________________
૬૯૮ ]
( શારદા શિરમણિ જંગલમાં રખડતા સુરસેને ચંદનઘોને જોઈ તે રત્નાવલી હાર લઈને રમતી હતી. ચંદન છે બીજી કઈ નહિ પણ સુંદરલાલ શેઠને જીવ હતું. સુરસેને ચંદનઘોને જોઈ. મારો બાપ ક્યાંય દાટી આવ્યું હશે તે આ ચંદનઘેએ કાવ્યું હશે. સુરસેન તે આ હાર જોઈ રાજી રાજી થઈ ગયા. તે ધીમે ધીમે તેની પાસેથી હાર લેવા ગયો એવી ચંદન ઘોહાર લઈને ભાગી ગઈ. સુરસેને તેના પર એવો જોરથી પથ્થરને ઘા કર્યો કે “ચંદન ઘે” ત્યાં ને ત્યાં મરી ગઈ. રત્નાવલી હાર સુરસેને લઈ લીધો અને મનમાં મલકાવા લાગ્યું. તેના તે સોળે કેઠે જાણે દીવડા પ્રગટયા ! તેને ક્યાં ખબર છે કે અત્યારે આનંદ મનાવું છું પણ આ કર્મો મારા ભૂકકા ઉડાડી દેશે. રત્નાવલી હાર મળતાં તે ખૂબ આનંદ થયો. અહાહા...શું એના તેજ છે. ! આવી દૈવી વસ્તુ તે મેં કઈ દિવસ જોઈ નથી. હવે મારું દુઃખ સદાને માટે દૂર થઈ જશે. સુરસેને ચંદનઘોને મારીને રત્નાવલી હાર લઈ લીધો. તે સમયે તેનાથી જરા દૂર પણ તેના સામે મુનિ ધ્યાનમાં બેઠા હતા. તે તે પિતાની આત્મ સમાધિમાં મસ્ત હતા પણ સુરસેનના મનમાં થયું કે આ મુનિ મને જોઈ ગયા છે. મારી બધી વાત જાણી ગયા છે. આ મુનિ હારની વાત રાજાને કરશે તે રાજા મારી પાસેથી હાર લઈ લેશે અને ભયંકર શિક્ષા કરશે, માટે આ મુનિનું જ નિકંદન કાઢી નાંખું તો રાજા વાત જાણે નહિ અને હારની જાણ થાય નહિ. ધનની લાલસા કેવા અધમ કૃત્ય કરાવે છે! લાલસાનો લાવારસ ઝરત હોય પછી માનવ શાંતિ કયાંથી મેળવી શકે ? આ લાલસા સાધુની પણ ઘાત કરવા તયાર થઈ. આવા પાપ કરીને સુખ મેળવવા માંગે તે સુખ ક્યાંથી મળે? સુખી થવા જીવો સહુ આશા ધરે છે, આશા ધરીને તૃષ્ણના ચક્કરમાં ફરે છે જેમ વૈભવને લાભ વધતું જાયે, તેમ જીવનમાં લેભની વૃદ્ધિ થાયે,
તેથી દુખની સદા વૃદ્ધિ કરે છે. સુખી થવા. એક હાર માટે બાપને માર્યા, ચંદન ઘોને મારી અને હવે સંતને મારવા તૈયાર થ. આ સંત તો તેમના ધ્યાનમાં હતા. તે તે કેઈના સામું જોતા નથી પણ પિતાના પિટમાં પાપ હોય એટલે બધાને એવા દેખે. જેને કમળો થયો હોય તે બધે પીળું દેખે, તેમ અહીં મુનિને તો આ વાતની ખબર નથી પણ તેના પેટમાં દગો છે. એટલે માન્યું કે મુનિ મને જોઈ ગયા. તે રાજાને કહી દેશે અને મને મારી નંખાવશે. મુનિને મારતા પહેલા સુરસેનને વિચાર આવ્યું કે આ હાર મારી પત્નીને આપી આવું પછી મુનિને મારીશ. સુરસેન ઘેર ગયો. પત્નીને હાર આપી દીધું ને કેવી રીતે મેળવ્યો તે બધી વાત કરી, પછી પાછો આ.
સુરસેન તે મુનિ પાસે જઈને ઉભો રહ્યો. સંત તે જાણે સમતાના સાગર, દયાના સાગર, શાંત રસની મૂર્તિ ! તેમને તે કેઈન પર રાગ નથી અને દ્વેષ નથી. સુરસેને મુનિને કહ્યું–હે દંભી જેગટા ! ખોટા ઢગ કરી દુનિયાને ખોટું સમજાવનાર તમને