________________
૬૭૬ ]
[ શારદા શિરમણિ ચડચડ ચામડી ઉતારે છે ત્યારે તેમણે કેવી ખતવણું કરી ? ચડચડ ચામડી ઉતરે ત્યારે કેટલી ભયંકર વેદના થાય છતાં શું કહે છે તે આત્મા ! તું જ કર. મેજ કર. તું આત્માની મજા માણી લે. બંધુઓ! ચડચડ ચામડી ઉતરે ત્યાં મોજ માણવાની હોય? છતાં કેવા સુંદર વિચાર કર્યા! મને કેવા સરસ સાથીદારે મળ્યા ! હું કે ભાગ્યવાન! બે ઘડીના કણમાં મોક્ષ મળવાનો છે ! તે તું તે કષ્ટ સહન કરી લે. તું કારેલામાં ગમે ત્યારે છીણીથી છણાય. નરકગતિમાં ગમે ત્યારે જધન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમ સુધી કેટલીય વાર છેદા, ભેદ, પરમાધામીએ કેટલા દુઃખ દીધા છતાં તારો મોક્ષ ન થયો. અહીં તે તને કેવા સરસ સાથીદારે મળ્યા છે કે તને જલ્દી મોક્ષમાં જવામાં સહાયક બન્યા છે. આ સાથીદારે મળ્યા તે તારા કર્મો કેટલાય વર્ષો સુધી શુદ્ધ ચારિત્ર પાળત ને ખપત. તે કર્મો આજે બે ઘડીમાં ખપી જશે. આ સાથીદારોનો તે કેટલે ઉપકાર માનું! કેવી સરસ ખતવણી કરી !
આપણી વાત એ છે કે જેને પુણ્ય પર વિશ્વાસ નથી તે સંગ્રહ કર્યા કરે છે. પરિણામે તેની તૃષ્ણા વધતી જાય છે માટે સમજીને મર્યાદામાં આવે. જે ત્યાગે છે તેને મળે છે. આજે તમે સંતને આદરમાન આટલું બધું કેમ આપે છે? તે બધું ત્યાગીને નીકળ્યા છે. તેમણે નવ કોટીએ પાપના પચ્ચકખાણ કર્યા એટલે પાપને પ્રવાહ આવતો હતો તે સંપૂર્ણ અટકી ગયે. તમારા ઘેર સંત ગૌચરી પધાર્યા તે તમને વહાલામાં વહાલી ચીજ પણ સુઝતી હશે તે ઉત્કૃષ્ટ ભાવે દેશે તેથી તમારા અનંતા કર્મોની નિર્જરા અને જે અતિ ઉત્કૃષ્ટ ભાવ આવે તો તીર્થકર નામ કર્મ પણ બંધાય. જે ત્યાગે છે તેને મળે છે જે માંગે છે તેનાથી તે દૂર ભાગે છે. છ છ ખંડની મહાન સાહ્યબી હોવા છતાં જેઓ ત્યાગ કરીને નીકળી ગયા તે શાશ્વત સુખના ભોક્તા બની ગયા. આપ સંપૂર્ણ ન છોડી શકે તે પરિગ્રહની મર્યાદા કરે. દુનિયામાં કેટલું ધન છે તે બધું તમે મેળવી શકવાના નથી અને ભોગવી શકવાના નથી છતાં જો તમે મર્યાદા નથી કરી તે એ બધા પાપને પ્રવાહ આવ્યા કરવાનું છે પણ આજે આખી દુનિયા પૈસા પાછળ પાગલ બની છે.
દિવાની દુનિયા આખી બની છે આજ પૈસામાં, અમીરો ને ફકીરે સી બન્યા ગુલતાન પૈસામાં, જગતમાં માનવી આજે ધરે છે ધ્યાન પૈસાના,
અરેરેરે આ જમાનામાં પવન વાય બસ પૈસાના. આજે જ્યાં જુઓ ત્યાં પૈસાને પવન વાઈ રહ્યો છે. રાતદિવસ મને ક્યાંથી મળે? કેવી રીતે મળે? આ રીત્ર પૈસાના ધ્યાન થાય છે. આખી દુનિયા પૈસામાં દિવાની બની છે પણ યાદ રાખજો કે અહીંથી જશે ત્યારે કઈ એક કેડી પણ સાથે લઈ જવાનું નથી. અંતે આ શરીરની રાખ થવાની છે. શ્રીમંત હશે કે ગરીબ હશે; બધાની એક સરખી રાખ થવાની છે. શ્રીમંતની રાખમાં સુગંધ નહિ આવે અને ગરીબની રાખમાં