________________
૭૮૮]
[ શારદા શિરેમણિ કરણે બીજાના વિવાહ મેળવી આપ્યા હેય. ઘણુને આ શોખ બહુ હોય છે પણ તેમને ખબર નથી કે આ કામમાં અનુમોદન આપવાથી કેટલા કર્મો બંધાય છે. તમારા સંતાનને પહેલા સમજાવે. અમે તો આ સંસારમાં પડ્યા છીએ પણું તમે આ પાપના પિંજરામાં ન પૂરાશે. સાચે માર્ગ ત્યાગને છે. સત્ય વાત સમજાવવા છતાં ન માને અને તેમનું સગપણ કરવું પડે તો પણ મન કચવાતું હોય એ કરે તે ઉદાસીન ભાવે કરે, પછી બીજાના વિવાહ કરવાની તે વાત જ કયાં! તમે દલાલી કરે તે ધર્મની કરજે પણ આવી પાપની દલાલી કરશો નહિ. આ રીતે બીજાના સગપણ કરાવવામાં શ્રાવક અનુમોદન આપે નહિ. આપે તે અતિચાર લાગે. (૫) કામભોગ તિવ્વાભિલાશે ? કામગની તીવ્ર અભિલાષા રાખી હોય. કામગની તીવ્ર અભિલાષા જીવને દુઃખમાં ધકેલી દે છે. પાંચ ઇન્દ્રિમાં કાન અને આંખના વિષયને કામ કહેવાય છે. નાક, જીભ અને સ્પર્શ એ ઇન્દ્રિયના વિષયને ભેગ કહેવામાં આવે છે.
સમજવા જેવી વાત છે કે ઈન્દ્રિયોના વિકારે જેમ ઓછા તેમ શાતા વધુ. જેમ કે ઉપર ઉપરના દેવલેકમાં. વૈમાનિકના પહેલા બે દેવલેકમાં મનુષ્ય જેવા વિકારે અને શાતા ઓછી. ત્રીજા ચેથા દેવલેકમાં વિકારે ઓછા એટલે સંગ નહિ, માત્ર શરીર સ્પર્શથી સંતોષ, એટલે પહેલા બીજા દેવલોક કરતાં વિકારો ઓછા અને શાતા વધારે. પ-૬ દેવલોકના દેને સ્પર્શેન્દ્રિયને ય વિકાર નહિ. એને ચક્ષુને વિકાર એટલે એ માત્ર રૂપ દર્શનથી સંતોષ પામે. તેમને નીચેવાળા દેવે કરતાં શાતા વધારે. ૭-૮ દેવકના દેવેને છેતેદ્રિયને વિકાર. તે દેવીના ગીતે, મધુરા શબ્દો સાંભળીને સંતેષ પામે. તેમને નીચેના દેવે કરતાં શાતા વધારે. ૯-૧૦-૧૧-૧૨ મા દેવલેકવાળાને એ ય વિકાર નહિ. એમને માત્ર માનસિક વિચાર ઉઠે એટલે દેવીના સ્મરણથી સંતોષ પામે એટલે નીચેના દેવે કરતાં શાતા વધુ. ઉપર ઉપરના દેવલોકમાં દેવેનું પુણ્ય ઊંચું છે. તે ત્યાં શાતા સુખ ઊંચા હેય. જેમ જેમ પુણ્ય ઊંચું ઊંચું તેમ શાતા ઊંચી ઊંચી. જ્યાં શાતા ઊંચી ત્યાં ઈન્દ્રિયના વિકારો ઓછા થતા આવે. નવરૈવેયક અને પાંચ અનુત્તર વિમાનના દેવોને એથી પુય ઊંચું તેથી શાતા ઊંચી અને એ શાતા ભોગવે નિર્વિકારતાથી. અનુત્તરવાસી દેને વીતરાગ સમાન દશા છે તે પરમ શાતાની અપેક્ષાએ. ગુણસ્થાનની વૃદ્ધિથી આ દશા નથી આવી. તેમનું ગુણસ્થાનક તે ચેથું અવિરતિ સમ્યક્દષ્ટિનું છે. દેશવિરતિનું પાંચમું ગુણું. નહિ પછી સર્વ વિરતિના છઠ્ઠા ગુણની તેમજ આગળના ગુણની વાત જ કયાં? કહેવાનો આશય એ છે કે કામગની અભિલાષા જેટલી ઓછી તેટલી શાતા વધારે. હવે પાંચમા વ્રતના અતિચાર અવસરે. ભાદરવા વદ ૧૩ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૮૬ : તા. ૧૧-૧૦-૮૫
આપણે આનંદ શ્રાવકને અધિકાર ચાલે છે. આનંદ શ્રાવક આત્માને સાચો આનંદ માણી રહ્યા છે. ભગવાન તેમને પાંચમા વ્રતના અતિચાર સમજાવે છે. પાંચમું વ્રત છે