________________
શારદા શિરોમણિ ]
[ ૭૭
પાંચ લાખ કમાઇને આવ્યા એટલે શેઠ રડે છે. લે, આ ગુમાવીને આવ્યા કે કમાણી કરીને આવ્યા ? આ વાત સાંભળીને પેલા ભાઈ હસવા લાગ્યા. આ શેઠ તેા મૂ લાગે છે. દશ લાખ કમાવાના નિણૅય કરીને ગયા તેથી દશ લાખ કમાઈ જવાય એવું ઘેાડુ છે? આ શેઠને રડાવ્યા કોણે ? પરિગ્રહ પ્રત્યેની મૂર્છાએ,
ધનની દોડધામ ભૂલાવે પ્રભુનુ' નામ : પેલા શેઠને મિત્રે પૂછ્યું-તમને ઉંઘ કેમ નથી આવતી ? શેઠે કહ્યુ - છેલ્લા ૫૦ વર્ષીથી મે' દોડધામ કરી છે. મારી પાસે તે કરોડો રૂપિયા થઈ ગયા છે. છેકરાએ બધા મોટા થઈ ગયા છે. તેમણે કહ્યુંખાપુજી ! આપની ઉંમર ૮૦ વષઁની થવા આવી છે. આપ હવે આ બધી દોડધામ છોડી દો. આપ શાંતિથી ભગવાનનું નામ લેા. મારા દીકરાઓએ મને દુકાને જવાની ના પાડી છે તેથી ઘેર બેઠો છું. હવે નિવૃત્તિ લીધી છે પણ ૫૦-૫૦ વર્ષોંથી રૂપિયા એકઠા કરવા માટે કરેલી આ દોડધામે રાતની ઉંઘ અનિયમિત બનાવી દીધી છે તેથી આજે પણ ઉંઘ નથી આવતી. અત્યારે દિવસે નવરા બેઠા હોવાથી દિવસ પણ જતા નથી. કોઈ જાતનું કામ ન હોવાથી મનમાં વિકલ્પોની પરંપરા ચાલુ રહે છે. જેણે આટલી જિંદગીમાં ભગવાનનું નામ લીધું ન હોય તેને ભગવાનનું નામ ગમે ખરું ? કોઇ દિવસ ગુરૂ ભગવંતને જોયા કે સાંભળ્યા નથી તેને નિવૃત્તિકાળ વસમેા જ લાગ ને ? જેને ધનુ સ્વરૂપ સમજાયું છે, જેને ધરૂચ્યા છે, ગમ્યા છે તેને તે થાય કે હાશ ! આમાંથી છૂટયા ા ધમ કરીશ. તે દીકરાના આભાર માને કે સારુ ત દીકરાનું કે તેણે મને પાપના પિંજરામાંથી છેાડાવ્યેા.
આનંદ શ્રાવકને પ્રભુની અમૃતધારા સુણતા જીવનમાં ધર્મ સમજાય તે પાંચ ત લીધા. પરિગ્રહની મર્યાદા કરી. હવે છઠ્ઠું વ્રત દિશા પરિમાણુ. પાંચમાં વ્રતમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, પશુ આદિની મર્યાદા કરાય છે. છઠ્ઠા દિશા પરિમાણ વ્રતમાં ખેતી, વહેપાર આદિ માટે ક્ષેત્રની મર્યાદા કરાય છે. છઠ્ઠા વ્રતમાં શ્રાવક એ નિશ્ચય કરે છે કે ઉપરનીચે તથા ચારે દિશાઓમાં ખેતી ઉદ્યોગને માટે તથા ધંધાને માટે નિશ્ચિત કરેલા ક્ષેત્રથી આગળ જવું નહિ. આ દિશાઓમાં માનવી પરિગ્રહ માટે દોડધામ કરે છે તેથી પાંચમાં વ્રતમાં છઠ્ઠા વ્રતના સમાવેશ કર્યો છે. અહી શાસ્રકારે તે વ્રત જુદું ખતાવ્યું નથી. છઠ્ઠા વ્રતના પાલનમાં લાભ ઘણા છે. આપણને એમ થાય કે આ વ્રતમાં શી વિશેષતા છે ! ૨૫ માઇલ ગયા કે ૨૫૦૦ માઇલ ગયા તેમાં ફેર શું પડયેા ?
જ્ઞાની ભગવંત સમજાવે છે કે આ જગતના તમામ દ્રવ્યેા ક્ષેત્રના આધારે છે. જેમ આવાગમનનુ ક્ષેત્ર વધા૨ે તેમ એ ક્ષેત્રમાં રહેલા દ્રબ્યાના પરિચય વધારે. જેટલા દ્રવ્યેાના, પદાર્થાના પિરચય વધારે તેમ રાગદ્વેષ વધારે થવાના. રાગદ્વેષની પરિણતીને તાડવી હોય તે આવાગમનના ક્ષેત્રને ઘટાડી દેા, શારીરિક સ્વસ્થતા તથા માનસિક પ્રસન્નતા લાવવાની તાકાત આ વ્રતનું પાલન કરવામાં છે. આપણે હમણાં વાત કરી કે શેઠને ઉંધ આવતી ન હતી. શાથી ? તેમણે ધન મેળવવા દેશ પરદેશમાં એટલી દોડધામ કરી હતી