________________
૭૩
( શારદ્વા શિરમણિ ધન, ઘર, શરીર, દાસ-દાસી, પુત્ર પરિવારને માટે અર્થાત પ્રજનને માટે જે દંડ દેવામાં આવે છે તે અર્થદંડ છે અને પ્રોજન વિના જે દંડ અર્થાત હિંસા કરાય છે તેને અનર્થદંડ કહે છે અર્થદંડ કરતા અનર્થદંડના પાપે વધુ ખતરનાક છે. અર્થે દંડના પાપો એવા છે કે જેના વિના જીવન ચાલે નહિ. મહાપુરૂષોએ પાપના બે પ્રકાર બતાવ્યા છે : (1) કેટલાક પાપો જેની પાછળ પડયા છે. (૨) કેટલાક પાપની પાછળ આપણે પડ્યા છીએ.
ખાવું, પીવું, આજીવિકા ચલાવવી, પહેરવા માટે વસ્ત્રો વસાવવા, રહેવા માટે મકાન આ બધા પાપો એવા છે કે જે તમારી પાછળ પડયા છે. સંસારમાં બેઠેલા છે આ ચીજો વિના પિતાનું જીવન સમાધીપૂર્વક શાંતિથી જીવી શકતા નથી, તેથી શ્રાવકે અર્થદંડ માટે પાપ કરવા પડે છે પણ તેમાં તલ્લીન બનતો નથી. એ પાપ કરવા પડે માટે કરે છે પણ તેના અંતરમાં પશ્ચાતાપ થાય છે. સદાને માટે તેની એ ભાવના હોય છે કે હું આ પાપમાંથી કયારે છૂટું ? ખાવાપીવા, પહેરવા, રહેવા માટે પૈસાની તે જરૂર પડે છે. તે જરૂરિયાત જેટલું ન્યાય નીતિથી મેળવે. આ રીતે જીવન જરૂરિયાતની ચીજો માટે કરવું પડે તે પણ પાપ તો છે પણ તે અર્થદંડ છે. જ્યારે અનર્થદંડમાં મનરંજન, મજશેખ આદિના જે પાપો છે એ પાપોની પાછળ તે માનવી પડે છે. એ પાપ એવા નથી કે જેના વિના તમારું જીવન નભી ન શકે. અનર્થદંડના પાપે તે એવા છે કે જેના વિના જિંદગી સુખેથી ચાલી શકે છે. તેથી એ પાપ કર્યા પછી એ જીવને પશ્ચાતાપ ઓછો થાય છે. જે પાપો કરવા છતાં દિલમાં તેને પસ્તાવો ન હોય તો નાના કે મોટા પાપ ભારે ખતરનાક નીવડે છે. અનર્થદંડમાં માનવી વાદાવાદી, દેખાદેખથી કર્મ બાંધે છે. કેઈને ત્યાં સારું ફનચર જોયું તે કહેશે કે મારે આવું ફનીચર જોઈએ. કેઈની સારી વસ્તુ દેખે એટલે થાય કે મારે, તો આવું જોઈએ. તે વરતુ પ્રત્યે મમતા જાગી એટલે તે મેળવવા માટે અન્યાય, અનીતિ અધર્મ આદિ અનર્થ કરીને લાવવું પડે. જ્ઞાની કહે છે કે અનર્થદંડ બહુ ખરાબ છે. જાણીપીછીને પાપ કરે તેનું પ્રાયશ્ચિત કેવી રીતે થાય ? જાણીને કેઈનું ગળું કાપી નાખ્યું ને પછી કહે કે મને પ્રાયશ્ચિત આપે તે કેવી રીતે અપાય? આજનો માનવી પિતાના ક્ષણિક આનંદ ખાતર કેવા કેવા પાપ કરે છે અને અનર્થાદંડે દંડાય છે. એક ન્યાય આપું.
અનર્થોદડે ન દડાવ : યુરોપમાં સ્ટાલીગ નામના પક્ષીઓ ખૂબ હેય છે. યુરોપના લેક તે પક્ષીઓને લાવીને પાંજરામાં પૂરે અને તેમની બંને આંખો ફાડી નાખે. તે પક્ષીઓને કેવું દુઃખ થાય ? આપણને જેટલું દુઃખ થાય તેટલું તે પક્ષીઓને થાય છે. પક્ષીઓ સંજ્ઞી પંચેન્દ્રિય છે. આચારાંગ સૂત્રમાં તે ભગવાને બતાવ્યું છે કે એકેન્દ્રિય અને કોઈ કાપે, છેદે, જોકે તે તેને પણ માનવ જેટલું દુઃખ થાય છે. જેમ લુલા, લંગડા, બહેરા, અપંગ, આંધળા કેઈ જીવને તલવારથી મારે, છેદે તો તેને