________________
૭૫૬]
[ શારદા શિરેમણિ શંકાનું સમાધાન : પુણ્યસાર કહે- ના. મને એ કઈ ખાસ પરિચય નથી. અમે ગુરૂકુળમાં સાથે ભણતા હતા. એ ત્યાં સંગીત શીખવા આવતી હતી. એ સ્વભાવની જરા તીખી છે, પણ આ તો ઘણું સમયની વાત છે. અત્યારે તો તે મોટી અને સમજુ થઈ છે એટલે શાંત અને સૌમ્ય બની ગઈ છે. પુણ્યસારે પિતાની મૂળ વાત છૂપાવીને કહ્યું- મિત્ર! તારે ગભરાવવાની જરૂર નથી. ગુણસુંદર કહે કે મને તે એમ કે શું હશે ?
ડીવારમાં તે મને હુજારે વિચારો આવી ગયા પણ કંઈ નહિ. કહ્યું એટલે મને શાંતિ છે. હવે મારા લગ્નનું કામકાજ બધું તારે કરવાનું છે. પુણ્યસારે બધી વાત સાંભળી પણ તેમાં તેનું ચિત્ત ન હતું. ઉપરથી મુખ હસતું રાખ્યું હતું પણ અંદરથી તેના આત્મામાં શાંતિ ન હતી. છતાં કહ્યું- તું બેફીકર રહેજે- હું બધું તારું કામ કરીશ, પછી પુણ્યસાર ઘેર ગયે પણ મનમાંથી રત્નસુંદરીના વિચારે જતા ન હતા.
પુયસારનું ચિત્ત ચકડોળે હવે રત્નસુંદરી બીજાની થઈ ગઈ. તેના મનમાં એક જ વિચાર આવતું હતું કે મેં તેને કહ્યું હતું કે હું તને પરણીને જ રહીશ. એ મારા બોલેલા બેલનું શું થશે ? હવે રત્ના મારા માટે તે પરસ્ત્રી બની ગઈ મારા મિત્રના લગ્નમાં જઈશ તો એ મને ઓળખી જશે. અને તે એમ જ થાય છે કે લગ્નમાં જવું જ નહિ. ચિત્ત ચકડોળે ચડ્યું છે. અરેરે હે દેવ! તે આ શું કર્યું? તે મને વચન આપ્યું હતું અને અત્યારે મારી કેવી કુર મજાક કરી ? વળી તે રત્નાને પરણાવી તે ભલે પરણાવી, પણ તેને મારા મિત્ર ગુણસુંદર સાથે શા માટે પરણાવી ? મારે મિત્રની સાથે તેના લગ્નમાં તો જવું પડશે. હું મારી નજરે તેને બીજાને પરણતા કેવી રીતે જોઈ શકું ? તે શું હું આ લગ્ન સમયે બહાર ચાલ્યા જાઉં? ઘડીકમાં આમ વિચાર થાય છે, વળી પાછું તેનું મન કહે કે તારે બહાર ચાલ્યા જવું એ તને ન શોભે. તે તેના મિત્રને વચન આપ્યું છે. જો હું ગામ છોડીને બહાર જઈશ તે પણ લગ્ન તે થવાના છે. તેના લગ્ન કાંઈ અટકવાના નથી. તેમજ હવે તે ગુણસુંદરની બની એટલે મને તે ખપતી નથી. હવે હું તેને મારી બનાવી શકવાને નથી; પછી ભાગી જવાને શો અર્થ ? તે શું કરું ? શું હું રત્નસુંદરીનું અપહરણ કરીને ઉપાડી જાઉં ? અને બળાત્કારે તેની સાથે લગ્ન કરીને મારું વચન સિદ્ધ કરું? ત્યાં તેના આત્મામાંથી અવાજ આવ્યો. નાના એ તે હવે ગુણસુંદરને અપાઈ ગઈ એટલે મારા માટે પરસ્ત્રી થઈ તેને સ્પર્શ પણ મારે ન કરાય ગમે તેમ તે ય તે શીલવાન હતું. હવે તે માટે તે શું વિચાર કરશે તે અવસરે, ભાદરવા વદ અને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૮૨ ઃ તા. ૩-૧૦-૮૫
અનંતજ્ઞાની ફરમાવે છે કે ભવવનની ભૂલભૂલામણીમાં આત્મા માર્ગ ભૂલી ગયા છે. તે ભૂલભૂલામણીમાંથી બહાર કાઢનાર આ કાળમાં વીતરાગની વાણી અને તેને સમજાવનાર સદ્દગુરૂ ભગવંતે છે. જેમ કે એક માણસ એક શહેરમાંથી બીજા