________________
૭૭૪ ]
[ શારદા શિરમણિ સત્યમાં સ્થિર રહેવાથી આત્મા સમસ્ત ગુણે રૂપી કળાઓથી ખીલી ઊઠે છે. સત્યથી મન અને વાણીની શુદ્ધિ થાય છે. મન-વચન શુદ્ધ થતાં આત્મા પણ શુદ્ધ બને છે. હજારે સૂર્યો કરતાં અનંત ગણે પ્રકાશમાન સત્યને સૂર્ય છે. સત્ય સૂર્ય સમાન છે અને અસત્ય રાહુ સમાન છે. સત્ય એ પ્રકાશ છે અને અસત્ય એ અંધકાર છે. સત્યવાદી માનવી જ્યાં જશે ત્યાં પૂજાશે. બધાને વિશ્વાસપાત્ર બનશે. લોકો તેને સત્કાર સન્માન કરશે. અસત્ય બોલનારને કઈ વિશ્વાસ કરતું નથી. સત્યનિષ્ઠ માનવી પર શત્રુઓને પણ વિશ્વાસ હોય છે. સત્યથી દુનિયા ટકી રહી છે. સત્ય ન હોય તે દુનિયા ટકવાની નથી. આજે મોટા ભાગને વ્યવહાર સત્યથી ચાલે છે.
તમે બેંકમાં હજારો, લાખ રૂપિયા તથા દાગીનાઓ મૂકો છે તે સત્યના વિશ્વાસથી. જે બેંક તમને સત્યથી બરાબર મૂડી પાછી ન આપતી હોત તો તમે મૂકવા જાવ ખરા? ના. ત્યાં વિશ્વાસ છે કે બેંક અમારી મિત લઈ નહિ લે, લૂંટી નહિ લે, પણ બરાબર મૂડી આપશે તેથી મૂકવા જાય છે. વેપારી સાથે લેવડ દેવડ કરે છે. તેમના પર વિશ્વાસ છે કે આ મને દગો નહિ દે. તે સાચા છે એવી શ્રદ્ધા છે તે વ્યવહાર કરે છે. પાર્સલમાં લાખ રૂપિયાનો માલ એકલે છે ત્યાં સરકાર પર વિશ્વાસ છે કે રેલવે ખાતું સત્ય પર ચાલે છે. જો સત્યથી ન ચાલતું હોય તો અંધાધૂંધી થઈ જાય. તમે ટપાલ લખીને પિસ્ટમાં નાંખો છે ત્યાં પણ વિશ્વાસ છે કે ત્રણ ચાર દિવસે કાગળ પહોંચાડશે. બધા
વ્યવહાર સત્યથી ચાલે છે. સત્યના વ્યવહારથી રાષ્ટ્રોમાં પણ શાંતિ સ્થાપિત કરી શકાય છે. વહેપારી પણ પિતાના સત્ય વ્યવહારથી બધાના વિશ્વાસપાત્ર બની લાખ રૂપિયા કમાઈ શકે છે. સત્યના પ્રભાવથી માનવી અગ્નિમાં બળી શકતો નથી, પર્વત પરથી પડવા છતાં તે મરતા નથી. વિશાળ સમુદ્રમાં ડામાડોળ બનેલું વહાણ સત્યના પ્રભાવથી સ્થિર બને છે. તે પાણીમાં ડૂબી જતું નથી. સત્ય એ મહાન વ્રત છે.
બીજા વ્રતના પાંચ અતિચાર છે. પહેલે અતિચાર છે સહસ્સાત્મકખાણે. કેઈને ધ્રાસ્ક પડે એવું બોલ્યા હેય. ઘણાં અને સ્વભાવ એ હોય કે તેમાં પિતાને કેઈ સ્વાર્થ સરતો ન હોય, પિતાનું કઈ કામ સિદ્ધ થતું ન હોય છતાં મજાક કરવાની ટેવ પડી ગઈ હોય છે. જૈનદર્શન તે કહે છે કે ભલે મનની મજાક હોય પણ એ મજાક કર્મોના માર ખવડાવશે. મજાકથી સામાના દિલમાં ફાળ પડે એવું બોલે. તમે ઉપાશ્રયમાં સામાયિક લઈને બેઠા છે. ત્યાં કોઈએ આવીને કહ્યું-ભાઈ ! તમે હજુ અહીં બેઠા છે? આ સાંભળતા તમને ધ્રાસ્કો પડશે. શું મારા ઘેર કાંઈ નવાજૂની થઈ હશે ? શું બન્યું હશે ? હવે તેનું ચિત્ત સામાયિકમાં રહે ખરું ? પછી તે વ્યક્તિ વાતને ફેરવવા જાય તે પણ તમે સાચું ન માને. કેઈ આવીને કહે તમારા ઘેર તાર આવ્યો છે તે પણ ફાળ પડે કે શેને તાર હશે ? તાર સારાને આવે ને બેટાને પણ આવે પણ ચોક્કસ ખબર નથી એટલે મનમાં થયા કરે કે શેને તાર આવ્યું હશે ? આ રીતે કેઈને ધ્રાસ્કો પડે કે ફાળ પડે તેવું બોલવાથી અતિચાર લાગે છે માટે તેવી ભાષા