________________
૭૧૦]
[ શારદા શિરેમણિ ક્ષેત્રોનો સંપર્ક તેમણે તોડી નાખે છે. બાહ્ય દુનિયા સાથે સંપર્ક તેડયે છે તે આત્માની દુનિયામાં પ્રવેશ કરી શકયા છે. છ વ્રતના પાલનથી એ લાભ થાય છે કે તે રાગના ક્ષેત્રને મર્યાદિત બનાવી આધ્યાત્મિક જીવન જીવવાની શક્યતા ઊભી કરી આપે છે. આ દુનિયામાં જેટલું વધુ જોશે, જાણશો એટલું વધુ રોવાનું છે. તમે માને કે “જીવ્યા કરતાં જોયું ભલું. ” જેટલું વધુ જોશે એટલા વધુ રહેશે. આત્મ સાધનાના ક્ષેત્રમાં આ સૂત્ર જચી જાય છે તે કલ્યાણ નજીક છે. માની લે કે તમે ૫૦ હજાર રૂપિયાનું જોખમ લઈને દુકાનેથી નીકળ્યા. તમે સીધા બેંકમાં જાવ કે આડા અવળા ફરવા જાવ? આ બાબતમાં તે બહુ કુશળ છે. કેઈ આડાઅવળા ન જાય પણ બેંકમાં જાય કારણ કે આડાઅવળા જવામાં જોખમ, લૂંટાઈ જવાને ભય છે. આ રીતે જેને આત્મગુણોની કમાણી કરવી છે તે આત્મા શું જ્યાં ત્યાં ફરવા જાય ખરે? આ સંસારમાં તે ચારે બાજુ આત્મગુણેને લૂટે એવા નિમિત્તો ઊભા છે. આમાંથી બચવું હોય તે એક ઉપાય છે કે ચારે દિશામાં જવા આવવાની મર્યાદા બાંધી દે.
આનંદ શ્રાવકે સાધનાના માર્ગમાં તેજી લાવવા માટે ભગવાને બતાવેલ માર્ગ જીવનમાં અપનાવ્યું. તેમણે એક પછી એક એમ છ વ્રતે પ્રભુની પાસે ગ્રહણ કર્યા. હવે સાતમું વ્રત ઉવભાગ પરિગ વિરમણ વ્રત છે તેમાં ભગવાન આનંદ શ્રાવકને શું ભાવ સમજાવશે તે ભાવ અવસરે.
ચરિત્ર : રત્નાવતીના કહેણ માટે ગુણસુંદરના મહેલે : રત્નસાર શેઠ રત્નપતીનું કહેણ મૂકવા ગુણસુંદરને ત્યાં આવ્યા છે. ગુણસુંદરના મનમાં વિચાર થાય છે કે શેઠ અત્યારમાં કેમ આવ્યા હશે? તેના મનમાં અનેક સંકલ્પ વિકલપો થવા લાગ્યા. તેણે શેઠને પ્રણામ કરીને કહ્યું કે મારે નિત્ય નિયમ કરવા બેઠો હતો એટલે મને આવતા વાર લાગી. ગુણસુંદરને વિનય-વિવેક જોઈને શેઠના મનમાં વિચાર આવ્યું કે વાહ દીકરી વાહ ! છોકરો તે ખૂબ સરસ પાસ કર્યો છે ! કેટલે હોંશિયાર છે છોકરે ! શું તેને વિનય વિવેક છે ! આવા છોકરાને મેળવીને મારી દીકરીનું જીવન ધન્ય બનશે. મારા ધન્ય ઘડી ધન્ય ભાગ્ય કે મને આ જમાઈ મળશે. ગુણસુંદરે કહ્યું- શેઠજી! આપ મારા લાયક જે સેવા હોય તે ફરમાવે. રત્નસાર શેઠ કહે-મારે આપને એક કામ ઍપવાનું છે. આપ ખુશીથી સે. મારાથી બનશે તો હું જરૂર કરીશ. ગુણસુંદર બુદ્ધિશાળી છે. શેઠ કહે- તમારાથી થાય તેવું છે. અઘરું નથી. આપ મને વચન આપ. ના. હું વચન તે ન આપું. તમારી દષ્ટિએ સહેલું હોય પણ મારી દષ્ટિએ અઘરું હોય તો? શેઠ કહે-આપ મારા ઘેર અવારનવાર આવે છે. આપની સાથે મારે ઘર જે સંબંધ થઈ ગયું છે.
મુજ પુત્રી રત્નસુંદરી, પરણવા ચાહે તુજ, એહ કારણે ઈહાં આવી આશ પૂરો તમે આજ... હે... મારે એકની એક પુત્રી રત્નસુંદરી છે. તે આપની સાથે લગ્ન કરવાની ઈચ્છા