________________
૭૫૪]
[ શારદા શિરેમણિ આરંભને આદર ન હોય એક રાજાએ ૧૪ લાખનો મોટો બંગલે બનાવ્યો. તે જમાનામાં ૧૪ લાખ એટલે ઘણાં કહેવાય. બંગલે ખૂબ સુંદર નવી ઢબને બનાવ્યો. તેમાં દેશ પરદેશથી લાવેલા ફર્નીચરથી બંગલે બરાબર સજા. બરાબર તૈયાર થઈ ગયો ત્યારે જાહેરાત કરી કે જેને આ બંગલે જે હોય તેને ત્રણ દિવસમાં આવી જવાનું. આખું ગામ જેવા ઉપડ્યું. એમાં તે પૂછવું જ શું? ન ગયા એક નગરશેઠ. બધાએ મહેલ જોઈને ખૂબ પ્રશંસા કરી. શેઠ ન ગયા એટલે ઈર્ષાળુ માણસોએ રાજાને ચઢાવ્યા. મહારાજા ! આખું ગામ જેવા આવી ગયું પણ એક નગરશેઠ નથી આવ્યા. નગરશેઠ તે જૈન ધર્મના ચુસ્ત અનુયાયી છે. રાજાએ શેઠને બોલાવવા પાલખી મેકલી. શેઠ કહે હું ત્યાં આવતો હતો. શેઠ તે પાલખીમાં બેસીને રાજાના મહેલે આવ્યા. રાજા અને શેઠ બંને સાથે મહેલમાં ગયા. રાજા શેઠને બધું બતાવે છે કે આ ફનીચર પરદેશનું છે. આ વસ્તુ આ દેશની છે. આ વસ્તુ ફલાણા દેશની છે. રાજા બેલ બોલ કરે છે. શેઠ બધું મૂંગા મોઢે સાંભળે છે. એક અક્ષર પણ બોલતા નથી.
રાજા મનમાં વિચાર કરે છે કે હું આટલું બોલું છું પણ શેઠ તે કાંઈ બોલતા નથી. પ્રશંસા પણ કરતા નથી. આજના જે તે રાજાને સારા થવા માટે હેય એના કરતા સવાયી પ્રશંસા કરે. બીજાને સારા થવા જતાં સારાપણું સેંસરું નીકળી જશે. શેઠ તે કાંઈ બોલ્યા નહિ ત્યારે છેવટે રાજાએ સામેથી પૂછયું-શેઠતમને આ બંગલે કેવો લાગ્યો ? શેઠ કહે, તમે રાજા મહારાજા ! તમારી કોઈ વાત થાય ? તમારે વાદ કઈ કરી શકે નહિ. શેઠે સારું છે એમ ન કહ્યું પણ પાપ બંધાય નહિ એવી વિવેકપૂર્વક ભાષા બેલ્યા. જે રાજાને સારા થવા પ્રશંસા કરી હોત તો અનર્થદંડ લાગી જાત.
કેઈ સગાસંબંધીમાં લગ્ન હેય તેને કહો- ભાઈતમારી દીકરી પરણે છે. ગામમાં તમારું ઘર મોખરે કહેવાય, તમારે તે ખૂબ ધામધૂમથી લગ્ન કરવા જોઈએ. ઝાડના પાંદડે પાંદડે લાઈટો મૂકવી જોઈએ. મંડપ તે રોશનીથી ઝળહળી ઉઠ જોઈએ. સાત જાતની મીઠાઈ બનાવવી જોઈએ. આ રીતે કહીને ખૂબ પાણી ચઢાવે અને કર્યા પછી પણ તેની ખૂબ પ્રશંસા કરે. શું તમારી રોશની ! શું તમારું જમણ ! આ કેટલા પાપના પોટલા ભેગા થઈ ગયા ! કેટલા અગ્નિકાય, વાઉકાય આદિ છએ કાય ઇવેની કેટલી હિંસા થઈ? આવી સલાહ આપવાથી આત્મા કર્મથી ભારે થાય છે, માટે હું તે આપને કહું છું કે ડાહ્યા થઈને કયાંય કેઈને આવી શિખામણ દેવા જશે નહિ. પાપ બંધાય તેવા ઉપદેશ આપશે નહિ.
આનંદ શ્રાવકે ભગવાનને કહ્યું- હે પ્રભુ! મારી જાત માટે કે કુટુંબ માટે જે કરવું પડે તે કરીશ. તેમાં પણ ખૂબ ઉપગ રાખીશ. મારા વચનને તો હું ખૂબ કંટ્રોલમાં રાખીશ. મન-વચન-કાયા ત્રણેથી અનર્થદંડ લાગે એવું કાર્ય કરીશ નહિ. જો તમને પાપને ભય લાગ્યું હોય, પાપને ખટકારો થયો હોય તે વ્રત પચ્ચકખાણમાં આવે. વ્રત આદરે તો પાપથી અટકશે. આઠ વ્રત પૂરા થયા હવે નવમા વ્રતમાં શું વાત આવશે તેના ભાવ અવસરે.