________________
શારદા શિરમણિ ]
[ ૭૦૯ બીજે મિત્ર પૂછે છે તને શું ભારે પડી? ભાઈ! તારા ભાભીએ હઠ લીધી કે તમે મને કોઈ દિવસ બહાર ફરવા લઈ જતા નથી. આજે રજા છે. બહાર લઈ જાવ. અમે બંને બહાર ફરવા નીકળ્યા. ચાલતા ચાલતા વચ્ચે ઝવેરી બજાર આવી ગયું. ઝવેરીને ત્યાં શો કેસમાં નવી નવી ડીઝાઈનના સરસ દાગીના લટકાવેલા હતા. એક જુઓ ને બીજા ભૂલે એવા આકર્ષક હતા તારા ભાભી ત્યાં અટકી ગયા. હું આગળ ચાલતો હતો, પાછું વાળીને જોયું તે તે દુકાન પાસે ઊભા હતા. મેં કહ્યું- કેમ પાછળ પડી ગયા? તેણે કહ્યું–તમે પાછા આવે. મેં કહ્યું- તમે જલદી ચાલે, આપણે ઘણું આગળ જવું છે. આગળ જવાની વાત પછી. તમે એક વાર પાછા આવે ને ! દેવીનું કહ્યું દેવને માનવું પડે. તમે તમારી જાતને પૂછજો કે તમારે આવું થતું નથી ને ? તે ભાઈ પાછા આવ્યા. પત્ની કહે-મને આ મંગળસૂત્ર બહુ ગમી ગયું છે. મારે એ લેવું છે. મેં લેવાની ના પાડી. મેં કહ્યું, હમણ વેપારમાં મંદી છે. કામકાજ બરાબર ચાલતું નથી. આવું કિંમતી અને ભારે મંગળસૂત્ર લેવાની આપણી તાકાત નથી માટે હમણાં તું આ વાત છેડી દે. તે કહે ગમે તે હિસાબે મારે મંગળસૂત્ર લેવું એ સાચું.
વેપારીને મંગળસૂત્રને ભાવ પૂછયે. વેપારીએ કહ્યું – ૧૫૦૦ રૂ. આટલું મધું મંગળસૂત્ર આપણે ખરીદવું નથી, પણ માને તે સ્ત્રી શાની? તે કહે-હું તે અહીંથી પગલું ભરવાની નથી. છેવટે મારે ૧૫૦૦ રૂ. આપીને તે મંગળસૂત્ર ખરીદવું પડયું. બેલ મિત્ર ! કેવી ભારે થઈ! બહાર ફરવા નીકળ્યા ત્યારે આ દશા થઇને ! અત્યારે ૧૫૦૦ રૂા. ના મંગળસૂત્રની કાંઈ જરૂરિયાત હતી ? ના. બિનજરૂરિયાતના ૧૫૦૦ રૂા. ખર્ચે કરે પડ. તારા છેકરાની આંખમાં રેતી પડી એ તે ડૉકટર પાસે કઢાવવી પડે. એ તે જરૂરી ખર્ચો કર્યો કહેવાય પણ મારે તે તદ્દન બિનજરૂરી ખર્ચો કરવો પડે. તારે તે ૧૫ રૂા. ખર્ચે થયે પણ મારે તે તારા કરતાં સો ગણું ખર્ચ થયે. બોલ, તારા કરતાં મને કેટલી ભારે પડી ગઈ ! જે દિશાની મર્યાદા હતી ને બહાર ફરવા ગયા તે મંગળસૂત્ર જોયું અને આંખમાં ધૂળ પડી ને ! વગર કારણે આવવા જવાનું ક્ષેત્ર વધાર્યું ને! માટે દિશાની મર્યાદા કરે. વગર કારણે ચારે બાજુ દોડધામ કરવામાં આત્માનું અહિત છે અને ચાલુ જીવનમાં ય અશાંતિ ઊભી કરે છે. ગામડાના ખેડૂતનું જીવન જુઓ અને મોટા શ્રીમંતનું જીવન જુએ. તમને દેખાઈ આવશે કે ખેડૂતના જીવનમાં જે મસ્તી છે તેના લાખમાં ભાગની મસ્તી પણ શ્રીમંતના જીવનમાં નથી, કારણ કે ખેડૂતના જીવનમાં બેટી ઈચ્છાઓ ઊભી થાય તેવા નિમિત્ત બહુ ઓછા છે.
જ્યારે શ્રીમંતના જીવનમાં આવા ઘણાં નિમિત્તો ઊભા થાય છે. આ નિમિત્તો તેને ચારે બાજુ દોડધામ કરાવે છે.
ભગવાનની આજ્ઞામાં વિચરતા સંતે તરફ દૃષ્ટિ કરે. તમે જે ચીજને સુખના અને આનંદના સાધનભૂત માને છે એવી એક પણ ચીજ તેમની પાસે નથી છતાં તમારા કરતાં મસ્તી કેટલી બધી વધારે છે. કારણ કે મનને અશાંત બનાવે એવા સાધનો અને