________________
શારદા શિરોમણિ ]
[ ૭૬૩
થયા છે તે તમે આમાંથી જેટલું વાપરવુ. હોય તેટલુ વાપરો. આપ બધાનું દેવું પતાવજો અને બાકી વધે તે તમે તેમાંથી વેપાર કરજો. આપ પાછું દેવાની ચિ'તા કરશે। નહિ. હું માનીશ કે મેં મારા સ્વધમી ભાઈને મરતાં બચાવ્યેા છે. આ રીતે કહીને દિવાન તે ગયા. શેઠાણી કહે, આપ અફીણુ પીને સૂઈ ગયા હોત તા પાછળ કઈ ૨૫ લાખ આપી જાત તે પણ શા કામના? જુએ, આ સામાયિકના પ્રભાવ ! સામાયિક કરવાની ખાધા હતી તેા ખચી ગયા અને સામેથી માલમિલ્કત આવી ગઇ. શેઠે તા બધાનું દેવું ચૂકવવા માંડયું. શેઠની નીતિ ખૂબ ચાખી છે. તેમણે પાઈ પાઈ નાંધવા માંડી. પાંચ છ દિવસ થયા ત્યાં ખખર આવ્યા કે શેઠે મેકલેલા વહાણ સહીસલામત રીતે આવી ગયા છે. આપે સાંભળ્યું ને કે સામાયિકની પ્રતિજ્ઞાએ શેઠને મૃત્યુના મુખમાંથી ખચાવી દીધા માટે આપ જરૂર નિયમ લેજો કે મારે ઓછામાં ઓછી એક સામાયિક તેા કરવી.
દશમું દિશાવગાસિક વ્રત. છઠ્ઠા વ્રતમાં જાવજીવ સુધી દિશાઓની જે મર્યાદા કરી હેય તેમાંથી દશમા વ્રતમાં રાજની મર્યાદા કરવાની અને સાતમા વ્રતમાં ખાવાપીવાની વસ્તુઓની જે મર્યાદા કરી છે તેમાંથી દશમા વ્રતમાં ઓછા કરવાના. તેમાં દરરોજ દ્રવ્યની મર્યાદા કરવાની. ગૌચરી જવાની. ત્યારે એવા ભાવ આવે ધન્ય છે. સાધુ સાધ્વીઓને કે રાજ તડકામાં આવી રીતે ગૌચરી કરવા જાય. મને એ અવસર કયારે આવશે ? મહાવ્રતધારી સંતાની જેમ ૪૨ તથા ૯૬ દ્વેષ ટાળીને નિર્દોષ ગૌચરી કયારે કરીશ ? ખાર વ્રત આદરનારે એક વર્ષીમાં આછામાં એછા બે દશમા વ્રત કરવા જોઇ એ. શુદ્ધ ભાવે દશમુ' વ્રત કરવાથી એક દિવસ માટે સાધુપણાને અનુભવ થાય છે અને અન'ત કર્મોની નિર્જરા થાય છે.
અગિયારમું પાષધ વ્રત, પાષધમાં દેશથી કે સ`થી આહારના ત્યાગ, શરીરની શુશ્રુષાનો સર્વથા ત્યાગ અને વેપારને સથા ત્યાગ કરવાને હોય છે. સંયમી જીવનના કંઈક આસ્વાદ કરાવનાર આ પૌષધ એ શ્રાવકનુ સુંદર આભૂષણ છે. ૨૪ કલાક માટે આર્ભ સમારંભના પાપથી સર્વથા નિવૃત્ત થવાય છે અને અન`તા જીવને અભયદાન અપાય છે. પૌષધ એટલે આત્માને પેાષવે. તમે પતિક્રમણમાં રાજ ખેલે છે કે શ્રાવકે કેવા વ્હાય ? મહિનાના છ છ પૌષધના કરનારા હાય. ધન્ય છે તેવા શ્રાવક શ્રાવિકાઓને ! હું તો કહું છું કે તમે ઉપવાસ કર્યો હાય ત્યારે જો અનુકૂળ સયાગો હોય તેા આપ પૌષધ કરવાનું ચૂકશે નિહ. પૌષધ કરીને તમારા જીવનને ધન્ય બનાવજો. પૌષધમાં એ ટાઈમ કપડાનું અને ગુચ્છાનુ` પડિલેહણ કરવાનું તેમજ પરઠવવાની ભૂમિ પણ જોઇ લેવી જોઈ એ. આ વ્રતા લેતા કોઈ વાર કસેાટી આવે પણ સત્ત્વ તેા હેાવુ' જોઈ એ. જેની
પાસે સત્ત્વની જખરદસ્ત મૂડી છે તેને માટે કષ્ટ। કષ્ટરૂપ ન જાય છે. આપત્તિએ આશીર્વાદ રૂપ બની જાય છે. જો સત્ત્વને
અનતા પુષ્પ રૂપ ખની ટકાવી રાખવુ. હાય તા