________________
શારદા શિરમણિ ] કુળ ને કયાં મારું કુળ ! કયાં આપની મેટી હવેલી ને કયાં મારી ઝૂંપડી કયાં અમે મોટા શેઠ ને ક્યાં હું રખડતે વણઝારે ! તમે મારું કુળ-વંશ કાંઈ જતા નથી અને અજાણ્યા પરદેશીને કન્યા આપે છે તે તમારે પસ્તાવાને વખત આવશે. શેઠ કહે મેં બધું બરાબર જોઈ લીધું છે તેની મને કઈ ચિંતા નથી. મારી દીકરી માટે આપના જેવો વર આ નગરમાં કઈ દેખાતો નથી. કુળ-વૈભવ બધી વાત મારા પર છોડી દે. ગમે તેમ થાય પણ આપને મારી વાત સ્વીકારવી પડશે. ગુણસુંદર કહે, એ વાત તો નહિ બને. તો હું અહીં બેઠો છું. જે આપ હા નહિ પાડો તો હું અહીંથી ઉઠવાનો નથી.
ગુણસુંદર ગૂંચવણમાં : ગુણસુંદરને તે મેટી મુંઝવણને પ્રશ્ન આવ્યો. રાત્ય વાત પ્રગટ કરી શકાય તેમ નથી. ગુણસુંદર તો ઊંડા વિચારમાં પડયો. તે રત્નસાર શેઠે સંમતિ માની લીધી અને તેના હાથમાં શ્રીફળ અને સેનામહોર આપવા માંડ્યા પણ ગુણસુંદર તે હાથમાં પકડતો નથી. તે કહે-શેઠ આપ આ વાત છેડી દો પણ રત્નસાર તે કાંઈ સાંભળવા જ ન રહ્યા અને શ્રીફળ ને સોનામહોરો મૂકીને ઊભા થઈ ગયા ને જલ્દીથી દાદરે ઉતરી ગયા. શેઠ તો ચાલ્યા ગયા પણ ગુણસુંદર તે ખૂબ મુંઝાઈ ગયા. હવે કરવું શું ? તે તે હૈયાફાટ રડવા લાગ્યા. ઘરના નોકર માણસો બધા વિચાર કરવા લાગ્યા કે અરે ! આપણા શેઠને શું થઈ ગયું ?
આ બધું બન્યું ત્યારે માણેકચંદ શેઠ બહાર ગયા હતા. તે આવ્યા ત્યારે ગુણસુંદરને ખૂબ ઉદાસ થયેલ જોયો. શેઠે પૂછયું-દીકરા ! તારું મુખ આજે આટલું બધું ઉદાસ કેમ છે ? તને શું થયું છે ? પણ ગુણસુંદર તે એવી ચિંતામાં પડી ગયા છે કે તે કોઈ સાંભળતો નથી. સુનમૂન થઈને બેઠો છે. શેઠે કેટલી વાર બોલાવ્યો છતાં જાણે તેનું તેમાં ધ્યાન જ નથી. શેઠ કહે બેટા ! તું આજે આટલે બધે ચિંતાતુર કેમ છે ? મેં ચાર મહિનામાં તને આટલે બધે ઉદાસ કઈ દિવસ જોયો નથી. આજે આટલું બધું શું છે ? તું બેલતો પણ નથી. દુકાને જવાનો ટાઈમ થયે છતાં ઊભે થતો નથી ને તૈયાર થતું નથી હું સમજું છું કે ચાર ચાર મહિના થયા છતાં આપણે જે કામે આવ્યા છીએ તે કામમાં સફળતા મળી નથી તેથી તારા માથા પર ચિંતાને બે છે. છતાં આટલે બધા ઉદાસ જે નથી. આજે આટલે બધે ગમગીન કેમ છે ? તારા માથે ચિંતા છે તેવી મને પણ ચિંતા છે. માણેકચંદ શેઠ ઘણું ઘણું પૂછે છે છતાં ગુણસુંદર કાંઈ બોલતા નથી, તેથી તેમને પણ ખૂબ ચિંતા થાય છે. હવે ત્યાં શું બનશે તે અવસરે. ભાદરવા સુદ ૧૩ને શનિવાર : વ્યાખ્યાન નં. ૭૯ : તા. ૨૮-૯-૮૫
સ્યાદ્વાદના સર્જક, ભવભવના ભેદક, પરમ પંથના પ્રકાશક એવા કરૂણાસાગર ભગવાન ફરમાવે છે
ધીર કુદુત્તમવિ નો માપ, વગો અને ગોવાં જ આચારાંગ