________________
શારદા શિરોમણિ ]
[ ૭૭૫ શ્રાવકથી બોલાય નહિ. “ રહસ્સાભખાણે ” કેઈની છાની વાત ઉઘાડી કરવી. બે મિત્ર, સગાસંબંધી કે સ્નેહી વચ્ચે દૂધ સાકર જે પ્રેમ હોય તો એકબીજાને પિતાની અંગત વાત કરી હોય પણ જ્યારે બે વચ્ચે તડ પડે ત્યારે તે વાત ખુલ્લી કરી દે તે અતિચાર લાગે. કોઈ સજજન માણસ ભીંસમાં આવી ગયા. તે વાત બહાર પડવાથી તેની પેઢીને ધક્કો વાગે એવું છે તે સમયે તમે તેને મદદ કરી. તે બરાબર લાઈન પર આવી ગયા અને તમને તમારી રકમ પાછી આપી દીધી. તે ભાઈ સાથે તડ પડી ત્યારે કહો કે બેસી રહે ને હવે, તે દિવસે ભૂલી ગયે ? હું ન હોત તે તને બચાવત કેણ ? હતો તે તું ઊભું થયે. તારો બાપ કે હતા તે મને બધી ખબર છે. સજજન માણસની વાત કઈ જાણતું ન હતું પણ આ રીતે બોલીને તેની ગુપ્ત વાત ખુલ્લી કરી. આ રીતે ગુપ્ત વાત ખુલ્લી કરવાથી સામાના દિલમાં કેટલું દુઃખ લાગે ? ભગવાનના શ્રાવકે તુચ્છ ન હોય પણ સાગર જેવા ગંભીર હોય, મરી જાય તો પણ વાત બહાર ન જાય. આજે માનવીને નાણું મૂકવાની જગ્યા છે પણ વાત કરવાનું ઠેકાણું નથી કે કોઈની પાસે હૈયાની વાત કરી શકે કારણ કે આજે બાપને દીકરા પર, માતાને દીકરી પર, સાસુને વહુ પર કોઈને કોઈના પર વિશ્વાસ નથી. સમય આવે ક્યારે મેણું મારે ને વાત ખુલ્લી કરી દે આ રીતે કેઈની છાની વાત પ્રગટ કરે તે અતિચાર લાગે. સત્ય વ્રત લેનારને આ અતિચાર ન લાગે તે ખાસ ધ્યાન રાખવું. જેવું બેલ એવું પાળતા શીખો.
કટીમાં શેઠની મક્કમતા : ભીમાશાહ નામના શેઠ ખૂબ સત્યવાદી હતા. તેમની સત્યનિષ્ઠાના કારણે તેમનો ધંધે ખૂબ સારો ચાલતો હતો. સત્યના પ્રભાવે તેમણે સમાજમાં નામના સારી મેળવી હતી અને લક્ષ્મી પણ ઘણી મેળવી હતી. એક વાર શેઠના સત્યની કસોટી થઈ. શેઠ એકલા કેઈ કારણસર ચાલતા ગામડે જઈ રહ્યા હતા. તે સમયે રસ્તામાં ચાર લેકે સામે મળ્યા. શેઠનું તેજસ્વી મુખડું, ભભકાબંધ સારા કપડા, તેમને પ્રભાવ જોઈને ચોર સમજી ગયા કે આ મોટા ધનવાન શેઠ લાગે છે. તેમને લુંટવાના આશયથી ચોએ ઘેરી લીધા અને કહ્યું, તમને જવા દઈશું નહિ. તમારી પાસે જે હેય તે આપી દે, જે નહિ આપ તે જાનથી મારી નાખીશું. શેઠ કહે–ભાઈ ! મારી પાસે જે છે તે તમને આપી દઉં છું. હું કયારે પણ અસત્ય બેલ નથી. તમારે મને મારવાની જરૂર નથી. શેઠે પોતાની પાસે જે હતા તે પૈસા આપી દીધા. ચેર કહે, આટલા પૈસાને શું કરીએ ? વધારે આપે. તમારે કેટલા જોઈએ છે? ૫૦૦ સોનામહોરે. ભાઈઓ! હું મારા પુત્ર પર ચિઠ્ઠી લખી આપું છું. તમે ત્યાં જાવ. તેઓ તમને આપશે. તમે મને બાંધશો કે મારશો નહિ. હું કયાંય નાશી ભાગી નહિ જાઉ. આપ લઈને આવે ત્યાં સુધી હું અહી બેઠો છું. તમને મારા પર વિશ્વાસ ન બેસતે હોય તે બાંધો. પ્રાણ જાય તે કુરબાન પણ શેઠ કયારે પણ અસત્ય બોલતા ન હતા. ચરો શેઠને ત્યાં બેસાડીને શેઠને ઘેર ગયા.