________________
શારદા શિરોમણિ ]
[ ૭૦૩ જમવા બોલાવવાનું તેને કહ્યું હતું. બેટા ! તે છોકરો તને પસંદ પડે છે ? તે બેલી નહિ પણ મુખ જરા મલકી ગયું. એટલે માતા સમજી ગઈ કે તે ગુણસુંદરને ચાહે છે. છોકરો ખૂબ બાહોંશ અને હોંશિયાર છે. ભલે, હવે તું આનંદમાં રહે. તારા પિતાજીને વાત કરીશ.
સાંજે રત્નસાર શેઠ જમવા આવ્યા. જમી પરવારીને બેઠા પછી રત્નમંજરી કહે, હવે આપણી દીકરી મોટી થઈ છે. તમારી આંખ ઉઘડે છે ? કાંઈ સમજણ પડે છે ? શેઠ કહે-નગરશેઠના છોકરા પુણ્યસારનું માગું આવ્યું હતું. તેઓ હાલી ચાલીને આપણે ત્યાં આવ્યા હતા ત્યારે છોકરીએ કેવા ઉદ્ધત જવાબ આપ્યા હતા ! એ તે છોકરું કહેવાય કઈ વાર ભૂલ થઈ જાય પણ હવે બીજો નહિ શોધવાને ? શેઠ કહે-તું કહે ત્યાં કરીએ.
રત્નસુંદરીએ નિશ્ચય કર્યો, ગુણસુંદર પરણું સ્વામી,
અવર પુરૂષને પરણવા, કેઈનું ગમે ન નામ હો... આપણું ગામમાં આપની હવેલી સામે જે નવો વેપારી ગુણસુંદર આવ્યો છે તે તમને કેવું લાગે છે? તે દિવસે જમવા તેણે બોલાવ્યો ત્યારથી આપણે સમજી જવાની જરૂર હતી. આપણી દીકરીનું મન એમાં લાગી ગયું છે. ખેર ! હવે આપ તેમની પાસે જઈને આપણી દીકરીનું માંગું મૂકે. ભલે. તો હું કાલે ત્યાં જઈશ. બીજે દિવસે શેઠ તૈયાર થઈ ગુણસુંદરને ત્યાં ગયા. નેકરેએ તેમની આગતાસ્વાગતા કરી, પછી પૂછ્યું, શેઠજી ! કયા કારણસર આપનું આગમન થયું ફરમાવે. મારે ગુણસુંદરકુમારને મળવું છે. અનુચરો ગુણસુંદરને કહેવા ઉપર ગયા કે રત્નસાર શેઠ આપને મળવા આવ્યા છે. આ સમયે ગુણસુંદર સ્વાધ્યાય કરતા હતા. પિતાનો નિત્ય નિયમ કેઈ દિવસ છોડતું ન હતું. તેણે કહ્યું-હું સ્વાધ્યાય કર્યા પછી આવું છું. તેમને બેસાડજે. હવે રત્નસાર અને ગુણસુંદર મળશે ને ત્યાં શું બનશે તે ભાવ અવસરે. ભાદરવા સુદ રવિવાર : વ્યાખ્યાન નં. ૭૬ : તા. ૨૨-૯-૫
અનંતકરૂણાસાગર ત્રિલોકીનાથ ભગવંતે ભવ્ય જીવોને દિવ્ય સંદેશો આપ તસમજાવ્યું કે હે જી ! તમે આ કાયા પર જે માયા રાખીને બેઠા છો તે કાયા કેવી છે? આ કાયાના વાસ્તવિક સ્વરૂપનું ચિંતન કરવામાં આવે તો વૈરાગ્ય આવ્યા વિના રહે નહિ. ભગવંત બેલ્યા છે
___ इमं शरीरं अणिच्चं, असुइ असुइ संभवं ।
સાણયા વાંસમિ, લુણ તાળ માંf I ઉત્ત.અ.૧૯ગા.૧૩ આ શરીર અનિત્ય છે. અશુચિથી ભરેલું છે. તેમાં જીવનું સ્થાન પણ શાશ્વત નથી. આ શરીર દુઃખો અને કલેશનું ભાજન છે.
જ્ઞાની ભગવંત સમજાવે છે કે જે શરીર પ્રત્યે તને ખૂબ રાગ છે. તેને સાચવવા,