________________
શારદા શિરોમણિ]
૭૭૯ ભલામણ કરે છે પણ હું કેટલે દુઃખી છું તે કેણ જાણે છે ? તેનું હૃદય અંતરથી રડી રહ્યું છે પણ હિંમત રાખીને બહારથી હસતું મુખ રાખીને ફરે છે. તેના મનમાં થાય કે હવે અહીંથી જલ્દી વિદાય આપે તો સારું. માબાપે રડતી આંખે દીકરીને વિદાય આપી. રથમાં બેસીને બંને મહેલે આવ્યા. મહેલે આવીને પુયસારે લગ્નનું બધું કામકાજ પતાવી દીધું પછી તે ઘેર ગયો. રત્નસુંદરીના મનમાં આનંદનો પાર નથી. મારા મહાન ભાગ્યોદયે મને આ પતિ મળે. જ્યારે ગુણસુંદરના મનમાં ચિંતાને પાર નથી. અહો ! આ રત્નસુંદરીના મનમાં કેટલા કેડ હશે ! તેના મનમાં આનંદના કેવા તરંગો ઉછળતા હશે ! હવે મારે શું કરવું ? એ વિટંબણમાં ઘેરાઈ ગયો હતો. લગ્ન કરીને તે તેને લઈ આવ્યું પણ હવે તેને કેવી રીતે કહું કે તું મને જે સમજીને આવી છે તે હું નથી. હું પણ તારા જેવી છું અભાગણું છું. મારા લગ્ન થયા પછી લગ્નની રાત્રે મારા પતિ મને છોડીને ચાલ્યા ગયા છે. મને તેમના નામની–ગામની ખબર નથી. આટલા મહિનાઓથી હું તેમની શોધ કરું છું પણ હજુ કયાંય સમાચાર મળતા નથી. મારું દુઃખ કોને કહું ? આમ વિચાર કરતા દિવસ તો પસાર થઈ ગયો. રાત્રે રત્નસુંદરી પતિની રાહ જોતી બેઠી હતી. ત્યાં ગુણસુંદર આવ્યું. તેનું મુખ એકદમ ઉદાસ અને ગમગીન હતું. તે ઊંચું પણ જોતો નથી.
વાત તે આજે કરવી પડે તેવી છે ! : રત્નસુંદરી પૂછે છે લગ્નના પ્રથમ દિવસે આ૫ આટલા ઉદાસ, ગમગીન કેમ છે ? આપ મારા સામું જોતાં નથી, બોલતા નથી. તે પગમાં પડીને કહે છે–મારે કોઈ દોષ, ગુનો, વાંક હોય તો મને કહો આપે મારી સાથે રૂસણા લીધા છે કે મારી સામું ય જોતાં નથી. શું હું આપને નથી ગમતી ? જો એવું હોય તે આપે પહેલા સ્પષ્ટ કહી દેવું હતું ને? રત્નસુંદરીએ ખૂબ પૂછયું ત્યારે ગુણસુંદરે કહ્યું-હું તને એક વાત કરવા માંગું છું પણ એ વાત એવી છે કે તને દુઃખ લાગશે. તે આજે એ વાત ન કરશે. એ વાત તો આજે કરવી પડે એવી છે. તેની રાહ જોવાય એવી નથી. તને દુઃખ થાય, આઘાત લાગે તે પણ આજે કહ્યા વિના છૂટકો નથી. રત્નસુંદરી કહે-ભલે ! આજે એ વાત કરે. મને એ નથી સમજાતું કે એવી કઈ વાત હશે કે જે સાંભળીને મને દુઃખ થાય. મને તો તમારા પ્રત્યે વિશ્વાસ છે કે આપ મને દુઃખ થાય એવી વાત કરે જ નહિ. ગુણસુંદરે કહ્યુંતને દુઃખી કરવાના મારા કઈ ભાવ નથી. સાંભળ મારી વાત.
કહે ગુણસુંદર પ્રિયાને તે વાર, મુજ નિયમ આ વાર, પિતરોને જબ લગભળું નહિ, તબ લગશિયળ પાળવું સહી.
તું કહે છે હું તમને ગમતી નથી, મારે શું વાંક ગુને? એવું કાંઈ નથી. મારું ગમગીન થવાનું કારણ હું તને કહી શકતું નથી, છતાં વાત કરું છું. વાત એ છે કે જ્યારે હું માબાપની પાસેથી મુસાફરીએ નીકળે ત્યારે મેં પ્રતિજ્ઞા કરી છે કે હું માબાપની ગેરહાજરીમાં લગ્ન કરીશ નહિ, પણ તારા પિતાનું ખૂબ દબાણ આવ્યું