________________
શારદા શિરોમણિ ]
[ ૭૩૭ કે આ બીજા કેઈનું શ્રીફળ આવ્યું હશે. શેઠ સમજી શકતા નથી કે ગુણસુંદરને શું થયું છે? ગુણસુંદરને શાંત કરવા તેમણે મજાકમાં કહ્યું કે તો આ શ્રીફળ કેણ આપી ગયું ? ગુણસુંદરનું હૈયું વધુ ભરાઈ ગયું. અત્યાર સુધી તેણે ખૂબ પૈર્યતા રાખી હતી. અનેક યુવાનને જોતી પણ કેઈમાં તેને પતિને અણસાર દેખાતો ન હતે. પુણ્યસારને જોઈને તેના મનમાં થતું કે તેમનું મુખ અને શરીરની આકૃતિ પતિને મળતી આવે છે પણ તે તે જ છે એવું નકકી કરી શકતી ન હતી. પુણ્યસારની સાથે ગાઢ મિત્રી થઈ ગઈ છે તેથી તેની સાથે હરતી ફરતી પણ પિતાના શીલ અને સંસ્કારને સાચવીને પોતાનો વેશ ભજવતી હતી. તેના હૈયામાં તે ઊંડે ઊંડે એ ભાવના હતી કે મારા પતિ મને ક્યારે મળશે ? લગ્નની વાત થતાં તેને પતિની યાદ આવતાં તેનું હૈયું ભરાઈ આવ્યું અને માણેકચંદ શેઠના ખેાળામાં માથું નાંખીને હીબકા ભરીને રડવા લાગી.
ગુણસુંદરે વ્યક્ત કરેલી અંતરવ્યથા : માણેકચંદ શેઠ તો ખૂબ ચિંતામાં પડી ગયા કારણ કે ગુણસુંદરીના પિતાએ તેમને ખૂબ ભલામણ કરી છે. આપ તેનું ખૂબ રક્ષણ કરજે એટલે તેમને તે ખૂબ ચિંતા થઈ. એક તે તેમને ખબર નથી કે આજે ગુણસુંદરને શું થયું છે ? વળી તે પૂછે છે તો જવાબ આપી શકતી નથી અને વધુ રડે છે, તેથી તેમનું હૈયું પણ ભરાઈ ગયું. હું કેવી રીતે તેને શાંત પાડું ? હવે તેને એક વાર રડી લેવા દઉં જેથી તેનું હૈયું હળવું બને. તેને સેડમાં લીધી અને માબાપ દીકરીને વાત્સલ્યથી માથે હાથ ફેરવે તેમ માણેકચંદ શેઠે વહાલભર્યો હાથ ફેરવ્યો. થોડી વાર થઈ પછી ગુણસુંદર શાંત થયું. તેના મનમાં થયું કે જે હું આમ રડયા કરીશ તો માણેકચંદ શેઠ વધુ ચિંતાતુર બનશે એટલે તે સ્વસ્થ બની ગયો. માણેકચંદે પૂછયું- બેટા ! તું આટલી બધી રડે છે શાથી? શું કાંઈ અશુભ બન્યું છે ? બન્યું નથી પણ બનશે એમ લાગે છે. દીકરી ! તારી વાતમાં મને કંઈ સમજ પડતી નથી. આજે તું મને બરાબર જવાબ આપતી નથી. હું તારા અંતરની વેદના સમજુ છું. તને તારા પતિની યાદ સતાવે છે પણ આમ હિંમત હારી જવાથી, રડવાથી શું એ મળી જશે? માટે હિંમત રાખ. બેટા ! આ શ્રીફળ તને કોણ આપી ગયું? અને કેની સાથે લગ્નનું વચન અપાયું છે ? બાપુજી ! આપણી સામે રત્નસાર શેઠ છે. તેમને એકની એક દીકરી રત્નસુંદરી છે. હું જ્યારે દુકાને જવા નીકળે ત્યારે એ મારા પર રેજ ફૂલ નાંખતી. મને શી ખબર કે એ મારામાં આસક્ત બની છે. જે મને પહેલા ખબર પડી હોત તો હું આ ઘર બદલી નાંખત. તેને મારી સાથે લગ્ન કરવા છે. શેઠ કહે પણ તે તો દીકરી છે. તે મારા સિવાય કેઈની સાથે લગ્ન કરવા ઈચ્છતી નથી એટલે આજે સવારે રત્નસાર શેઠ અહીં આવ્યા હતા ને મને આ વળગાડી ગયા છે, મારા વેશપટાએ એને ભારે દગો દીધે. એ તે નકકી કરીને બેઠી છે કે પરણીશ
४७