________________
૭૦૮]
[શારદા શિરેમણિ કે ત્યારે નિયમિત ઉંઘ લીધી ન હતી, તેથી અત્યારે ઉંઘની ગોળીઓ ખાઈ ખાઈને રાત પસાર કરે છે. આ સ્થિતિ થવાનું કારણ વધુ પડતી દોડધામ. છઠ્ઠા વ્રતમાં ચારે દિશામાં અને ઉંચે નીચે કયાં સુધી જવું તેની મર્યાદા બાંધે છે. ક્ષેત્રની મર્યાદા થતાં વસ્તુઓ અને વ્યક્તિઓ સાથેના સંપર્ક તૂટી જાય છે. પરિચય ઓછો થાય છે. પરિચયસંપર્ક ઓછો થશે એટલા રાગ-દ્વેષ ઓછા થશે. રાગના ક્ષેત્રને ઘટાડયા વિના વૈરાગ્ય પિદા થવું મુશ્કેલ છે માટે જીવનમાં જેટલી જરૂરિયાત ઓછી હશે તેટલી દોડધામ ઓછી થવાની. યાદ રાખજે. જેટલી જરૂરિયાત વધારશે તેટલી અશાંતિ વધવાની છે. આજે મોટા ભાગના છ દુઃખી દેખાય છે તેનું કારણ એ નથી કે તેમની પાસે જરૂરી વસ્તુઓ નથી. તેનું કારણ તો એ છે કે તેઓએ જરૂરિયાત ઘણી વધારી દીધી છે. કહ્યું છે કે “સાધુ સદા સુખીયા કહ્યા દુઃખીયા નહિ લવલેશ.” ઓછામાં ઓછી જરૂરિયાતે તે પિતાનું જીવન પસાર કરે છે. આવશ્યકતા પર તે અટકી ગયા છે અને ઈચ્છાઓ પર પિતાનું આધિપત્ય જમાવી દીધું છે. એટલે સાધુ સદા સુખી છે. જે જીવનમાં શાંતિ અનુભવવી હોય તે જરૂરિયાત ઘટાડો અને સંતેષમાં આવે.
જેના જીવનમાં સંતોષ છે તે દુઃખમાં પણ શાંતિથી રહી શકે છે. બાકી આ પરિહે તે એવો ભરડો દીધો છે કે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે. છઠું દિશા પરિમાણ વ્રત. માનવી ચારે બાજુ દોડધામ પરિગ્રડ માટે કરે છે. મોટા ઝવેરીએ હોંગકૅગ, લંડન, એન્ટવર્ષ આદિ પરદેશ સુધી દેડાદોડ કરે છે. શા માટે? પરિગ્રહ માટે ને?
ભારે પડી? : એક વાર બે મિત્રો ભેગા થયા. એક મિત્ર બીજા મિત્રને કહે છે ભાઈ! આજે ભારે પડી ગઈ. મિત્ર! શું ભારે પડી? રવિવારનો દિવસ હતે અમે આખું ફેમીલી ચપાટી ફરવા ગયા હતા. છોકરાઓ ચોપાટીના કિનારે ઊભા ઊભા દરિયાના પાણી જતા હતા. તેમાં પવન આવતા છોકરાની આંખમાં રેતી પડી. તેની આંખ લાલ થઈ ગઈ. આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. ઘણી મહેનત કરી છતાં એ રેતી નીકળી નહિ; છેવટે તેને દવાખાને લઈ જવો પડયો. ડોકટરે રેતી તે કાઢી પણ ૧૫ રૂપિયાને ચાંદલો કર્યો. ચોપાટીની સહેલ કરવા જતાં ૧૫ રૂપિયાનો ખર્ચ વધુ થયો. ચોપાટીની સહેલ ભારે પડી ગઈ.
બીજે મિત્ર કહે-ભાઈ! તારે તે ૧૫ રૂપિયાનો ચાંદલે થયે પણ તારા કરતાં મને તે વધુ ભારે પડી ગઈ. દિશાની મર્યાદા કરનારે તે હરવા ફરવા જવું નહિ. દિશાની મર્યાદા નથી એટલે મેજશેખ માટે ફરવા જવાનું મન થાય. રજાને દિવસ હોય ને કલાકને ટાઈમ મળે તે સામાયિક કરું એવા ભાવ થાય છે? ચાલુ દિવસે તે સવારથી સાંજ સુધી વેપાર ધંધે ચાલુ. તેમાં કેટલાય લફરા ! સુખે વેપાર કરી શક્તા નથી. સુખે ખાઈ શકતા નથી. ત્રાસ, ત્રાસ ને ત્રાસ, છતાં તમને સંસાર સારે લાગે છે. છોડવાનું મન થતું નથી.