________________
૭૬૪]
| શારદા શિરેમણિ શક્તિઓને વ્રત નિયમમાં જોડી દે. ૧૧ વ્રતની વાત થઈ હવે બારમા વ્રતમાં શું ભાવ આવશે તે અવસરે.
ચરિત્ર : અધુરી આશાએ આત્મહત્યાના ભાવ : પુણ્યસારને રત્નસુંદરી મળી નહિ અને પોતાના મિત્ર સાથે તેનું સગપણું થયું તેમાં તેને પિતાનું સ્વમાન ઘવાતું લાગ્યું, તેથી તેણે એક નિર્ણય કર્યો કે હું મારા કુળદેવી પાસે જાઉં. ત્યાં જઈને તેના ચરણમાં તલવારથી મારું મસ્તક ઉડાવી દઈશ. તેને કહીશ હે દેવી તમે મને વચન આપ્યું હતું કે રત્નસુંદરી તને પરણશે પણ આજે એ વચન ખેટું પડયું છે. હવે તારા ચરણે મારા પ્રાણ છોડું છું. આ રીતે વિચાર કરીને માતાપિતાને જાણ કર્યા વગર કુળદેવી પાસે ગયો. જઈને શુદ્ધ ભાવથી દેવીની સ્તુતિ કરી અને નવકારમંત્ર ગણ્યા. પછી કુળદેવીને કહ્યું- હે મા ! તું મારી એક વિનંતી સાંભળ. હું અત્યારે તારી પાસે આ છેલ્લી અરજી કરું છું. મારા દિલમાં તે દુઃખને દાવાનળ સળગે છે. મારું કાળજુ ચીરાઈ જાય છે. મારી મને વેદનાને તે કઈ પાર નથી. વર્ષો પહેલા તે મને પ્રસન્ન થઈને રત્નસુંદરી સાથે પરણાવવાનું વચન આપ્યું હતું પણ તારું વચન મિથ્યા ગયું છે. રત્નસાર શેઠે તે ગુણસુંદર સાથે રત્નસુંદરીનું નકકી કરી દીધું છે. અરે તેના લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ મારાથી સહન થતું નથી. આ દુઃખમાંથી મુક્ત થવાને એક જ ઉપાય છે કે તારા ચરણમાં મારા પ્રાણ ત્યાગ. તે સિવાય બીજે કઈ માર્ગે મને સૂઝતું નથી. આ રીતે કહી સર્વ જીની સાથે ક્ષમાપના કરી તલવાર ઉપાડીને ડોક પર મારવા જાય છે ત્યાં શું બન્યું?
મસ્તક કાપવા તૈયાર થાઓ, આસન સુરીનું કંપે,
અવધિજ્ઞાને જોયું દેવીએ, પુણ્યસારને દીઠે ત્યાંય હે પુણ્યસારે જ્યાં તલવાર ઉપાડી ત્યાં દેવીનું આસન ડોલાયમાન થયું. તેણે મને યાદ કરતું હશે ? કયા દુઃખી જીવે મારી આરાધના કરી હશે ? અવધિજ્ઞાનમાં જોયું તે પુણ્યસારને દીઠો. અરે ! આ તે પુણ્યસાર મરવા તૈયાર થયો છે. મારે જલ્દી જવું જોઈએ. એમ વિચારી દેવી પ્રત્યક્ષ સામે આવીને ઊભી રહી. પુણ્યસારને કહ્યું-સબૂર કર. સબૂર કર, તારે મરવાનું શું પ્રજન છે ? આ ગાંડે કેમ થયો છે? તને આ શોભે છે? તું જૈન ધર્મને સમજે છે ને આ રીતે આત્મહત્યા કરવા તૈયાર થયેલ છે ? | હે માતા ! શું કરું ? હવે જીવવું નકામું છે. તમે મને વચન આપ્યું હતું તે નિષ્ફળ ગયું છે. મેં તારી પાસે જે સ્ત્રીની માંગણી કરી હતી તે તે હવે બીજાને
પરણી જશે.
દેવી કહે બેટા ! ધીરજ ધર મારું વચન સત્ય માન. પુણ્યસાર કહે-મારી સગી આંખે જોઈ રહ્યો છું. તેનું સગપણ થયું ને લગ્ન થવાના છે. તે હવે મારા માટે પરસ્ત્રી થઈ ગઈ. તે હવે મને ખપતી નથી. દેવી કહે-પુયસાર ! તું મારા પર શ્રદ્ધા રાખ. હું તને સીધી વાત કહું છું કે એ કુંવરી મેં તને આપી છે. મારા વચન પ્રમાણે