________________
શારદા શિરોમણિ ]
[ ૭૦૫ નથી. આ કાયાને મોહ આત્માને સંસારમાં ઘણે રખડાવે છે. કેદખાનામાં ભૂખ, તરસ ગંદકી, મજૂરી આદિ દુ:ખે સહન કરવા પડે છે. તેમાંથી કયારે છૂ, અથવા લાગ મળે તે સળિયા તેડીને નાસી જાઉં એમ કેદી ઈચ્છે છે તેવી રીતે આ શરીર એ કેદખાનું છે. તેમાં અશુચિ ભરેલી છે. છતાંય તેમાંથી નાસી છૂટવાને બદલે આ મૂઢ જીવ તેને પૌષ્ટિક પદાર્થો ખવડાવી હષ્ટપુષ્ટ બનાવે છે. તેને જરા પીડા થાય તે ગાંડે ઘેલે થઈ જાય છે. હાયય કરી મૂકે છે પણ વિવેકી આત્માએ શરીર પાસે એવી રીતે કામ લેવું જોઈએ કે ફરીવાર આ કાયાની કેદમાં પૂરાવું ન પડે.
જેમને આ શરીર દ્વારા સાધના કરવાની તાલાવેલી જાગી છે એવા આનંદ શ્રાવકે ૧૨ વ્રતમાંથી પડેલા પાંચ વ્રત ભગવાન પાસે અંગીકાર કર્યા. પાંચમું વ્રત “ એગવિહં તિવિહેણું” એટલે એક કરણ અને ત્રણ વેગથી આદરવાનું છે. આ વ્રતમાં જેટલી મર્યાદા કરી છે તેનાથી અધિક મન, વચન કાયાથી વધારે પરિગ્રહ રાખવે નહિ. આ વ્રત પિતાના પૂરતું છે. પિતા, ભાઈ કે પુત્રો કમાતા હોય તો તેમના પૈસાની સાથે વ્રત આદરનારને કોઈ સંબંધ નથી. તેઓ જે કમાતા હોય તે તેઓનું જુદું છે. પિતાની મર્યાદા સાથે તેને કાંઈ લેવા દેવા નથી માટે આપ વ્રતમાં આવે. માનવીને પિતાની જરૂરિયાત તે બહુ અલ્પ હોય છે પણ મોટા ભાગે બીજાને માટે એ મેળવવા મથે છે. ઘણી વાર એવું બને છે કે બાપ દીકરાને માટે લાખની, કરોડની મૂડી મૂકીને ગયા હોય પણ દીકરાનું પુણ્ય ન હોય તે લાખપતિની દશા રાખપતિ જેવી થઈ જાય છે અને કંઈક વાર એવું બને છે કે બાપ કંઈ મૂકીને ન ગયા હોય પણ એમના દીકરા મોટા શ્રીમંત થઈ જાય છે. પૈસાને સંબંધ પ્રારબ્ધ સાથે છે.
માનવી જ્યારે મર્યાદામાં આવે છે, સંતોષમાં આવે છે ત્યારે તેની તૃષ્ણા પર કાપ મૂકાય છે. સવારથી સાંજ સુધી કમાવાની ધૂન હતી તે ઓછી થઈ જાય. આરંભ: સમારંભ પણ ઓછો થઈ જાય. વ્રતધારી માણસ બીજા પાસે ગમે તેટલી મૂડી હોય તે પણ તેની કઈ દિવસ ઈર્ષા કરશે નહિ કારણ કે તે સમજે છે કે તેના પુણ્યના ઉદયે તેને પૈસો મળે છે તે મારે શા માટે તેમની ઈર્ષા કરવી જોઈએ ? મને મારા પુણ્ય પ્રમાણે જોઈએ તેટલી સંપત્તિ મળી છે. મને સંતોષ છે. હવે મારે વધારે જોઈતી નથી. વ્રતધારી આત્માને ઘણું પાપ આવતા અટકી જાય છે. સંતેષમાં જેટલી શાંતિ છે તેટલી સંગ્રહવૃત્તિમાં અશાંતિ છે.
ધન ભૂલાવે ભૂખ અને ઊંઘ ઃ એક મોટા ધનાઢય શ્રીમંત શેઠ હતા. તેમને રાત્રે ઉંઘ આવતી ન હતી. આખી રાત ડનલોપની ગાદીમાં આળોટયા કરે છતાં ઉંઘ ન આવે. એક વાર તેમને મિત્ર બહારગામથી આવ્યું. તેણે જોયું કે આખી રાત શેઠ Gહ્યા નથી. સવારમાં મિત્રે પૂછ્યું–ભાઈ તમારી પાસે હામ-દામ-ઠામ બધું છે છતાં રાત્રે ઉંધ કેમ નથી આવતી ? શું તમારી તબિયતની અનુકૂળતા નથી? ના એવું નથી.