________________
શારદા શિરમણિ ]
[ ૭૮૩ પડેલી વસ્તુ આજ્ઞા વગર લેવી નહિ. વ્યાખ્યાન પૂરું થયા બાદ પેલે ભાઈ સંત પાસે આવીને કહે છે ગુરૂદેવ! આજના દિવસ માટે પચ્ચક્ખાણું આપે કે અણુદીધી પરાયી ચીજ આજ્ઞા વિના મારે લેવી નહિ. બાજુમાં ઉભેલાં બધા કહે મહારાજ ! આ તે આજે ભૂલ પડે છે. ભાઈ કહે બાપજી! હું ગરીબ માણસ છું. કાગળની કોથળીઓ બનાવી તેને વેચીને માંડ પિટ પૂરતું મેળવું છું મારા કમભાગ્ય છે કે હું ઉપાશ્રય આવી શકતું નથી. હું બીજું કાંઈ કરી શકતો નથી માટે અણદીધું લેવું નહિ તે એક દિવસને નિયમ લીધે છે
ચરૂએ ચગડોળે ચઢાવેલું ચિત્ત: તે ભાઈ પ્રતિજ્ઞા લઈને ઘેર આવ્યા. તે દિવસે સાંજે સંડાસ જવા તે ગામ બહાર ગયો. તે ક્રિયા પતાવીને નદીના પાણીમાં હાથ, પગ ધોઈને એક ઝાડ નીચે જઈને બેઠે. બેઠા બેઠા વિચાર કરે છે કે આજે મારે દિવસ કે સરસ ઉગે કે આજે સંતના દર્શન થયા. વ્યાખ્યાન સાંભળવા મળ્યું. હું કે કમભાગી છું કે રેજ આ સુંદર લાભ લઈ શકો નથી. વ્યાખ્યાન સાંભળતા મને એવી મઝા, આનંદ આવે કે ન પૂછો વાત. આ રીતે વિચાર કરે છે. વિચાર કરતાં કરતાં જમીન ખેતર હતે. ખોતરતાં જરા વધુ પડતું ખોદાયું, તો તેને લાગ્યું કે અહીં કંઈક છે. તેણે વધારે ખેદયું તો ઝવેરાત અને સોનામહોરોથી ભરેલે ચરૂ જે. જેણે કઈ દિવસ ઝવેરાતના દર્શન કર્યા નથી તેને તે આ મળે તે કેટલે આનંદ થાય. ભાઈનું મન લેવા માટે લલચાયું પણ આજે પ્રતિજ્ઞા કરી છે કે અણદીધું લેવું નહિ તે મારાથી આ આજ્ઞા વિના લેવાય કેવી રીતે? જે કેઈની આજ્ઞા લેવા જાય તો કઈ જાણી જાય, આ ચરૂ મળી જાય તે તેની જિંદગીનું દરિદ્ર ટળી જાય એવું છે તેથી લેવા માટે તલપાપડ થાય છે. આ જગ્યાએ તમે હે તે શું કરે? સત્ય બોલજે. (તા :- આજે મળ્યું છે તે લઈ લઈએ. કાલે ગુરૂ પાસે તેનું પ્રાયશ્ચિત લઈ લઈશું) ભલા પ્રાયશ્ચિત કેનું ? જાણીને પાપ કરે તેનું કે અજાણતા પાપ થઈ જાય તેનું ? આ ભાઈને લેવાનું મન થયું પણ પચ્ચખાણ છે એટલે લેવાય કેવી રીતે? પહેલા જૈનેના જીવન એવા આદર્શ હતા કે બીજા પર તેની પ્રતિભા પડે. તેમની એટલી છાપ હતી કે ગ્રાહકે સમજતા કે આ જૈન ભાઈને ત્યાં જમવું હોય તે સૂર્યાસ્ત પહેલા જશું તે જમાડશે. સૂર્યાસ્ત પછી તે જમાડશે નહિ. ભલે તે લાખ રૂપિયા કમાતા હોય પણ એટલો વિશ્વાસ કે ધન માટે તે ધર્મને વેચશે નહિ. આજે છે આટલે જૈન પર વિશ્વાસ? હું તે કહું છું કે જેમને સ્વતંત્ર ધંધે છે તેમને શા માટે આવા રાત્રી ભેજનના પાપ કરવા પડે ! આ જીવન પામીને પાપનો સંગ્રહ ન થાય એટલું તો કરે.
ચેરએ કરાવેલી ચિંતાઃ પેલા ભાઈનું મન ચરૂ લેવા લલચાયું, છેવટે હાથમાં લીધે દશ બાર ડગલા ગમે ત્યાં તેનું મન કહે છે આજે તારે બાધા છે માટે ન લેવાય તે પાછો ગયે. ચરૂ મૂકી દીધું. ચાર પાંચ વાર હાથમાં લીધું અને છેવટે સાચવીને મૂકી દીધે, અને ઘેર ગયે. રાત્રે ઊંઘ આવતી નથી. દશ વાગ્યા, અગિયાર વાગ્યા