________________
શારદા શિરેમણિ ]
[ ૭૪૭
ચેરની બુદ્ધિની પરીક્ષા કરતા રાજા : રૂપ ચેર પાછો આવ્યો. વિક્રમ રાજા કહે, ભાઈ ! પ્રધાન અને શેઠના બંગલેથી પાછા આવ્યા. હવે તે આપણે વિક્રમ રાજાના મહેલમાં ચેરી કરીએ. એ મોટા રામરાજને ઝંડો લઈને ફરે છે. એને ય ખબર પડે કે એમના રાજ્યમાં કેટલું અંધેર છે? તેમના મહેલમાંથી ગમે તેટલું લૂંટીએ તો એમને શું ખૂટવાનું છે? ચેર કહે, તમારી વાત મને બહુ ગમી. બહાર લકે તે એમ જ બોલે છે કે વિક્રમના રાજ્યમાં ચોરી કરવી એ તે ઘણું અઘરું કામ છે પણ અહીં તે સાવ જુદું લાગે છે. મને તે લાગે છે કે નધણિયાતું રાજ્ય હોય તે રાજા વિક્રમનું છે. રાજા કહે-સાચી વાત. રાજાના મહેલમાં આપણે બંને સાથે જઈએ. બંને સાથે રાજાના મહેલમાં ગયા. રાજા વિક્રમનો બંગલે એટલે પૂછવું શું? સાત માળનો આલેશાન ભવન. મહેલ મેટો પણ એકે ય ચેકીદાર નહિ. એકેક માળ ચઢતા સાતમે માળે પહોંચ્યા. ત્યાં તો જાણે સ્વર્ગ ખડું થયું ન હોય ! સેનાના પાયાવાળા પલંગ ઉપર વિક્રમ રાજાના રાણુ આરામથી ઘસઘસાટ ઊંઘે છે. વિક્રમ કહે, અહીં શું ચેરી કરીશું ? ચેરની બુદ્ધિની પરીક્ષા કરવા માટે કહ્યું – જે રાણજી સૂતા છે, ચેરીને બરાબર લાગ છે. પલંગના ચાર પાયા સોનાના છે તે કાઢી લઈએ પણ રાણી જાગે નહિ ને નીચે પડે નહિ. એ રીતે તું પાયા કાઢે તે હું માનું કે તું સાચે ચેર છે. રૂપ કહે, એમાં શી મોટી વાત ? એ તે મારે મન એક રમત છે.
ચેરની ચતુરાઈ ઃ ચોરે આજુબાજુ નજર કરી તે એક બાજુ ગાદલાને ઢગલે પડે હતે. ચારે તેમાંથી એકેક ગાદલા લઈ પલંગ નીચે ગઠવવા માંડ્યા. તે ગાદલા એવી રીતે ગોઠવ્યા કે બરાબર પલંગની પાટીને અડી ગયા. રાજા તે બાજુમાં ઊભા રહીને જોયા કરે છે કે ચોર શું કરે છે ? ત્યાં તો ઘેરે ચપ્પાથી ચારે બાજુની પાટીને સાચવીને કાપી નાંખી. પાટી કપાઈ ગઈ તેવા રાણજી ગાદલા પર આવી ગયા. રાણીને કાંઈ તકલીફ પડી નહિ. તે તે ઊંઘતા રહ્યા, પછી ચારે પલંગના સોનાના ચાર પાયા કાઢી લીધા. રાજાના મનમાં થયું કે આ ચેર છે પણ કેટલે ચતુર અને હોંશિયાર છે ! રાણીને ઈજા થઈ નહિ અને વસ્તુ મળી ગઈ. રાજા કહે ભાઈ ! તારે હજુ વધારે લેવું હોય તે લઈ લે. અહીં કેઈ તૂટો નથી. ચેર કહે, મારે પ્રતિજ્ઞા છે કે મહિનામાં એક વારથી વધુ વાર ચોરી કરવી નહિ. આ ચાર પાયા તે બહુ થઈ ગયા. હવે આપણે અહીંથી રવાના થઈ એ.
પક્ષીએ રાજાની કરાવેલી ઓળખાણ : રાજા અને ચાર બંને મહેલમાંથી ઉતરી ગયા. ગામ બહાર જઈ એક ઝાડ નીચે બેઠા. ચાર કહે–ચાલે, હવે આપણે ભાગ પાડી લઈએ. બે પાયા તમારા ને બે મારા. ચોર છે છતાં નીતિ કેટલી છે ! વિક્રમ કહે ભાઈ ! હું તે એક બાજુ ઊભે રહ્યો હતે. મહેનત તે કરી છે માટે ત્રણ તારા ને એક મારે. તમને મળે તે શું કરો ? ( શ્રોતા : અરે ! ચારે ચાર લઈ લઈએ.)