________________
શારદા શિરેમણિ ]
[ ૭૪૧ ચવા સુદમ, અમારા મતા િચ " જે તારે માફી જોઈતી હોય તે તારા જીવનની તસ્વીર બદલી નાંખ. તારું જીવન જે હિંસામય છે તેને તું અહિંસામય બનાવી દે. પાપથી ખરડાયેલા તારા કાળા જીવનને તું પુનિત અને સ્વચ્છ બનાવી દે, તે તારા જીવનની તસ્વીર કેઈ જુદી જ પલટાઈ જશે. ખરેખર મુનિના એક વચને રાજાના જીવનની તસ્વીર બદલાઈ ગઈ. હિંસક મટી અહિંસક બન્યા. ભગી મટી યેગી બન્યા ને ખૂનીમાંથી મુનિ બન્યા.
અર્જુન માળી, પરદેશી રાજા બધાએ એક વાર ભગવંતન અને ગુરૂદેવને સંગ થતાં પાપના ડાઘાવાળી તસ્વીરને બદલાવી નાંખી. તેમણે દેશનું દમન કર્યું, દુર્ગુણોનું દફન કર્યું અને સદ્દગુણે જીવનમાં કેળવીને એવી તસ્વીર બદલી નાંખી કે જે તસ્વીરને જતાં બીજાના જીવનની તસ્વીર પણ બદલાઈ જાય. કયાં ચંડકૌશિકની પાપથી ખરડાયેલી તસ્વીર અને કયાં પ્રભુ મહાવીરના સંગથી બદલાયેલી પવિત્ર નિર્મળ તસવીર ! આ માનવ જીવનમાં જે કષાયોનું શમન, વિષયેનું વમન ઇન્દ્રિયેનું દમન અને મેહનું મારણું કરીશું તે જીવનની તસ્વીર એવી બદલાઈ જશે કે પછી ફરી ફરીને આ દેહની તસ્વીરો બદલવાની બંધ થઈ જશે, માટે આ માનવદેહની જે તસવીર મળી છે એનો સદુપયોગ એ કરો કે જીવનની તસ્વીર બદલાઈ જાય. જે કલાકારના હાથમાં પથ્થર જાય તે એની તસવીર બદલાઈ જાય તો આપણી જીવનનૈયા જે ગુરૂદેવના ચરણમાં અર્પણ કરી દઈએ તે શું જીવનની તસ્વીર બદલાયા વિના રહે ખરી ?
પ્રભુ મહાવીર સ્વામીનો ભેટો થતાં, તેમની વાણી સાંભળતા જેણે જીવનની તસવીર બદલી એવા આનંદ શ્રાવકે સાત વ્રતે ગ્રહણ કર્યા. હવે આઠમું વ્રત અંગીકાર કરી રહ્યા છે. આઠમું વ્રત અનર્થદંડનું છે. તેના ચાર બેલ છે. પહેલ બેલ છે
અવજઝાણું ચરિય' એટલે માઠું ધ્યાન કે માઠી ચિંતવણુ કરવી. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને શાસ્ત્રકારો અનર્થદંડ કહે છે. જે આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના બદલે ધર્મધ્યાન આવી જાય તે તે અવબામાંથી સવળું જોશે. પછી તેના જીવનની તસ્વીર બદલાઈ જશે.
એક માણસ ખૂબ બીડી પીતો હતો. એક વાર સંતે તેને પૂછ્યું-ભાઈ! તું રોજની કેટલી બીડી પીવે છે ? ગુરૂદેવ ! હું બહુ નથી પીતો પણ ૭૦ જેટલી પીવું છું. આટલી તને ઓછી લાગે છે ? ઉપાશ્રયમાં આવે ત્યારે બીડી પીનાર અડધા અડધા કલાકે બહાર જઈ આવે. સંત સમજી જાય કે તે શા માટે ઊઠે છે? સંતો તો તમને નખથી માથા સુધી ઓળખે. સંતે તેને બીડીથી થતા નુકશાને સમજાવ્યા છતાં તે બીડી ન છેડી શકો. સંત તો ચાલ્યા ગયા. ચાર પાંચ મહિને ફરી વાર સંતને તે ગામમાં આવવાનું બન્યું. બીડીને વ્યસની ભાઈ ઉપાશ્રયે આવ્યો. ચાર કલાક થયા છતાં તે ઉઠ નહિ એટલે સંતના મનમાં થયું કે અડધા અડધા કલાકે ઉઠનારે