________________
૭૦૦ ]
[ શારદા શિરેમણિ જરા સત્સંગ કર લે પ્યારે, સત્સંગ જીવનકા સાર હૈ,
બને પાપી પુરૂષ ધર્માત્મા, સત્સંગ કી મહિમા અપાર હૈ. સત્સંગ કરવાથી પાપી ધર્મી બની જાય છે. સુરસેન હવે સર્વ જીવેના અભયદાતા એવા સંયમી બની ગયા. સમ્યમ્ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપની આરાધનામાં મશગૂલ બની ગયા. પોતે કરેલા પાપને ખપાવવા માટે ઉત્કૃષ્ટ તપની આરાધના કરવા લાગ્યા. તપ કરીને કાયા સૂકવી નાંખી. તે ગ્રામાનુગ્રામ વિચરતા એક વાર પિતાના ગામની બહાર પધાર્યા. તે કાઉસગ્ન કરીને ધ્યાનમાં બેઠા છે. આ બાજુ ગામના રાજાના રાણી રનાન કરવા માટે ગયા. તે સમયે રાણીએ તે હાર દાસીને આપ્યું. દાસી હાર લઈને ઊભી છે દાસી હાર ત્યાં મૂકીને કંઈક કામે ગઈ ત્યાં અચાનક સમડી આવી અને તે હાર લઈને જતી રહી. સાધુ ધ્યાનમાં ઊભા હતા ત્યાં જઈ તેની ડોકમાં તે હાર પહેરાવી દીધું.
સંત ઉપર ચઢાવેલી આળ ? રાણી સ્નાન કરીને બહાર આવ્યા તે હાર ન જેયો. મારો હાર કોણ ચરી ગયું હશે ? ચારે બાજુ તપાસ કરાવી, પણ કેઈ ઠેકાણે પત્તો ન પડે. નગરીના ચેરે ને ચૌટે રત્નાવલી હારની વાત ચર્ચાઈ રહી છે. હારની શોધ કરતાં કરતાં એક રાજસેવકે મુનિના ગળામાં રત્નાવલી હાર જે. તેણે આવીને રાજાને કહ્યું કે સાધુની ડોકમાં હાર છે. રાજાએ કહ્યું- સોનું દેખીને સાધુનું મન ચળી ગયું હશે. આપ તેમને અહીં લઈ આવે. સાધુને વેશ પહેરીને ચેરીના કામ કરે છે. સંનિક મુનિને તિરસ્કાર કરતાં કરતાં નગરમાં લાવે છે. રાજા કહે બેલ જોગટા ! તે હાર ચેર્યો છે? સાધુના સફેદ કપડાં પહેરી આવા કાળા કામ કરે છે? સાધુને તલવાર મારવા જાય છે ત્યાં તલવારના બે ટુકડા થઈ ગયા. અહો! આ તે કઈ જાદુગર લાગે છે. મંત્રને જાણ હશે તેથી તલવારના બે ટુકડા થઈ ગયા, પછી લાકડી મારવા જાય છે. તે લાકડીના બે ટુકડા થઈ ગયા. રાજા કહે આ મહાધૂર્ત લાગે છે. ચમત્કારના પ્રયોગોને જાણતે લાગે છે. હવે તેને શૂળીની શિક્ષા આપી દે.
શૂળીએ જતાં સંતને આત્મ સાક્ષાત્કાર મુનિને શૂળીએ ચઢાવવા લઈ જતાં પહેલા રાજા મુનિને પૂછે છે હે જેગટા! તારે રત્નાવલી હારની બાબતમાં કાંઈ કહેવું છે? સાધુ તો કાંઈ બોલતાં નથી. મૌનપણે થાય તે થવા દે છે. તે વિચાર કરે છે કે મેં પાપીએ કેવા અધમ પાપો કર્યા છે ! આ જિંદગીમાં મારા ઉપકારી પિતાને મારી નાંખ્યા. ચંદનને મારી નાંખી. આ પાપ મારા ઉદયમાં આવ્યા છે તે હે આત્મા ! તું સમભાવે સહન કરી લે. આ બધું શરીરને થાય છે. શરીર તે પર છે. શરીર આત્માથી ભિન્ન છે. જે થાય તે પાડેશી બનીને તું જોયા કર. જે કર્મો ઉદયમાં આવ્યા છે તે બધા તું હસતા ભેગવી લે. મુનિ કાંઈ બોલતા નથી એટલે તેમને શૂળીએ ચઢાવવા લઈ જાય છે. તો શૂળી ભાંગીને ભૂકકો થઈ ગઈ. મુનિ તે શુદ્ધ અધ્યવસાયના