________________
૭૩૮]
[ શારદા શિરમણિ તો એને જ. જે હું ના પાડું તે આપઘાત કરે. હવે મારે શું કરવું? હું ખુલ્લી થઈ શકતી નથી. મારા મનની વાત કોને કરવી ?
ભીતરને ભેદ અણુખે સારે : રત્નસાર શેઠે સગપણની વાત કરી ત્યારે મેં ઘણી ના પાડી, ઘણું બહાના બતાવ્યા, કેટલીય દલીલ કરી છતાં તે માન્યા નહિ અને શ્રીફળ મૂકીને ચાલ્યા ગયા. મેં શ્રીફળ હાથમાં લીધું નથી. હું તે મૂંઝાઈ ગયે છું; આપ કાંઈ રસ્તો બતાવો. બેટા ! આમાં તે મારી મતિ પણ મુંઝાઈ ગઈ છે. મારી બુદ્ધિ કામ કરતી નથી. હું તને કયા રસ્તે બતાવું? બાપુજી ! જે બની ગયું છે તે કોયડા ઉકેલવા માટે કંઈક રસ્તે તે શોધવું પડશે. તેમનું શ્રીફળ અને સોનામહોર પાછા મેકલી દઈએ. બેટા ! શ્રીફળ પાછું મોકલવું એ ખાનદાનને શોભતું નથી. તે શું કરવું ? તમારા જમાઈને પત્તી પડતું નથી. હું તેની સાથે લગ્ન કરું. પછી એને ખબર પડે કે આ છોકરી છે તો તેને કેટલે આઘાત લાગશે? પછી આ દુનિયામાં મેટું શું બતાવું ! માણેકચંદ કહે, જે શ્રીફળ પાછું મોકલાવીશું તે રત્નસુંદરી અને એના માબાપ બધાને કેટલે આઘાત લાગશે! તે હવે મારે કરવું શું ? બેટા ! તું રત્નસુંદરીને એકાંતમાં બોલાવીને સત્ય વાત પ્રગટ કરી દે. ના. એ વાત તે ખુલ્લી કરવી નથી. જેની શોધ માટે અહીં આવ્યા ચાર મહિના થયા, માત્ર બે મહિના બાકી છે. મારા માથે હજુ તલવાર ખુલી રહી છે માટે ભેદ તે ખુલે કર નથી. મારા અંગત મિત્ર પુણ્યસારને પણ આ વાત કરી નથી તે રત્નસુંદરીને શું વિશ્વાસ રખાય ? તે હવે કરવું શું ?
ગૂંચવણભર્યા કેયડાને ઉકેલ : માણેકચંદ કહેતે હવે આવેલા લગ્નને સ્વીકારી લેવા, પણ રત્નસુંદરીને પછી એ ભેદરેખાની જાણ થાય ત્યારે તે એમ નહિ માને કે મને ગુણસુંદરે દગો દીધે. દીકરી ! તું આજે એ ભેદ ખુલે નહિ કરે તે વહેલું કે મોડે ભેદ તે ખુલે થવાનું છે તે સમયે શું કરીશું ? બાપુજી ! આ ભેદ અત્યારે તે ખુલે ન કરાય. સમય આવશે ત્યારે જોયું જશે. આજે આ ગામમાં બધા મને ગુણસુંદર તરીકે ઓળખે છે. છ મહિનામાં મને મારા પતિ નહિ મળે ત્યાં સુધી આ રીતે રહીશ અને પછી નહિ મળે તે મારી પ્રતિજ્ઞા પ્રમાણે અગ્નિસ્નાન કરીશ. બેટા ! તું આવા અમંગળ, અશુભ શબ્દો કેમ બેલે છે? મને વિશ્વાસ છે. છ મહિનામાં તને તારા પતિ જરૂર મળી જશે, ત્યારે તું તારો ભેદ ખુલે કરજે, પછી આ રત્નસુંદરી તેમને સેંપી દેજે. ત્યાં સુધી તું એનાથી દૂર રહેવા પ્રયત્ન કરજે, અને તારી ગુપ્ત વાતની ખબર પડવા દઈશ નહિ.
કર્મની કિતાબ વિચારતી ગુણસુંદરી : બાપુજી ! તો હવે મારે તેની સાથે લગ્ન કરવા ? તે સિવાય બીજે કઈ રસ્તો દેખાતું નથી. ગુણસુંદરી કહે-ભલે, મારા માથે જે વીતવાનું હશે તે વીતશે. જે થવાનું હશે તે થશે પછી દેખા જાયેગા. કર્મની કિતાબ કઈ જુદી છે. કર્મના કોયડા ઉકેલવા મુશ્કેલ છે. શું કર્મ તારી લીલા છે ! આજે એક સ્ત્રીને સ્ત્રી સાથે પણવાનું થયું છે ! કર્મરાજા નચાવે