________________
શારદા શિરમણિ !
[૭૬૭ છે. ઉત્કૃષ્ટ ભાવે દાન દેતાં જીવ તીર્થકર નામ કર્મ બાંધી શકે છે, તેથી સુપાત્ર દાનને મહિમા શાસ્ત્રકારોએ ખૂબ વર્ણવે છે. ભગવાન બેલ્યા છે
दुल्लाहाउ मुहादाई, मुहाजीविवि दुल्लहा।
મુદા મુદાનવ, રવિ પતિ મુવાડું / દશ.અ.પ.ઉ.૧ગા.૧૦૦ નિઃસ્વાર્થ બુદ્ધિથી દાન દેવાવાળા અને શુદ્ધ ભિક્ષા લેવાવાળા ભિક્ષુ એ બંને દુર્લભ છે. દાન દેનાર, દાન લેનાર અને દાન, બધું જે શુદ્ધ હેય તે દાન દેનાર અને દાન લેનાર બંનેની સુગતિ થાય છે. બારમા વ્રતમાં આ રીતે ભાવના ભાવવાની છે. શાસ્ત્રકાર હવે અતિચારનું સ્વરૂપ સમજાવે છે. તે ગ્રહણ કર્યા પછી તેમાં અતિચાર ન લાગવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું છે. પ્રથમ સમકિતના પાંચ અતિચાર બતાવતા પહેલા શ્રાવકના બે વિશેષણ બતાવ્યા. તે આનંદ શ્રાવક કેવા હતા? “મિરર નવા નીરે ઝાર ગળફેવળિજો ” અભિગમ જીવાણું એટલે જે જીવ અને અજીવના સ્વરૂપને જાણે છે. તમે પ્રતિકમણુમાં બેલે છે કે શ્રાવક કેવા હોય? નવ તત્ત્વના જાણકાર હોય. જૈન દર્શનમાં તત્વ નવ બતાવ્યા છે.
નવ તત્ત્વમાં મુખ્ય બે તત્ત્વ છે. જીવ અને અજીવ. બાકીના સાત તત્વ છે. પુણ્ય-પાપ, આશ્રવ-સંવર-નિર્જરા–બંધ અને મોક્ષ. આ સાતે ત છના શુભાશુભ પરિણામને બતાવે છે. એકાંત આત્મલક્ષે જે સાધના થાય તેનાથી કર્મોની નિર્જરા થાય. આવતા પાપને રોકીને સામાયિક, પૌષધ આદિ કરે તે સંવર. તે ન થાય તે આશ્રવનો પ્રવાડ તો ચાલુ છે. સારા કાર્યો કરવાથી પુણ્ય બંધાય અને ખરાબ કાર્યો જેમાં જીવોની હિંસા થાય એવા કાર્યો કરવાથી પાપ બંધાય. આ બધા ત જીવાતત્વના પરિણામ છે. જે જીવને અને અજીવને જાણતા નથી તે દયા કેની પાળી શકશે. આનંદ શ્રાવક જીવાદિ નવતત્વના જાણકાર હતા. શરૂમાં તે વ્યક્તિને તેના પિતાના નિશ્ચયથી કે ધર્મશ્રદ્ધાથી કઈ ચલિત કરી શકે નહિ. જે વ્રતો લે તેની શ્રદ્ધા એવી મજબૂત હોય કે દેવ ડગાવવા આવે તો પણ ડગે નહિ. આપ એટલું સમજજે કે જે ધર્મકાર્યમાં તમે મન નિશ્ચિત કર્યું, દઢ કર્યું તેમાં સંકટ આવે પણ જે તેમાં દઢ રહ્યા તે તમારે જરૂર વિજય થવાનો. ધન મેળવવા માટે તમે ઓછા સંકટો વેઠો છે? કેટલી દેડધામ કરે છે? ધન મેળવતાં સંકટો આવે છે તે ધર્મના કાર્યોમાં કષ્ટો આવે પણ જે ધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધા હોય તે કષ્ટ દૂર થયા વિના રહેતું નથી.
હવે શાસ્ત્રકાર અતિચારની વાત બતાવે છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ આનંદ શ્રાવકને કહ્યું કે આનંદ! જીવાજીવને જાણનાર અને ધર્મથી ચલિત નહિ થવાવાળા શ્રમણોપાસકે સમતિના પાંચ અતિચાર જાણવા જેઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહિ. અતિચાર એટલે વ્રતમાં કોઈ પ્રકારની ખલના થવી. શ્રદ્ધા તે સમ્યફ હેય પણ તેમાં કયારેક અતિચાર લાગે છે. અતિચારમાંથી તે મુક્ત થઈ શકાય