણસેાની વચ્ચે સતીની કસેાટીની અને સતીના સતીત્વના પ્રભાવની વાત કરી. આ સાંભળી ઘરના બધા રડી પડયા. બેટા! તે અમને ખબર પણ ન આપી ? બાપુજી! કાગળ તે લખ્યું છે પણ તમને મળ્યા નથી. બધા તેને સતી કહીને પગમાં પડયા. તમારી પાસે બીજા હથિયાર નહિ હોય તે ચાલશે પણ જેની પાસે શીલનુ હથિયાર છે તે યાં જશે ત્યાં તેના વિજય થવાના છે. સતીએ આટલુ કષ્ટ વેઠયુ. પણ ચારિત્ર ચુડીને ડાઘ પડવા દીધો નહિ. આ ચેાથા વ્રતના પાંચ અતિચાર છે તે જાણવા પણ આદરવા નહિ.
,,
(૧) ઇત્તરિય પરિગહિયા ગમણે પોતાની પરણેલી પણ 'મરમાં નાની હોય એવી પત્ની સાથે ગમન કર્યું હોય. કરે તેા અતિચાર લાગે. (૨) “ અપરિગ઼હિય ગમણે ” : જેની સાથે સંગાઈ થઈ છે પણ લગ્ન થયા નથી તેવી કુંવારી કન્યા સાથે ગમન કરે તો અતિચાર લાગે. આ તે લેાક વ્યવહારથી પણ વિરુદ્ધ છે. આજે જમાના એવે આવ્યા છે કે સગાઈ થઈ એટલે હરવાફરવાનુ ચાલુ થઈ જાય છે. તેમાં કોઈ વાર છેકરીની જિંદગી બગડી જાય છે માટે શાસ્ત્ર વિરુદ્ધ આ કામ કરવું નહિ, (૪) પરિવવાહ