________________
૬૮૨ ]
[ શારદા શિરમણિ માણસને બરાબર દયાનથી નીરખું છું પણ હજુ સુધી કયાંય પતિને અણસાર જોવા મળ્યું નથી. અહીં આવ્યા બે મહિના થઈ ગયા. કે જાણે કયારે એમનું મિલન થશે ? કયારે મારું કાર્ય સફળ થશે ? એમ બોલતાં (૨) આંખમાંથી આંસુની ધાર થઈ. માણેકચંદ ગુણસુંદરને દીકરાની જેમ સાચવતા હતા. દીકરી તું રડ નહિ. હિંમત રાખ. ધેય ધારણ કર. તારું પરાક્રમ જોતાં મને તો થાય છે કે તું દીકરી નથી પણ દીકરો છે. તારી મહેનત જરૂર સફળ થશે. બાપુજી ! આજે સવારથી મારી ડાબી આંખ ફરકે છે. તે તે જરૂર તને તેમના દર્શન થશે. કહ્યું છે કે ડાબી આંખ ફરકે તો પ્રિય માણસના દર્શન થાય, કાર્ય સિદ્ધ થાય. બીજે દિવસે સમય થતાં પુણ્યસાર રથ લઈને ગુણસુંદરને તેડવા આવ્યો. શું આપ મને તેડવા આવ્યા? આપ હવે પધારે. બહાર રથ તૈયાર છે. ગુણસુંદર કહે-હું તો આપની પાસે સાવ નાને કહેવાઉં. કયાં તમે ને કયાં હું! કયાં કુંજર ને કયાં કીડી! કયાં સાગર ને ક્યાં બિન્દુ ! હું તે આપના પગની રજ સમાન છું. આપે મારે ત્યાં આવીને મારું ગૌરવ વધાર્યું છે. પુણ્યસાર ગુણસુંદરની બુદ્ધિ ચાતુર્યથી અંજાઈ ગયો. હવે ગુણસુંદર પુણ્યસારની સાથે પુરંદર શેઠને ત્યાં જમવા જશે ને શું બનશે તેના ભાવ અવસરે. ભાદરવા સુદ ૫ ને ગુરૂવાર : વ્યાખ્યાન નં. ૭૪ : તા. ૧૯-૯-૮૫
અનંત કરૂણાના સાગર, ત્રિલેકીનાથે વીતરાગ ભગવંતે આગમ જ્ઞાનની સરવાણી વહાવતા ફરમાવે છે કે અનંતકાળથી જીવ ચાર ગતિમાં ચક્કર મારી રહ્યો છે, પણ હજુ તે ચક્કરમાંથી બહાર નીકળી શક્યો નથી. તેનું કારણ એ છે કે આત્મા જ્યાં ગયો ત્યાં એણે દેહની રક્ષા કરી છે પણ આત્માની રક્ષા કરી નથી. દરેક જન્મમાં દેહની રક્ષા માટે તનતોડ પ્રયત્ન કર્યા છતાં એ બધા પ્રયત્નો નિષ્ફળ ગયા. કીડીના ભાવમાં ગયો ત્યાં દેહની રક્ષા માટે દર બનાવ્યા. પંખીઓના ભાવમાં ગયે તો ત્યાં એણે દેહની રક્ષા માટે ઝાડ પર માળા બાંધ્યા. અચાનક જોરદાર વંટોળિયા આવ્યું ને માળા જમીનદોસ્ત થઈ ગયા. નરકના ભવમાં જીવ ગયો ત્યાં એણે પોતાની રક્ષા માટે અધમ લેશ્યાઓ કરી. પિતાના બચાવ ખાતર સામાને ખતમ કરી નાંખવાના પ્રયત્નો કર્યા, પણ એ ભય એવો ભયંકર હતો કે ત્યાં જીવ સુરક્ષા કરી શકે એવી કઈ સ્થિતિ ન હતી દેવના ભવમાં પુણ્યોદયે મળેલા દેવતાઈ ને સદા ટકાવી રાખવાના અરમાનો ઘડયા પણ એ બધા અરમાનો ધૂળમાં મળી ગયા. ભલે ત્યાંના વૈભવ શાશ્વત છે પણ ત્યાં જનાર દેવ તો શાશ્વત નથી ને? તેને તે છેડવું પડે છે. તે સંપત્તિ પ્રત્યેની આસક્તિના કારણે જીવ કઈ વાર પૃથ્વી, પાણી, વનસ્પતિમાં પટકાઈ ગયે. છેલે આ માનવ ભવમાં.
આ ભવમાં શરીરની રક્ષા માટે બંગલા બંધાવ્યા. પૈસા, પત્ની, પરિવાર એ બધી વ્યવસ્થા કરી પણ એ બધા દગાર નીકળ્યા. ધન યેનકેન પ્રકારે લુંટાઈ ગયું. બંગલા જમીનદોસ્ત થઈ ગયા. પુત્ર પરિવાર સ્વાથી નીકળે. પત્ની બેવફા નીવડી. દેખાતું