________________
શારદા શિમણિ ]
( ૭૩૧ હવે આગળ બતાવે છે. (૧૭) નાવિદિઃ શાકની મર્યાદા. આ દુનિયામાં કેટલી જાતના શાક આવે છે. તમે બધાના નામ પણ નથી જાણુતા પછી ખાવાની વાત કયાં ? પણ બધાના પચ્ચકખાણ નથી કરતા ત્યાં સુધી પાપ આવ્યા કરે છે, માટે મર્યાદા કરો. આનંદ શ્રાવકે વક્રુઆ, ચુરચુ, દૂધી, સૌવસ્તિક અને મં ડૂકિક આ પાંચ શાકની છૂટ રાખીને બધા શાકના પચ્ચક્ખાણ કર્યા.
(૧૮) માદૂનથવિદિ : મધુર ફળની મર્યાદા. આનંદ શ્રાવકે પલંગ (પૂર્વદેશમાં જાણીતા વેલે થતા ફળ અથવા કેરી) માધુરંક સિવાય બાકી બધા ફળના પ્રત્યાખ્યાન કર્યા. દુનિયામાં અનેક પ્રકારના ફળો આવે છે. પપૈયા, કેરી, મોસંબી, સંતરા, સફરજન, દાડમ, કેળા, નાસપતિ, ચીકુ આદિ અનેક જાતના ફળ હોય છે. આટલા બધા ફળમાંથી આનંદ શ્રાવકે માત્ર કેરીની છૂટ રાખી બાકી તમામ ફળોના પ્રત્યાખ્યાન કર્યા. રસેન્દ્રિય પર કેટલે કંટ્રોલ કર્યો કહેવાય. ' (૧૯) વિદિ : જમણની મર્યાદા. દાળના બનાવેલા અને ખટાશમાં નાખેલા જેવા કે દહીંવડા તેને આગાર રાખ્યો અને બાકીના બીજા બધા જમણના પ્રત્યાખ્યાન કર્યા.
(૨૦) પાળિથવિદિ : પાણીની મર્યાદા. નદી, કુવા, તળાવ, સરોવર, વરસાદ આદિ અનેક જાતના પાણી છે. તેમાંથી આનંદ શ્રાવકે માત્ર વરસાદના પાણીની છૂટ રાખીને બીજા બધા પાણીના પચ્ચકખાણ કર્યા છે તે સમયે વરસાદના પાણું ટાંકામાં સંઘરી રાખતા હતા. આજે પણ હજુ કંઈક ગામમાં ટાંકાઓ છે. . (૨૧) મુહવાવિહિ મુખવાસની મર્યાદા. મુખવાસની ચીને આ દુનિયામાં ઘણી જાતની અને ટનબંધ હોય છે, તેમાંથી આનંદ શ્રાવકે પાંચ જાતના સુગંધિત પદાર્થોથી યુકત મુખવાસની છૂટ રાખી. કંકલ, કાલમિંચ, એલચી, લવીંગ, કપુર આ પાંચ મુખવાસ સિવાય બીજા સુગંધિત મુખવાસને તથા પાનને ત્યાગ કર્યો. પાન ખાવામાં કેટલું પાપ છે? પાનને વેપારી રોજ પાણીમાં મૂકી રાખે. તે રેજ પાણુ બદલતા નથી તેમજ પાન રેજ પાણીમાં રહે તેમાં પાનના કલરની જીવાત ઉત્પન્ન થઈ જાય છે તે આપણું નજરે દેખાતી નથી. તમે પાન માંગે ત્યારે પાનમાં મસાલે ભરીને બીડા વાળી દે. કેટલા જીવોની હિંસા થઈ જાય, માટે પાનનો ત્યાગ કરો. આ રીતે આનંદ શ્રાવકે ૨૧ બોલની મર્યાદા કરી. આ સાતમાં વ્રતમાં જીવન જરૂરિયાતની વસ્તુઓમાં નિયંત્રણ મૂકવાની વાત કરી.
હવે આવશે આઠમું વ્રત અનર્થ કંડનું. આ વ્રતમાં જીવન જીવવા માટે જે ચીજોની બિલકુલ જરૂર નથી. માત્ર ઈન્દ્રિયના ક્ષણિક આનંદ ખાતર અને મનને બહેલાવવા માટે જે જે ચીજોના ઉપગની પાછળ જીવ દેડે છે એ ચીજોને છોડવાની વાત આઠમા વ્રતમાં આવશે. શ્રાવકે ૧૨ વ્રત આદરે ત્યારે ૧૧ વતના પરચફખાણ લે છે પણ આઠમા વ્રતના પચ્ચકખાણ લેતા નથી. આ વ્રત પાળવું અષાને મુશ્કેલ લાગે છે. આઠમાં વતનું નામ છે અનર્થદંડ વિરમણ વ્રત, દંડ બે પ્રકારના છે. અર્થદંડ અને અનર્થદંડ. ક્ષેત્ર,