________________
શારદા શિરોમણિ ]
[ ૭૮૧ સોનીના ઉપસર્ગને પ્રસન્નતાથી હસતા મુખે સ્વીકારી લીધે તે કલ્યાણ કરી ગયા. ઈદ્રભૂતિ પ્રભુ પાસે ગર્વ લઈને આવ્યા હતા પણ વીર ભગવાન પાસે હાર સ્વીકારી તે ગણધર પદવી મેળવી લીધી. ચંદનબાળાએ મૂળા શેઠાણના ત્રાસ, જુમને સ્વીકાર્યો તો શાસનપિતા ભગવાન મહાવીર સ્વામીના પાંચ માસ અને પચ્ચીસ દિવસની ઉગ્ર તપશ્ચર્યાનું પારણું કરાવવાને મહાન લાભ મેળવી શકયા. હજારે જેને મારનાર ચંડકૌશિક સર્વે પ્રભુ પાસે હાર સ્વીકારી તો આઠમું દેવલેક મેળવ્યું.
હું તમને પૂછું છું કે તમારે દિલ મેળવવું છે કે દોલત મેળવવી છે? દિલ મેળવવું હોય તો હાર સ્વીકારી લે અને દોલત મેળવવી છે તે વિજય માટે સંઘર્ષ કરતા રહે પણ એટલું યાદ રાખજો કે સંઘર્ષો દ્વારા જે વિજય મેળવશો તે વિજયમાં વિષાદ છે, ઉન્માદ છે. જ્યારે ઝૂકી જવાથી મળતા પરાજ્યમાં આનંદ અને સ્વસ્થતા છે. તેમાં આપણું કલ્યાણ છે. જે આત્માને આનંદ, નિરોગીતા, સુખ મેળવવું છે તે દિશા બદલવાની જરૂર છે. એક ન્યાયથી સમજીએ.
એક ભાઈ હાથમાં કુહાડી અને લોખંડની ખીલી લઈને દિવાલમાં મારી રહ્યો હતો, તે માટે એટલી મહેનત કરી કે પરસેવાથી તે રેબઝેબ થઈ ગયે. ઘા મારવાનું કામ ચાલુ હતું છતાં ખીલી દીવાલમાં જતી ન હતી. એક સજજન ભાઈની નજર આ ભાઈ પર પડી. તેમનાથી સહજ રીતે બોલાઈ ગયું. ભાઈ! ભીતમાં ખીલી નાંખવી છે તે આ રીતે ન મરાય. તમે ખીલીના અણીદાર છેડાને ઊંધ રાખે છે. આ રીતે ખીલી રાખીને ગમે તેટલા ઘા કરશે તે પણ ખીલી દીવાલમાં જશે નહિ, માટે આપ ખીલીનું શીર્ષાસન કરે. તેને ઉલટાવી નાંખે. આ ભાઈને સજજનની વાત સત્ય લાગી પણ તેમણે શું કર્યું? ખીલી જે રીતે પકડી હતી તે રીતે પકડીને સામી દિવાલે ગયા, એટલે ખીલીને અણીવાળો ભાગ દિવાલ તરફ ગયે બે ત્રણ ઘા કર્યા અને દિવાલમાં લાગી ગઈ. જે તેણે ખીલીને ઉલટાવી હોત તો દિવાલ બદલવાની પણ જરૂર ન હતી.
આ વાત આપણા જીવનમાં સમજવાની છે. ધર્મસાધનાના માર્ગમાં તે દિવાલ પણ બદલવાની જરૂર નથી. માત્ર દિશા અને દૃષ્ટિ, દિમાગ અને દિલ બદલવાની જરૂર છે. મનની ખીલીનું શીર્ષાસન કરવાનું છે. સમ્યક દષ્ટિ અને સમ્યફ દિશા તરફ મનને વાળ્યું તે સમજવું કે બેડો પાર. પુદ્ગલના રાગને બદલે પ્રભુ વીતરાગને અનુરાગ,
અવિરતિ તરફની દોટને બદલે વિરતિ જીવન તરફની દોટ અને નશ્વરને બદલે શાશ્વત તરફની દષ્ટિ કેળવવાની છે. ખોટી દિશાની અને ખરાબ દષ્ટિ તરફની હજારો માઈલની દોટ કરતા સાચી દષ્ટિપૂર્વકનો સાચી દિશા તરફનો શેડો પ્રયાસ પણ મુક્તિ મંઝીલ તરફ લઈ જશે.
જેના જીવનમાં સાચી દષ્ટિ આવી છે અને જેમને પ્રયાસ પણ સાચી દિશા તરફને છે એવા આનંદ શ્રાવકને વ્રતો અદરાવ્યા પછી ભગવાન અતિચારનું સ્વરૂપ સમજાવે છે. વ્રત લીધા પછી તેમાં કયારે પણ અતિચાર-દોષ લાગ ન જોઇએ.