________________
શારદા શિમણિ ]
[ ૭૧૩ તે બનવામાં કેટલી હિંસા થાય છે. જો તમે મર્યાદા ન કરે તો તે બધી ક્રિયા તમને આવે. આનંદ શ્રાવકે ભીના શરીરને લૂછવા માટે એક ગંધકષાય નામના રૂમાલની છૂટ રાખી. બાકીના બીજા બધાના પચ્ચકખાણ કર્યા.
(૨) તાહિ ઃ દાતણની મર્યાદા કરી. દાંત ઘસવા માટે દાતણની મર્યાદા કરી. દુનિયામાં બાવળના, લીમડાના, રાયણના ઘણી જાતના દાતણ આવે છે. વગડામાં અનેક જાતના ઝાડ હોય છે. તમે દિવસમાં એક દાતણ કરતા હોય પણ પચ્ચકખાણ ન હોય તે અનેક જાતના ઝાડના દાતણના પાપ તમને લાગે. તેમાં કેટલા જીવોની હિંસા થાય છે. તમે બાધા લે તે નામ પાડીને લેવાની કે મારે આ જાતનું દાતણ ખપે. તે સિવાયના બીજા કોઈ જાતના દાતણ ન ખપે. અત્યારે તો ઘણું દાતણને બદલે ટૂથપેસ્ટ કે પાવડર ઘસે છે, જે તમે દાતણ ન કરતાં હોય તો સંપૂર્ણ દાતણના પચ્ચક્ખાણ કરે જેથી ક્રિયા આવતી અટકી જાય. પાવડર કે ટુથપેસ્ટ ઘસતા હો તે તેની પણ મર્યાદા તે કરે. જે ઉપગ રાખો તો આ બધા પાપથી જરૂર બચી શકાય છે. આનંદ શ્રાવકે કહ્યું-ભગવાન ! મારે એક જેઠીમધના લાકડાનું એક દાતણું ખપે તે સિવાય બીજી કઈ જાતના દાતણ મારે ન ખપે. જેઠીમધના દાતણ સિવાય બીજા બધા દાતણના હું પ્રત્યાખ્યાન કરું છું.
(રૂ) ૮ વિહિ ઘરમા' : દરેક જાતના ફળની મર્યાદા કરવી. દુનિયામાં કેટલી જાતના ફળો હોય છે. નારંગી, મોસંબી, સંતરા, સફરજન, ચીકુ, આંબળા આદિ અનેક જાતના ફળ હોય છે. આ ફળમાંથી મારે કયા ફળ ખાવા અને તે કેટલા ખાવા તેની મર્યાદા કરવી. આનંદ શ્રાવકે માત્ર એક મીઠા આંબળાની છૂટ રાખીને બાકીના બધા ફળના પ્રત્યાખ્યાન કર્યા. વિચાર કરે આનંદ શ્રાવકને ત્યાં એટલી બધી ખેતીની જમીન હતી કે એક હળથી સે વીઘા ખેડાય એવા ૫૦૦ હળ જેટલી જમીન હતી. તે જમીનમાં ફળ, શાકભાજી અનાજ વગેરે બધું થતું હતું. તેમને શી વાતને તોટો હતો ? પણ ભગવાન મહાવીર સ્વામી પાસે ગયા પછી જીવનમાં એ બધે ત્યાગ કર્યો. રસેન્દ્રિય પર કંટ્રોલ મૂક્યા. આટલા બધા ફળે પોતાને ત્યાં થતા હતા છતાં માત્ર એક મીઠા આંબળાની છૂટ રાખી બાકીના તમામ ફળને ત્યાગ કર્યો. ત્યાગ વગર સાચે માર્ગ નહિ મળે. સંયમ ન લઈ શકે તે શ્રાવક વ્રતમાં આવે. બને તેટલી મર્યાદા કરે પણ આજના જીવની સ્થિતિ એ છે કે છેડવાને બદલે વધુ ને વધુ વળગતા જાય છે. તમારા ઉતારા કયાં થશે ? આ મમતા તમને શાંતિથી નહિ રહેવા દે.
એક વાર ગાડીના ડબ્બામાં ટિકિટ ચેકર ચઢ. બધાની ટિકિટ ચેક કરવા લાગ્યો. તે ડબ્બામાં એક વાણિયે બેઠો હતો. તેની પાસે ટિકિટ માંગી. વાણિયે તે ફાંફા મારવા લાગે અને ગલ્લાતલ્લા કરવા લાગ્યો. ટિકિટચે કર સમજી ગયો કે આ ભાઈ પાસે ટિકિટ નથી લાગતી. ટિકિટ ચેકરે પૂછયું- તમારી પાસે ટિકિટ નથી? છે તો ખરી. તે બતાવતો કેમ નથી? હોય તે બતાવે નહિ? ટિકિટ ન હોય તે દંડના પૈસા ભરી દે. વણિક