________________
૭૩૪ ]
[ શારદા શિરેમણિ એને ભેગા થઈને બેઠા. કોઈની નિંદા કરી, અવર્ણવાદ બોલ્યા અથવા તે જ્યાં સાસુવહું પ્રેમથી રહેતા હોય ત્યાં તડ પડાવવાના કામ કર્યા. આ વાતમાં તમને કંઈ મળવાનું નથી છતાં વગર કારણે આવા પાપ કરીને જીવ અનર્થદંડે દંડાય છે અને પાપના પુંજ એકઠા કરે છે માટે સમજે અને પાપથી અટકે. આજે જરૂરી પાપો કરતાં બિનજરૂરી પાપો વધુ થઈ રહ્યા છે. જરૂરી પાપ કરતાં બિનજરૂરી પાપનું લીસ્ટ મોટું થશે અનર્થદંડના જ્ઞાની ભગવતે ચાર ભેદ બતાવ્યા છે : (૧) અવજઝાણું ચરિયું : માઠું ધ્યાન ધરવું કે માઠી ચિંતવણું કરવી. ધ્યાન ચાર છે. આર્તધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન અને શુકલધ્યાન. આ ચાર ધ્યાનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાન ખરાબ છે. ધર્મધ્યાન અને શુકલધ્યાન સારા છે. જગતના જીવમાં મોટા ભાગે આર્તધ્યાન અને રૌદ્રધ્યાન વધારે હોય છે. એ બે ધ્યાન નરક અને તિર્યંચ ગતિમાં લઈ જાય છે. ધર્મધ્યાન દેવકમાં અને શુકલધ્યાન મેક્ષમાં લઈ જાય છે, તેથી પહેલા બે ધ્યાન છેડવા ગ્ય છે અને પાછળના બે ધ્યાન આદરવા ગ્ય છે. આ ચારે ધ્યાન જાણવા તે જોઈએ. જે જાણશો તે છેડવા ગ્ય છોડી શકશો અને આદરવા ગ્ય આદરી શકશો. એક સાથે ચાર ધ્યાન કેઈને હેય નહિ. પ્રથમના ત્રણ ગુણસ્થાને આ ધ્યાન અને રૌદ્રધ્યાન. ચેથા પાંચમા ગુણસ્થાનકે ત્રણ ધ્યાન આર્ત, રૌદ્ર અને ધર્મધ્યાન. છઠ્ઠા ગુણસ્થાનકે આત અને ધર્મધ્યાન, સાતમા ગુણસ્થાનકે એક માત્ર ધર્મધ્યાન અને આઠમાથી ચૌદમા ગુણસ્થાનક સુધી શુકલધ્યાન. અત્યારે પાંચમા આરામાં કેઈને શુકલધ્યાન હોય નહિ.
ધન, સંપત્તિ, સંતાન, સ્વાથ્ય આદિ ઈષ્ટ વસ્તુઓ ન મળવા પર અને સ્વજનોને આદિ ઈષ્ટને વિયાગ થવાથી જે માનસિક ચિંતા થાય તે આર્તધ્યાન. મનગમતા પદાર્થોના સંયોગોમાં અને અનિષ્ટના વિયોગમાં રાજી થવું અને ઈષ્ટના વિયોગમાં તથા અનિષ્ટના સંગમાં દુખી થવું એ આર્તધ્યાન છે. સંપત્તિ તથા શરીરની સુરક્ષા ખાતર બીજાને ખતમ કરી દેવાના વિચાર એ રૌદ્રધ્યાન છે. આત્મા જે આધ્યાન અને રૌદ્રધ્યાનના સ્વરૂપને સમજે તે જરૂર એ પાપથી પાછો વળે. મહાન પુરૂને આર્તધ્યાન, રૌદ્રધ્યાન થાય તેવા પ્રસંગો તેમની સામે ઊભા થયા છતાં એ ધીરે પુરૂષોએ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને ધર્મધ્યાન અને શુકલધ્યાનમાં ફેરવી દીધું. અશુભ દયાનને શુભમાં પલટાવી નાંખ્યું. એ કેવી રીતે કરી શકયા હશે? તેમણે એવી કઈ કળા અજમાવી હશે ? આ વાત ખૂબ વિચારવા જેવી છે.
દદી ડોકટરને દુશમન માને કે દસ્ત માને? સમજી લે કે કઈ માણસને ભયંકર બિમારી આવી, નાના ગામમાં નિદાન ન થયું તે તેને મુંબઈ, કલકત્તા જેવા મોટા શહેરમાં લઈ ગયા. અરે, જે સુખી પાટી હેય તે અમેરિકા પણ લઈ જાય. ડોકટરે તપાસીને કહ્યું કે ઓપરેશન કરવું પડશે, પેટ ચીરવું પડશે. પૈસા આપવાના, સામા પગલે જવાનું છતાં મનમાં આનંદ શા માટે ? રોગને ભય દૂર થશે. ડોકટર તે દર્દીને ટેબલ પર લે, સામે ઓપરેશનના હથિયારે જુએ છતાં દર્દીને ભય લાગે ખરે?