________________
શારદ શિરોમણિ ]
(૬૮૫ આવે તે મેળવવાની ઈચ્છા નહિ થાય. જે આ દષ્ટિ જીવનમાં આવે તો જીવનમાં અઢળક પાપ, અશાંતિ અને ભયંકર સંકલેશે ઓછા થઈ જશે. જે આ દષ્ટિ નહિ હોય તે તમારી પાસે જે વસ્તુ નથી તેને મેળવવાની ઝંખના તીવ્ર બનશે પછી તે મેળવવા પાપ કરવા પડે તે પણ કરવા તૈયાર થશે. પરિણામે આ લેકમાં અઢળક સામગ્રીઓ હોવા છતાં તમે સ્વસ્થતાને અનુભવ નહિ કરી શકે કારણ કે “નથી” એ મેળવવા માટે મન રાત દિવસ વલખા માર્યા કરે છે. એ વિચારે તેને શાંતિ આપી શકતા નથી
મનનો સ્વભાવ એ વિચિત્ર છે કે તેની પાસે જે છે તેના તરફ આકર્ષણ થતું નથી પણ “જે નથી એનું સતત આકર્ષણ રહે છે. કબાટમાં બંને પાસે સે સાડીઓ પડી હોય છતાં જે ભુલેશ્વરમાં ગયા અને નવી ડીઝાઈનની સાડી જઈ તે તેના મનમાં એ વિચારો આવ્યા કરશે કે આવી સાડી મારી પાસે નથી. કબાટમાં આટલી બધી પડી છે તે વિચાર નહિ આવે. તૃષ્ણની આગથી બચવું હોય તે “મારી પાસે આ નથી” એ વિચારધારાને દૂર કરે અને મારી પાસે છે” એ વિચારધારાને જીવનમાં અપનાવી લે. ગરીબ પુણીયા પાસે સામગ્રીઓને અભાવ હતો છતાં એ સુખી હતા અને શ્રીમંત મમ્મણ શેઠ અઢળક સામગ્રીઓ હોવા છતાં સુખી ન હતો. જ્ઞાની કહે છે કે તમારે સુખ જોઈએ છે તે જીવનમાં સંતોષ લાવો. સુખને સંબંધ સામગ્રીઓ સાથે નથી પણ સંતોષ સાથે છે. દુઃખને સંબંધ અભાવ સાથે નહિ પણ અસંતોષ સાથે છે. જેના જીવનમાં સંતેષ છે તેની જીવન જરૂરિયાત તે પૂરી થઈ જવાની છે પણ જેના જીવનમાં અસંતોષ છે તેને ગમે તેટલું સુખ મળે તો પણ સંતોષ નહિ થાય.
कसिणंपि जो इमं लोयं, पडि पुण्णं दलेज्ज एकस्त ।
તેવિ છે સંતુ, ફુ પૂર ગાયા | ઉત્ત.અ ૮-ગાથા૧૬ ધનધાન્યથી ભરેલે આ સંપૂર્ણ લેક જે કઈ એક જ માણસને આપી દેવામાં આવે તે પણ તેને સંતોષ થતો નથી. આ આત્માને તૃપ્ત કરે કઠીન છે કારણ કે તૃષ્ણ આકાશ જેવી અનંત છે. તૃણાવંત માનવી તરી શકતો નથી. સંપત્તિ ગમે તેટલી મળે છતાં જીવનમાં તૃપ્તિ આવી ગઈ છે તે શાંતિ મેળવી શકે છે.
આપણે ગઈ કાલે રમેશ અને સુરેશની વાત કરી હતી. સુરેશને કયાંય સૂકું લાકડું મળ્યું નહિ અને લીલા લાકડા કાપવાની પ્રતિજ્ઞા લીધી છે તેથી સુરેશન અને સુશીલાને ચાર ચાર ઉપવાસ થયા. બાળકે ખાવા માટે રડી રહ્યા છે. સુશીલા ખૂબ ડાહી સમજણી સ્ત્રી છે. તે એમ નથી કહેતી કે તમે આવી બાધા કયાંથી લઈ આવ્યા? સુરેશ કહે સુશીલા ! હવે શું કરીશું ? ભૂખ ખૂબ સતાવી રહી છે. હવે ભૂખ્યા રહેવાતું નથી. કયાંથી લાવવું ? સુશીલા કહે, ખેતરથી ઘેર આવતાં રસ્તામાં એક મંદિર આવે છે. તે મંદિરના બારણુ સૂકા લાકડાના છે. તેને તેડીને વેચી આવે. જે પૈસા આવે તેમાંથી કંઈક લાવીને આપણું પેટ ભરીશું પણ બારણું તેડતા પહેલા આપ મંદિરમાં ભગવાન