________________
૭૧૬ }
[ શારદા શિશમણિ
કપડાં પહેરતા હશે પણ ભગવાનને ભેટ થતાં બધા મેહ ઉતરી ગયા. માત્ર અલસી કે કપાસના બે જાતના વસ્ત્રની છૂટ રાખી. તે સમયે બહુ બારીક કે પાતળા વસ્ત્રો પહેરતા ને હતા, જાડા પહેરતા હતા તેથી ચાલે વધુ. બે જાતના કપડાથી વધારે રાખવાની બંધી કરી. આ તા આનંદની વાત થઈ. તમે પણ કપડાની જાત નક્કી કરીને મર્યાદા કરી શકે. તેમાં જે જ્યેા રેશમના કપડાં આવે છે તે તે શ્રાવકથી પહેરાય- જ નહિ. હજારો રેશમના કીડાઓને ઉના ખળખળતા પાણીમાં નાખીને મારી નાંખે છે ત્યારે રેશમી કાપડ અને છે માટે પ્ચાર રેશમી કાપડ તે પહેરશે નહિ. આનંદ શ્રાવકના જીવનમાં કેટલે સંતાષ આન્યા ! આટલા વૈભવ હોવા છતાં માત્ર બે જાતના કપડાંની છૂટ રાખી.
(૮) વિસેવળ નિદ્િ: વિલેપનની મર્યાદા. પહેલા મેટ માણસા વિલેપન કરતા હતાં. તા કયા કયા પદાર્થાનું વિલેપન કરવુ અને તે કેટલા પ્રમાણમાં રાખવું તેની મર્યાદા કરતા. આનંદ શ્રાવકે અગર કુમકુમ અને ચંદન સિવાયના બીજા બધા વિલેપનના પ્રત્યાખ્યાન કર્યાં. હજુ આનંદ શ્રાવક આગળ કેટલી વસ્તુઓની મર્યાદા કરશે તેના ભાવ અવસરે.
આજે અમારા પરમ ઉપકારી, ક્ષણેક્ષણ સાધનામાં વીતાવી જીવનની સંપૂર્ણ સફળતાને વરનાર, આત્મજ્ઞાનની ગંગોત્રીમાં સ્નાન કરી પવિત્રતાના પયગામ શીખવનાર, ઉપકારોની અમી વર્ષા વરસાવનાર, રત્નત્રયીના રાહે ચઢાવનાર, એવા પરમ પ્રતાપી ખા. પ્ર. પૂ. ગુરૂદેવ શ્રી રત્નચંદ્રજી મહારાજ સાહેબની ૩૭ મી પુણ્યતીથિના પવિત્ર દિવસ છે. સંતાનુ જીવન સ્વય' ઉપવન છે. ઉપવનમાં ખુશ્બાના ખજાના છે. સુગંધના સાગર છે. સૌન્દ્રય નુ સરોવર છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વર ભગવતના શાસનમાં અનેક મહાપુરૂષો થઈ ગયા. જેના પ્રભાવે જૈનશાસન જયવંતુ વીરહ્યું છે આવા મહાપુરૂષ! જેવું નામ હતું તેવા જ તેએશ્રીમાં ગુણા હતા. એ ગુરૂદેવના જેટલા ગુણા ગાઈએ તેટલા ઓછા છે. આવી વિરલ વિભૂતિએથી જૈનશાસન આજે ચમકી રહ્યું છે. આજે એવી વિરલ વિભૂતિના ગુણાનુવાદ કરી શ્રદ્ધાંજલીના પુષ્પા એ મહાપુરૂષના ચરણમાં બિછાવુ છું.
પૂ. ગુરૂદેવના જન્મ સાબરમતી નદીના કિનારે ખંભાત તાલુકામાં આવેલા ગલીયાણા ગામે થયા હતા. એ ગામમાં મેટા ભાગની વસ્તી ક્ષત્રિયાની છે. આ ગામમાં વસતા પિતા જેતાભાઈ અને રત્નકુક્ષી માતા જયાકુ'વરબેનની કુક્ષીએ સંવત ૧૯૪૨ ના કારતક સુદ ૧૧ ના પવિત્ર દિને પૂ. ગુરૂદેવના જન્મ થયા હતા. જે ભૂમિમાં, જે માતાની કુક્ષીમાં આવા નરરત્ના પાકે છે તે ભૂમિ અને માતા પણ ધન્ય બને છે. “પુત્રના લક્ષણ પારણામાં” એ કહેવત પ્રમાણે બાળકનું તેજસ્વી લલાટ, કપાળની રેખાએ ભવિષ્યની વીરતાની આગાહી આપતા હતા. તેમનું નામ રવાભાઈ હતુ. જેમ નાનકડા રવ જેટલા હીરામાં પણ તેજ ડાય છે તેમ આ નાનકડા રવાભાઈના મુખ ઉપર ક્ષત્રિયના તેજ ઝળકતા હતા. તેમજ એના જ્યારે વલેણું કરે ત્યારે રવૈયા વચ્ચે ફરતા હાય છે તે જેમ દહીં અને પાણી જુદા