________________
શારદ શિરોમણિ ]
[૬૮૯ ફસામણમાં આવી ગયા છે એટલે કબૂલ તો કરવું પડે ને? કબૂલ ન કરે તે કયાં જાય ? બંનેએ કહ્યું તમે કહેશો તે કબૂલ છે. દેવી કહે, પછી બોલેલું ફરાશે નહિ. ના, નહિ ફરીએ. દેવી કહે- મારે સુરેશ લુખા રોટલા ખાય છે અને તમે જલસા કરો છો. તમને ભાન છે ? આજથી નક્કી કરે કે રોજ સવારે ભેંશનું એક શેર ચેખું ઘી તારે સુરેશને ઘેર આપી આવવાનું. બેલ, કબૂલ છે ને ? કડવી કહે-શેર નહિ પણ શેર આપીશ. દેવી કહે-તો હવે સવાશેર. આપ આમ કેમ બોલે છે ? જા, હવે દોઢ શેર. કડવી તો ભડકી. તે સમજી ગઈ કે હવે જે હું દલીલ કરીશ તે વધારે વધતું જશે, માટે જે કહે તે સ્વીકારી લેવામાં મઝા છે. દેવી કહે-આપ તેમને પ્રેમથી આપજે. આપતા મનમાં જરા પણ સંકેચ રાખશો નહિ. નહિતર આથી બૂરી દશા કરીશ. કડવીએ દેવીની વાત માન્ય કરી એટલે દેવીએ તેમને છોડી દીધા, ચાર દિવસથી ચેટી ગયા હતા એટલે પગ સજજડ થઈ ગયા હતા તેથી ચાલીને જવાય તેમ ન હતું. તેઓ ગાડામાં બેસીને ઘેર ગયા. બીજા પર ઈર્ષા કરવા જઈએ તો તેના ફળ મળ્યા વગર રહેતા નથી.
ચમત્કારથી નમસ્કાર : કડવીબાઈ બીજે દિવસે દોઢ શેર ઘીને લોટો ભરીને સુરેશને ઘેર આપવા ગઈ. સુશીલાને કહ્યું – લે, બેટા ! હું આ ઘી લઈને આવી છું. ભાભી ! અમારે ઘીની જરૂર નથી, આપ ઘી પાછું લઈ જાવ. હું પાછું લઈ જવા લાવી નથી. હું રાત્રે સૂતી હતી ત્યારે વિચાર આવ્યો કે હું મટી જેઠાણી ! અમે ઘી
પડેલું ખાઈએ અને મારી દેરાણી, ફૂલ જેવા બાળકો અને મારા દિયર બધા લૂખું ખાય ? શું આ મને શોભે છે ? કયારે સવાર પડે ને હું તેને ઘી આપી આવું! આ વિચારમાં મને આખી રાત ઊંઘ નથી આવી. શું કડવીબાઈ આ બધું સાચું બોલે છે? કેવી બનાવટી વાત કરે છે? સુશીલાએ ઘણી ના પાડી છતાં કડવી તો મૂકીને ગઈ. સુશીલા દોઢ શેર ઘીને શું કરે? તેમણે રોટલા ચેપડીને ખાધા અને બધાને પણ ચેપડીને રોટલા આપ્યા. કડવીબાઈ રેજ દોઢ શેર ઘી આપી જાય. સુશીલા આ રીતે પોતે ખાય અને બધા ગરીબ, દુઃખીઓને ઘી ચોપડીને રોટલા આપે અને બધાના આશીર્વાદ મેળવે. કડવીબાઈ રેજ દેઢ શેર ઘી આપવા આવે પણ પિતાના પેટની મેલી વાત કરતી નથી. સુશીલાના મનમાં વિચાર આવ્યા કરે છે કે મારા દીકરા ભૂખ્યા ટળવળતા હતાં છતાં એક બટકું પણ આપતા ન હતા તેવા મારા જેઠાણું કર્ણના જેવા ઉદાર કેવી રીતે થઈ ગયા ? તેને કયાં ખબર હતી કે આ તે દેવીને ચમત્કાર હતે. દેવીએ તેમને ફસામણમાં લીધા એટલે ઉદાર થયા છે,
આ દષ્ટાંતથી સમજવાનું એ કે સુખ સંપત્તિમાં નથી પણ સંતોષમાં છે. રમેશ પાસે પૈસો ઘણે હતો છતાં તેના જીવનમાં શાંતિ ન હતી. સુરેશ ગરીબ હતો છતાં સંતેષ હવે તે સુખી હતે. સંતેષ છે ત્યાં પરમ સુખ છે જેણે પિતાના જીવનમાં