________________
૭૨૬ ]
[ શારદા શિશમણિ (૧૩) માણવિદિઃ પકવાનની મર્યાદા. આજે દુનિયામાં કેટલી જાતના પકવાન બને છે. પકવાન આરંભ વગર થતા નથી. જ્યાં આરંભ છે ત્યાં પાપ છે. સુબુદ્ધિ પ્રધાન રાજાને ત્યાં જમવા આવ્યા. રાજાએ સારા પકવાન, ફરસાણ વગેરે બનાવડાવ્યું હતું. રાજા અને પ્રધાન જમવા બેઠા. રાજા પ્રધાન સામું જોયા કરે કે હમણાં પ્રધાન પ્રશંસા કરશે કે કેવું સરસ જમણ છે! પણ પ્રધાન કાંઈ બોલતા નથી. છેવટે રાજાએ પૂછ્યું-પ્રધાનજી ! આજે જમણ તમને કેવું લાગ્યું ? પ્રધાન કહે, એમાં શું કહેવાનું હોય ? છકાયને કૂટો થાય ત્યારે એક ટી બને. પ્રધાનને રાજા પાસે સારું થવાનું હતું છતાં ધર્મ પામેલે જીવ કેઈને સારા થવા માટે પણ આરંભિક ક્રિયાની પ્રશંસા ન કરે. પ્રધાન સમજતું હતું કે જે આરંભ સમારંભનું કાર્ય કરે છે તેની પ્રશંસા કરવાથી તે પાપ બંધાવાનું છે. કહેવાને આશય એ છે કે પકવાન, મિષ્ટાન કોઈ પણ ભેજન આરંભ વગર થતા નથી, તે જેટલી મર્યાદા કરીએ એટલી પાપની ક્રિયા અટકે. આનંદ શ્રાવકના ઘેર શું તેટો હતો ? છતાં તેમણે કહ્યું–પ્રભુ ! એક ઘેવર અને બીજા ગળ્યા ખાજા આ બે પકવાનની છૂટ રાખીને બાકીના બધા પકવાનના પ્રત્યાખ્યાન કરું છું.
(૧૪) ગોષિ િઃ ચેખાની મર્યાદા. દુનિયામાં કેટલી જાતના ચેખા આવે છે. કમોદ બાસમતિ આદિ. તે સમયમાં પણ ઘણી જાતના ચોખા થતા હતા. તે બધા
ખામાંથી આનંદ શ્રાવકે માત્ર એક કેલમ નામના ચોખાના ભાતની છૂટ રાખી. તે સિવાય બીજા બધા ચેખાના પ્રત્યાખ્યાન કર્યા. કેટલે કંટ્રોલ કર્યો? રસેન્દ્રિય પર વિજય મેળવ્યું હોય તે આટલી મર્યાદા કરી શકાય. બાકી દુનિયામાં કેટલીય ચીજે એવી છે કે જે ખાતા નથી, ભેગવતા નથી, છતાં તેના પચ્ચકખાણું નથી તે પાપને પ્રવાહ આવ્યા કરે છે. એક અનુભવીએ લખ્યું છે કે માણસ જમવા બેસે છે ત્યારે એવી રીતે જમે છે કે જાણે તેને આખા દિવસમાં ફરી ખાવાનું નથી. માનવી જ્યારે મકાન બનાવે છે ત્યારે એવી રીતે બનાવે છે કે આ દુનિયામાંથી જાણે કે એને કયારે ય જવાનું નથી. જ્ઞાની તે કહે છે કે તારી સામગ્રીએ અહીં રહી જશે ને તું આ દુનિયામાંથી વિદાય લઈને ચાલ્યો જઈશ.
રૂમાલ બદલાય છે, સીટ એની એક એક વાર એક ભાઈ ટ્રેનમાં મુસાફરી કરતા હતા. રસ્તામાં તેમની તબિયતના કારણે જરા ઊઠવું પડ્યું, ત્યારે એ ભાઈને થયું કે હું જઈને આવું એટલી વારમાં કોઈ મારી જગ્યા લઈ લે તે માટે હું જગ્યા પર કંઈક મૂકીને જાઉં. એમ વિચાર કરીને તે ભાઈ એ પિતાને રૂમાલ પિતાની જગ્યા પર પાથરી દીધે, પછી તે તેમના કામે ગયા. પાંચ દશ મિનિટમાં જઈને પાછા આવ્યા, ત્યારે જોયું તે પિતાની જગ્યા પર બીજા ભાઈ બેસી ગયા હતા. તેમને રૂમાલ નીચે પડી ગયું હતું. એ ભાઈને ક્રોધ આવી ગયે. તેણે કહ્યું-ભાઈ! આ જગ્યા પર મેં રૂમાલ પાથર્યો હતે એ તમે જે હતો કે નહિ ? હા, રૂમાલ તે હતે. તે પછી આપ શા માટે બેસી ગયા ? આ સીટ મારી હતી. શું રૂમાલ મૂકવાથી સીટ