________________
૭૧૮ '
[ શારદા શિરેમણિ
કહે છે હવે મારે આ સંસારમાં રહેવું નથી. આ પાપમય સંસારથી છૂટવા મારે જૈન ધર્મની દીક્ષા લેવી છે. તેમના કાકા કાકી કહે આપણે ધર્મ સ્વામીનારાયણને છે. જે તારે દીક્ષા લેવી હોય તે સ્વામીનારાયણ ધર્મનો સાધુ બન. તે માટે ગઢડા જઈને દીક્ષા લે. રવાભાઈને એક લગની હતી કે મારે દીક્ષા લેવી છે. તે ગઢડા ગયા, જઈને તેમના મુખ્ય મહંતને મળ્યા ને પગમાં પડીને કહ્યું-મારે તમારા જેવું થયું છે. રવાભાઈને જોતાં મહંતને લાગ્યું કે આ કરે તેજસ્વી છે એટલે પાસે બેલાવીને પૂછ્યું કે તું કેણ છે ? કયાંથી આવ્યા છે ? શા માટે મહંત બનવું છે ?
સ્વામીનારાયણ પંથના ગુરૂજી, ગઢડા શહેરમાં આવીને રહ્યા, તે પંથના મહંતે એમ જ કહ્યું, તમારે ભાગ લઈને આવે.
મહંતે રવાભાઈને પૂછયું-તમારે ધધ શેને છે ? મિલ્કત કેટલી છે ? રવાભાઈએ પોતાની બધી વાત કરી ત્યારે મહંત કહે છે કે જે તારે અમારા જેવા થવું હેય તો તારા ભાગની જે મિક્ત હોય તે બધી આ ગાદીને સેંપી દે તે તને દીક્ષા આપીશું. હજુ તે માત્ર ઉંમર ૧૩ વર્ષની છે છતાં તેની બુદ્ધિ કેટલી છે ! તેમણે શું વિચાર કર્યો. પેલા મહાસતીજી તે કહેતા હતા કે સાધુથી પૈસાને અડાય નહિ. વાહનમાં બેસાય નહિ અને આ સાધુએ તે પાસે પૈસા રાખે છે. વાહનમાં બેસે છે. જ્યાં પરિગ્રહ છે, પૈસા છે ત્યાં પાપ છે. આ ત્યાગ સાચે ત્યાગ નથી. અહીં આત્માનું કલ્યાણ કેવી રીતે થાય ? તેર વર્ષના બાલુડાનું કેવું આત્મમંથન ! ત્યાં તેમનું મન ઠર્યું નહિ એટલે પાછા આવીને કાકા કાકીને કહે છે મારે સ્વામીનારાયણની દીક્ષા લેવી નથી. મારે તે જૈન ધર્મની દીક્ષા લેવી છે. એમ કહીને વટામણ આવ્યા. મહાસતીજી પાસે જઈને કહે છે મને તમારો ચેલો બનાવે, હવે મારે સંસારમાં રહેવું નથી. સતીજી કહે-ભાઈ! અમે તે સાધ્વીજી છીએ, તમારે અમારી પાસે ન રહેવાય. જે તમારે દીક્ષા લેવી હોય તે અમારા ગુરૂદેવ પૂ. છગનલાલજી મહારાજ સાહેબ ખંભાતમાં બિરાજે છે આપ ત્યાં જાવ. - દઢ વૈરાગી બન્યા સાચા સંચમી : રવાભાઈતે ગુરૂની છત્રછાયામાં પહોંચી ગયા અને વિનયપૂર્વક કહેવા લાગ્યા કે ગુરૂદેવ ! મને આપને ચેલે બનાવે મારે જૈન ધર્મની દીક્ષા લેવી છે. ગુરૂદેવે કહ્યું- તારી ભાવના ખૂબ સર્વોત્તમ છે. તે કયારેક સફળ થશે પણ તે પહેલાં જૈન ધર્મને છેડે અભ્યાસ કર. દીક્ષા લેવી એ નાના બાળકના ખેલ નથી. દીક્ષા એ તે મણના દાંતે લેખંડના ચણા ચાવવા જેટલી અઘરી છે. તે માટે પૂરી તૈયારી જોઈ . ત્યાગ સાથે અર્પણતા પણ જોઈશે. ગુરૂદેવ ! મારી સંપૂર્ણ તૈયારી છે. હવે મને એક ક્ષણ પણ આ પાપના પિંજરામાં પૂરાઈ રહેવું ગમતું નથી. હવે તે આપના ચરણમાં મારી જીવનનૈયા ઝુકાવવી છે. મને દઢ શ્રદ્ધા છે કે આપનું સાનિધ્ય મને સિદ્ધિના સોપાને ચઢાવશે. આપની શીતળ છાયા મને સંસારની માયામાંથી મુક્ત કરાવશે. આપનું શરણુ મને સત્યના રાહે લઈ જશે. આપના ચરણને નિવાસ મને આત્માને પ્રકાશ આપશે. પૂ. ગુરૂદેવ ભાવિના આ છૂપા રત્નને પારખી ગયા કે આ આત્મા