________________
૭૨૮ |
[ શારદા શિરમણિ આનંદ શ્રાવકને ત્યાં આટલે વૈભવ હોવા છતાં માત્ર એક કેલમ જાતિના ચોખાની છૂટ રાખીને બાકીના બધા પ્રત્યાખ્યાન કર્યા.
(૧૫) સુવિદિ : દાળની મર્યાદા. આનંદ શ્રાવકે વટાણુ, મગ અને અડદની દાળ સિવાય બાકી બધી દાળોના પ્રત્યાખ્યાન કર્યા. સાધુ જીવન કે શ્રાવક જીવન જે નિલેપ રાખવું છે કે જેનાથી ઈદ્રિના ઘોડા ઉત્તેજિત બને એવા ખાનપાનનો ત્યાગ કરે જોઈએ.
(૧૬) ધવદિ ઃ ઘીની મર્યાદા કરી કે મારે કેવું ઘી ખાવું. આનંદ શ્રાવકે ગાયનું ઘી ખાવાની છૂટ રાખી. તે પણ તરતનું તાવેલું તાજું ઘી. તે સિવાયના બીજા ઘીના પચ્ચકખાણ કર્યા. તેમને ત્યાં તો ૪૦ હજાર ગાયે હતી એટલે તેમનું દૂધ મેળવીને દહીં કરે અને તેમાંથી માખણ કાઢી તરતનું તાવેલું તાજુ ઘી મળી શકે. જે માખણ છાશમાં ડૂબેલું રાખે તો તે ખાવામાં પાપ ઓછું લાગે પણ માખણ બહાર કાઢીને રાખી મૂકવાથી બે ઘડી પછી તેમાં અનેક જીવ ઉત્પન્ન થઈ જાય છે. એવું માખણ શ્રાવકથી ખવાય નહિ. તે માખણ અભક્ષ્ય ગણાય છે. આનંદ શ્રાવકે તે તરતનું તાવેલું તાજું ગાયનું ઘી ખાવું. તે સિવાય બાકી બધું ત્યાગ કર્યો. તમે પણ સમજીને મર્યાદામાં આ તે કેટલાય પાપમાંથી બચી શકો. તમે એટલે નિર્ણય કરો કે આ જિનશાસન પામ્યા પછી મારે ડૂબવું તે નથી પણ તરવું છે. પાણીથી ભરેલી ડોલમાં તેલનું ટીપું નાંખવામાં આવે તે તે તરતું રહે છે તેમ તમે પણ સંસારમાં અનાસક્ત ભાવે રહે તે તરી જશે. આનંદ શ્રાવક હજુ કઈ કઈ મર્યાદા કરશે તે વાત અવસરે.
ચરિત્ર : રત્નસાર અને ગુણસુંદર વચ્ચે રત્નસુંદરી માટે વાતચીત થઈ રહી છે. ગુણસુંદર કહેશેઠજી ! આપના જેવા ડાહ્યા, ગંભીર માણસોએ લગ્નના કામમાં ઉતાવળ કરવી ન જોઈએ. આ તે જીવન સાટાના ખેલ છે. તમે મને જે માને છે તેવો હું નથી. આપ જાણીપીછીને આપની દીકરીને કુવામાં ઉતારી રહ્યા છો. ઉજળું એટલું દૂધ નથી. આંધળયા થઈને કામ કરવાથી તેનું પરિણામ સારું ન આવે તે એક કરતાં બે ઘર ભાંગે અને બંનેના જીવન અકાળે કરમાઈ જાય. શેઠ કહે-મારે આ વાત સાંભળવી નથી. તમે ભલે તમારી જાતને નાની માનતા હે પણ હું તે જાણું છું કે ગોપાલપુરના બજારમાં તમારી હાક વાગે છે. તમે બધા વેપારીઓને ઝાંખા પાડી દીધા છે. ગુણસુંદર કહે- જગતમાં જે કુલીન પુરૂષ છે તે માતાપિતાની કે વડીલેની આજ્ઞા વિના આ કામ કરે નહિ.
મુજ પિતરો દૂર રહે, ઈહાં થકી અહો શેઠ,
તેહ તણી અનુજ્ઞા વિના, પરણવું તે ગણું વેઠ. મારા માતાપિતા તે ઘણું દૂર છે. તેમની આજ્ઞા વિના હું લગ્ન કરું તે મેં અવિવેક કર્યો કહેવાય. વળી મારા માતાપિતા પણ મારી જેમ ફરતા રહે છે તે કયાં હોય તે મને ખબર નથી. શેઠ ! હું આપને કહું છું કે તમારી દીકરીને યંગ્ય છોકરા સાથે પરણાવે તે સુખી થશે. તમે મારું કુળ આદિ કાંઈ જાણતા નથી. કયાં તમારું