________________
૭૬૨ ]
[ શારદા શિરમણિ બધી વાત કરી. શેઠાણી કહે, આમાં મરવું પડે એવું શું છે ? હું બહાર મારું મોટું શું બતાવું ? કે પૈસા માંગવા માટે આવે તે હું ના પાડી શકું તેમ નથી. તેના કરતાં મરી જાઉં તે એ માથાકૂટ ન રહે. શેઠાણી કહે, હવામીનાથ ! તમારે તે દીક્ષા લેવી હતી. દીક્ષા તે ન લીધી પણ આપને નિયમ છે કે મારે રોજ સામાયિક કરવી. સામાયિક કર્યા વિના મુખમાં કાંઈ નાંખવું નહિ. તે તમારો નિયમ ક્યાં રહ્યો ? આ રીતે આપઘાત કરવાથી તમારા કેટલા ભવ વધી જશે ? છતાં તમારે અફીણ પીવું હોય તે પહેલા સામાયિક કરે, પછી પીજે. શેઠ કહે-ભલે, સામાયિક કરું છું પણ તમે અફીણ હલાવીને તૈયાર કરજો. જે આપ તૈયાર નહિ કરો તેં બગીચામાં જઈને પી આવીશ. આટલી બધી મરવાની ઉતાવળ ? આપ જીવતા હશે તો પૈસા ગમે ત્યારે આવી મળશે અને દેવું પતાવી દેવાશે, છતાં આપની ઈચ્છા હશે તેમ કરીશ પણ પહેલા સામાયિક તે કરી લે. શેઠાણીને તે જેમ તેમ કરીને સમય વધારે છે.
“શું પવિત્ર કપડે પાપ થાય ?' : શેઠ સામાયિક લઈને બેઠા. શેઠાણી પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! મારા પતિને બચાવો. શેઠની સામાયિક થઈ ગઈ. તત શેઠાણીને કહે છે કે અફીણ હલાવીને વાટકો લાવ. તમારા સામાયિકના પવિત્ર કપડા તે ઉતારે. તે કપડા પહેરીને આવું આત્મહત્યાનું કામ કરવું છે ? પહેલા કપડા બદલે. શેઠ કપડા બદલતા હતા ત્યાં બારણે ટકોરા પડયા. શેઠ તો ધ્રુજવા લાગ્યા. નક્કી કોઈ એ રાજાને ચાડી ખાધી હશે કે શેઠ દેવાળું કાઢીને ભાગી જશે માટે મને પકડવા કેઈ આવ્યું હશે ? શેઠાણના મનમાં થયું કે કદાચ રાજાનો માણસ પકડવા આવ્યું હશે તે પતિને જેલમાં લઈ જશે. મારા પતિ જેલમાં જાય તે ભલે જાય પણ આપઘાત કરતાં તો અટકશે. આપઘાત કરતાં કેવા માઠા પરિણામ આવે? તેમની ગતિ બગડી જાય તેના કરતાં જેલસારી.
ધબકારાના બદલે શૈર્યતાઃ શેઠાણીએ બારણું ખોલ્યું તે રાજાના દિવાનને જે. શેઠના ધબકારા ખૂબ વધી ગયા. દિવાનને જોતાં તે વધુ પુજવા લાગ્યા. દિવાન અંદર આવ્યું. શેઠને કહે આપ ધ્રુજશો નહિ. હું તમને પકડવા નથી આવ્યું. મારી પાસે ૧૨ લાખ રૂપિયાને દાગીનાને ડળે છે તે હું આપને ઘેર થાપણ મૂકવા આવ્યો છું. મારા પર કમેં ઝપાટો માર્યો છે. મારા વિરુદ્ધ કેઈએ રાજાને કાનભંભેરણી કરી કે દિવાન તે તમને મારી નાંખવા માટે કાવત્રુ કરી રહ્યો છે તેથી રાજાએ મને દેશ નિકાલ કર્યો છે એટલે હું હવે બીજા દેશમાં જાઉં છું. મનમાં થયું કે મારું આ ધન લઈને જાઉં ને રસ્તામાં કોઈ લૂંટીને લઈ લે તે ! તે કરતાં આપના ઘેર મૂકીને જાઉં. શેઠે સત્ય વાત કરી કે અત્યારે મારા પાપને ઉદય છે. મારે પાંચ લાખનું દેવું છે. તમે તમારી વસ્તુ અહીં મૂકી જાવ તે મને લેવાની વૃત્તિ થઈ જાય. તમારું બધું વપરાઈ જાય માટે આપ મારે ત્યાં ન મૂકશો. દેવાદાર બને છું એટલે તે મરવાની તૈયારી કરી છે.
સામાયિકનો સાક્ષાત પ્રભાવ : દિવાન કહે- આપ એટલા માટે મરવા તૈયાર