________________
શારદ શિરોમણિ ]
[ ૭૪૯ સંગથી તેને ચરીને ધંધે છૂટી ગયે. પ્રધાનની પદવી મળી, તેણે જીવનની તસ્વીર બદલી નાંખી. આ માનવજીવન પામીને આપણે પણ આ જીવનની તસ્વીર એવી બદલી નાંખીએ કે પછી દેહની તસ્વીર વારંવાર બદલવી ન પડે. તે માટે આર્તધ્યાન-રૌદ્રધ્યાન છોડીને ધર્મધ્યાનમાં આવવાની જરૂર છે. સમય થઈ ગયેલ છે વધુ ભાવ અવસરે.
ભાદરવા વદ ૩ ને મંગળવાર : વ્યાખ્યાન નં. ૮૧ : તા. ૧-૧૦-૮૫
સર્વજ્ઞ, સર્વદશી ભગવાને ઉપાસકદશાંગ સૂત્રના ભાવ સમજાવ્યા. આનંદ શ્રાવક ભગવાનની વાણી સાંભળીને વ્રતધારી શ્રાવક બન્યા. તેમણે સાત વ્રત આદર્યા. આત્માની વડાઈ વ્રત લેવામાં અને તેનું નિર્મળ રીતે પાલન કરવામાં છે. વ્રતધારી સાચે વીર છે. વ્રત લેવામાં અને પાળવામાં મર્દાનગી છે. વ્રત વિનાનું જીવન પશુ જેવું છે. જેના જીવનમાં વ્રત નથી ત્યાં આહાર સંજ્ઞા, ભયસંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞાની બોલબાલા રહેવાની. આ ચાર સંજ્ઞાની બોલબાલા તે પશુઓમાં પણ છે. જેના પર સંજ્ઞાઓ રૂપી પશુઓ રાજય કરે છે તે પામર છે અને જેણે એ સંજ્ઞાઓ રૂપી પશુઓને વશ કર્યા છે તે સાચે વીર છે, તે વંદનીય છે. આહાર સંજ્ઞા સામે તપની જોરદાર સંજ્ઞા ખડી કરે, ભય સામે ઉત્તમ ભાવ, મૈથુન સામે શીલ અને પરિગ્રહ સામે દાન કરે તો સંજ્ઞાઓ પર વિજય મેળવી શકાશે. માનવામાં માન અને મૈથુનનું પ્રમાણ ઘણું હોય છે તેથી જે મનુષ્ય મૈથુન અને માનનું મર્દન કરે તે સાચે મહામાનવ કહેવાય. માન અને મૈથુનથી મુક્ત થયા સિવાય મોક્ષ મળવાનું નથી. માન અને મૈથુન આગળ જે આત્માઓ ઝૂકી ગયા તે વારંવાર જન્મ મરણ કરે છે અને જેમણે માન અને મૈથુનને પોતાના ચરણમાં મૂકાવ્યા એટલે તેના પર વિજય મેળવ્યું તેના માટે મોક્ષ દૂર નથી. માન અને મૈથુન ગયા એટલે મોક્ષ નજીકમાં છે. આ બે તો અનાદિકાળથી પડેલા છે. આમ તે ચારે સંજ્ઞા જીવને અનાદિ અનંતકાળથી લાગેલી છે. તે સંજ્ઞાઓ પર વિજય મેળવવા માટે વ્રત નિયમની ખાસ જરૂર છે. વ્રત આદરવાથી ખાવાની વસ્તુઓ, પરિગ્રહ, મૈથુન બધાની મર્યાદા થઈ જાય છે. વ્રત લેવાથી આત્માની વિશુદ્ધિ વધે છે.
આપણે આઠમા વ્રતની વાત ચાલે છે. તેમાં પહેલે બોલ છે “અવજઝાણું ચરિયું આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને વશ થઈને કઈ જાતના પ્રયજન વિના જીવને દુઃખ પહોંચાડવું કેધાદિ કષાથી પ્રેરિત થઈને તમારે જેની સાથે અણબેલા હતા તેને કાંઈ નુકશાન થયું, સાંભળે તે બોલી જાવ કે એ તે એ જ દાવ હતો, તે ત્યાં કેટલા કેટલા કર્મો બંધાઈ જાય !તેના પૂર્વકૃત કર્મો ઉદયમાં આવ્યા એટલે એ દુઃખી થયો. તે કર્મો મંદ પડશે એટલે તેનું દુઃખ ટળી જશે પણ જે વચન બોલ્યા કે એ તે એ દાવનો હતો એ જે કર્મ બંધાઈ ગયું છે તે જોગવવું પડશે. આ જીભના બે કામ છે, ખાવાનું અને બોલવાનું. આજે બિનજરૂરી બલવાનું અને બિનજરૂરી ખાવાનું એટલું વધી ગયું છે કે તેણે શક્તિઓને નાશ કર્યો છે અને અનેકના જીવનમાં