________________
શારદા શિરોમણિ ]
[ ૭૩૩ દુ: ખ જરૂર થાય પણ તે બોલી શકતા નથી તેમ એકેન્દ્રિય જીને પણ એટલું દુખ થાય છે. પણ કેઈની પાસે કહી શકવાની શક્તિ નથી. એકેન્દ્રિય છે. જે આટલું દુઃખ થાય છે તો પંચેન્દ્રિય જીવોને તો દુઃખ થાય એ સ્વાભાવિક છે. જગતમાં એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના દરેક જીવન જીવવું ગમે છે. કેઈને સરવું ગમતું નથી. અથવા, ઉપયનવિદો શીવિકામ સર્ણ વિઇ ચિં |
આ પક્ષીઓ તિર્યંચ પંચેનિદ્રય છે. તેમની આંખે ફેડીને પાંજરામાં પૂરી રાખે ત્યારે એ પક્ષી એ વેદનામાં કારમી ચીચીયારીઓ કરે, કલ્પાંત કરે અને કરૂણ સવરે રડે. એ કરૂણ સ્વર તે લોકેને સાંભળવો બહુ ગમે તે સાંભળવાની તેમને મઝા આવે, આનંદ આવે. આ અવાજ સાંભળવા માટે તેઓ આ પંખીઓની આંખે ફેડી નાંખે છે. પિતાના આનંદ માટે આવા પાપ કરવા તે અનર્થદંડ. આ રીતે કરવામાં તેમને કેઈ સ્વાર્થ સરવાનો નથી. પિતાને ગમતે અવાજ સાંભળવા માટે આ રીતે પાપ કરીને જીવ અનર્થદંડે દંડાય છે. તમે આવા પાપ કરવા જવાના નથી પણ બીજા પાપથી અનર્થદંડે દંડાઈ રહ્યા છે. કંઈક વાર ભાઈ એ રસ્તામાં ચાલતા હોય અને વચ્ચે મેટું વૃક્ષ આવે તે વિના કારણે ફળ-ફૂલ પાંદડાને તોડે છે. આવું કરવામાં તેને કઈ સ્વાર્થ સરે ખરો? વગર કારણે પાપ બાંધે છે. આ અનર્થદંડને સમજવા માટે એક ન્યાય આપે છે.
સાપ અને સાપલિયામાં ભયંકર કોણ? : સાપ છે અને સાપલિયું છે. એ બેમાં વધારે ખરાબ કેણ? દેખાવમાં સાપ મોટો દેખાય એટલે તમે બધા કહેશે કે સાપ ખરાબ પણ સાપ કરતાં સાપલિયું વધારે ખરાબ છે. સાપ દેખાવમાં મેટો દેખાય તેથી જલદી દેખાઈ જાય છે. તે કરડે તે તેનું ઝેર પણ ચઢી જાય છે એટલે તેનાથી બધા ખૂબ સજાગ રહે છે. ખૂબ સાવધાની રાખે છે. તેનાથી સાવધાન રહેવું સહેલું છે જ્યારે સાલિયું કદમાં નાનું અને પાતળું હોય છે. તે જલ્દી દેખાતું નથી. ગૂંચળું વળીને કયાંય પેસી જાય તે ખબર પડતી નથી, તેથી તેનાથી સાવધાન રહી શકાતું નથી તેથી કયારેક સાપથી બચી જનારા સાપલિયાથી મરી જાય છે. જે વાત સાપ અને સાલિયા માટે છે એ વાત અર્થદંડ અને અનર્થદંડ માટે છે. અર્થદંડ એ સાપ છે અને અનર્થદંડ એ સાપોલિયું છે. તમારે જીવન વ્યવહાર ચલાવવા માટે પૈસા મેળવવા પાપ કરવા પડે એ અર્થદંડ છે. ત્યાં તમને થાય કે સંસારમાં રહ્યો છું તો આવા પાપ કરવા પડે છે ને? તે પાપે પાપ રૂપે સમજાય છે. સાપલિયું દેખાતું નથી. તે છૂપાતું છૂપાતું આવે અને ડંખ દઈ દે તેમ અનર્થદંડ એ છૂપો દુશમન છે. દુશ્મન કે શત્રુ છેતે તેનાથી ચેતતા રહીએ પણ જે મિત્ર થઈને દુશ્મન બને એનાથી ચેતતા કેવી રીતે રહી શકીએ? દુશ્મન સાથે પણ વાલેશ્રી દુશ્મન નહિ સારો. સાપોલિયું દેખાતું નથી તેમ અનર્થદંડ પાપ રૂપે દેખાતું નથી. તેથી જીવ ઘેર પાપ બાંધે છે.
અનર્થદંડ તે ખૂબ ખરાબ છે છતાં તેમાં જીવ દંડાયા કરે છે. ચાર ભાઈઓ કે