________________
૭૪૬]
[ શારદા શિરમણિ હતું એટલે ચેર ઓળખી શકે નહિ. વિક્રમ રાજા ચેરની સાથે ચોરની જેમ ભળી ગયા. બંને સાથે ગામમાં ગયા. નગરના લેકે રાજાના હુકમ પ્રમાણે ઘરના દરવાજા બધું ખૂલ્યું મૂકીને સૂતા હતા. ચાલતા પહેલા પ્રધાનને બંગલે આવ્યો. વિક્રમ કહે, આજે આપણે પ્રધાનને ઘેર ચેરી કરીએ. બધાની લાંચ લઈને તેણે ઘણે માલ ભેગે કર્યો છે. પ્રજાને લૂંટવા કરતાં પ્રજાના લેહી ચૂસનારને શા માટે ન લૂટ? પ્રધાનના બંગલાના દરવાજા ખુલ્લા હતા. ચકીયાતે આરામથી સૂતા હતા. વિક્રમ કહે- હું બહાર કી ભરીશ. તું અંદર જઈને લૂંટાય એટલું લૂટી લાવજે, ગભરાતે નહિ, હું અહીં ઊભો છું. તારે વાળ વાંકે થશે નહિ. ચોર અંદર ગયો પણ બે મિનિટમાં પાછા ફર્યો. વિક્રમ કહે, તું કેમ પાછો આવ્યું ? ચોર કહે; ભાઈ! હું પ્રધાનના રૂમમાં ગયે.
ત્યાં પ્રધાનના પત્ની સૂતેલા હતા. મારે પગ અડતા તે ઊંઘમાંથી જાગ્યા ને બોલ્યા, કોણ છે ભાઈ? તેણે મને ભાઈ કહ્યો તે એ મારી બેન થઈ. ભાઈ બહેનના ઘેર ચેરી કરે ખરે? ભાઈથી બેનનું લૂંટાય ખરું ? હું તે ઉપરથી એના ઓશીકા નીચે એક સોનામહેર મૂકીને આવ્યો છું. હવે ચાલે આગળ જઈ એ વિક્રમના મનમાં થયું કે આ તે ચાર કે શાહુકાર ? નાદાન કે ખાનદાન ? આજના જમાનામાં કંઈક વાર ભાઈ બહેનને લૂંટતો હોય છે. બંને ભાઈને ત્યાં થાપણું મૂકી હોય તે ભાઈ પચાવી પાડે. બેન લેવા જાય ત્યારે કહે કે થાપણ કેવી ને વાત કેવી ? વિચાર કરો કે આ તે સગભાઈ નથી. માત્ર બેન ઊંઘમાં બેલી ગઈ કે કોણ છે ભાઈ ? ભાઈ શબ્દ સાંભળતા ચોરી ન કરતાં તે પાછા આવ્યા.
લણનું ઋણ ચાલતા ચાલતા આગળ જતાં નગરશેઠને બંગલે આવ્યું. ન મળે કેઈ ચોકીદાર કે ન કોઈ પહેરગીર. બારીબારણું પણ ખુલ્લા. વિક્રમ કહે- હું બહાર ઊભે છું. તું અંદર જા. લૂંટાય એટલું બરાબર લૂંટી લેજે. જે પાછો ન આવતો. ચાર અંદર ગયે. ઘનઘોર અંધારું છે, તેના મનમાં વિચાર થયે કે બધા કહે છે કે વિક્રમ રાજાના રાજ્યમાં ચોરી કરવી એટલે લેખંડના ચણા ચાવવા બરાબર છે પણ અહીં તે કેટલું અંધેર છે? જેટલી ચોરી કરવી હોય તેટલી કરાય તેમ છે. બધા કરતાં અહીં ચેરી કરવી સહેલી છે ચાર ઓરડામાં ગમે ત્યારે પટારા પર એક વાડકી હતી. તેમાં થોડાક સફેદ ગાંગડા પડયા હતા. ચેરના મનમાં થયું કે આ તે સાકર હશે. સાકર તો શુકન કહેવાય. સાકર માનીને ટુકડા મેંમાં નાખ્યા તે સાકરને બદલે મીઠું હતું. ચોર તે તરત પાછા વળે. વિક્રમ કહે, કેમ ભાઈ ! તું પાછો આવ્યો? ભાઈ ! તેમના રૂમમાં એક વાડકી પડી હતી તેમાંથી મેં સાકર માનીને એક ટુકડે ખાધે. તે લૂણ નીકળ્યું. જેનું નમક મારા પેટમાં પડયું હોય તેના ઘેર મારાથી ચેરી શી રીતે કરાય ? રાજા તે આ સાંભળી રહ્યા. અને તે માણસ કહે કે દેવ? ચોર કે શાહુકાર ? આજના જેની દશા તે એવી છે કે ખાધું હોય એનું જ વાંક બેલે. જેનું ખાય એનું નખેદ વાળે.