________________
૭૫૦ |
[ શારદા શિરમણિ સંઘર્ષો પેદા કર્યા છે. બોલવું એ બહાદુરી નથી પણ કઈ જગ્યાએ કયા સમયે કેવા શબ્દો બોલવા એ કળા શીખવી એ જીવનની સાચી બહાદુરી છે, આવી કળા કેઈક વિરલા પાસે હોય છે.
બીજે બોલ પમાયા ચરિયું'. પ્રમાદને વશ થઈને ખરાબ વચને બોલવા, બીજાની નિંદા કરવી, બીજાના દોષ જેવા, અવર્ણવાદ બોલવા એ અનર્થદંડ છે. વચનને સદુપયોગ કરતાં આવડે તે સ્વ-પર અનેકના જીવનમાં સુંદર સમાધિ અને પ્રસન્નતાભર્યું, આનંદમય વાતાવરણ પેદા કરી શકે છે. એવી મીઠી મધુરી ભાષા બોલે કે ગમગીન વાતાવરણ હોય તે તે હસતું બનાવી દે અને જે વાણીને દુરૂપયેગ થાય, બોલતાં ન આવડે તે શાંત, પ્રસન્ન જીવનને પણ સળગાવી મૂકે. કઠોર અને કડવી વાણી કરવતનું કામ કરે છે, કરવતથી લાકડાના બે ભાગ થાય છે. તેમ કર અને કડવી વાણી કરવતનું કામ કરે છે. કરવતથી લાકડાના બે ભાગ થાય છે તેમ કઠોર અને કડવી વાણીથી માનવી માનવી વચ્ચેના સંબંધના પણ બે ભાગ થઈ જાય છે અને સામાના દિલમાં આઘાત લાગે છે.
સત્તાને નશે ભયંકર છેઃ ઈતિહાસમાં ઔરંગઝેબની વાત આવે છે. ઔરંગઝેબે તેના પિતા શાહજહાંને જેલમાં પૂરીને રાજ્ય મેળવ્યું હતું. શાહજહાંને મનમાં એ વિચાર આવ્યા કરતા હતા કે હું કે મેટો રાજા ! કે સત્તાધીશ ! મારી આ દશા ? મારા દીકરાએ મને દગો દીધે? તે મારે દુશમન બન્યું મને આવું દુઃખ આપ્યું ? એમ આધ્યાન કરીને ખૂબ ગૂરે છે. ઔરંગઝેબે ખાવા માટે એક કથુિં આપેલું. તેમાં તેમને ખાવાનું આપે. જોઈ લેજો તમારે આ સંસાર ! સાકર જે મીઠો લાગે છે ને ! દીકરા માટે કર્મ કરે છે પણ યાદ રાખજે એ દીકરા તમારા રહેશે કે નહિ? તેની કયાં ખબર છે ? જે પુણ્યને ઉદય હશે તો સંપત્તિ નહિ હેય છતાં ય દીકરા સેવા કરશે અને પાપને ઉદય હશે તે અઢળક સંપત્તિ હોવા છતાં સેવા કરશે નહિ. ઔરંગઝેબ મેટો સત્તાધીશ હોવા છતાં ખાવા માટે એક થાળી પણ નથી. માટીના કેડિયામાં ખાય છે. તેમના મનમાં ખૂબ દુઃખ થાય છે, ઉદાસ બની જાય છે. એક વાર તેમના હાથમાંથી કેડિયું છટકી ગયું. જેવું પડ્યું તેવું ફૂટી ગયું, મીઠાવાળી રાબ જેમાં ખાવા આપતો હતો તે કેડિયું ફૂટી ગયું. હવે શું કરે? તેમણે ચોકીદારને કહ્યું-તું તારા રાજાને જઈને કહેજે કે તમારા પિતાજીને ખાવા માટે જે કેડિયું આપ્યું હતું તે ફૂટી ગયું છે, તે હવે એક નવું મંગાવીને મને મોકલે.
હાથ તે તૂટી નથી ગયા ને! : સત્તાને નશે બહુ ભયંકર છે. ઔરંગઝેબે ચેકીયાતને કેવા શબ્દો કહ્યા ? તું જઈને ડોસાને કહેજે કે કેડિયું ફૂટી ગયું છે પણ હાથ તે તૂટી ગયા નથી ને? બે હાથને ખોબે બનાવીને લે. હવે તને બીજું કેડિયું મળવાનું નથી. ચેકીયાતે આવીને શાહજહાંને આ શબ્દો કહ્યા ત્યારે તે ચોધાર આંસુએ રડવા લાગ્યા, તેનું હૈયું નંદવાઈ ગયું. બધા અંગમાં સૌથી કમળ, પોચું હદય છે.