________________
શારદા શિરેમણિ ]
[૬૯૧ સ્થિતિ તો જુએ, પણ પૈસાની ગરમી શું નથી કરાવતી ? જે તું અત્યારે પૈસા નહિ આપે તે તારા ઘરની આ બધી વસ્તુની હરાજી કરાવી દઈશ. પાસે પૈસો છે જ નહિ તે આપે કયાંથી ? શેઠે તે બાઈની રાહ જોયા વગર ઘરની વસ્તુઓ નકર મારફત બહાર કાઢી લીધી. વાસણ આદિ બધું લઈ લીધું. બાઈ રડતી રડતી કરગરે છે ભાઈ! આપ બધું લઈ લે છે, પછી હું શું કરીશ ? પણ તેની વાત સાંભળે કેણ? ખરેખર આ પૈસાને દૈત્ય નહિ તો કોણ ? પૈસાનું જોર કેટલું ? બધા માણસો શ્રીમંતના ત્રાજવામાં બેસી જાય.
ઘરની બધી વસ્તુઓ લઈ લીધી. એટલેથી પત્યું નહિ, જ્યાં છોકરે બાટલીમાં ગોદડી નાંખીને સૂતો છે ત્યાં આવ્યો. બાઈ તો હેબતાઈ ગઈ. આ મારા છોકરાને શું કરશે ? ત્યાં તો શેઠે છેકરાને બાવડું પકડીને ભેંય પર નાંખી દીધે. એ ખાટલી અને ગોદડી પણ હરાજીમાં મૂકી દીધી. આવા મનુષ્યને માનવ કહેવા કે દાનવ ? પૈસાના લેજે કેવું અધમ કૃત્ય કરાવ્યું ?
પૈસાની કેવી લગન, ગરીબને કરે ખુવાર,
ધનને કરે ઢગલે, એને દિલથી કરે વંદનતન અને ધન આવા માનથી માનવના રૂપમાં હોવા છતાં “મનુષ્ય ફળ મૃrશ્વરનિત' પશુ જેવા છે. આકૃતિ માનવની છે પણ વૃત્તિ રાક્ષસની છે. શેઠે ખાટલી ને ગોદડી પણ લઈ લીધી ત્યારે બાઈ પોક મૂકીને રડવા લાગી. તેના હૈયામાં હાય લાગી ગઈ. હવે મારું શું થશે ? આ દીકરાનું શું થશે ? બધી વસ્તુની હરાજી બોલાવી દીધી. બાઈ તો તમરી ખાઈને ઢળી પડી અને પડી એવા તેના પ્રાણ ઉડી ગયા. જ્ઞાની કહે છે “રે પૈસા તારા પાપે.” શેઠે આવું અધમ પાપ કર્યું. પૈસાના પાપે પ્રાણુ ગયા છતાં મનમાં મલકાય છે ને કહે છે આ લોકો તો બધા આ જ દાવના છે. એક તો પાપ કર્યું ને તેમાં રસ રેડ એટલે નિકાચિત કર્મ બંધાઈ ગયું. આ શેઠને જે પૈસાની મર્યાદા હેત, જીવનમાં સંતોષ હેત તો આવું પાપ કરવા તૈયાર ન થાત માટે મર્યાદામાં આવે. મર્યાદામાં આવવાથી કેટલા પાપ થતાં અટકી જાય છે આનંદ શ્રાવકે જમીનની મર્યાદા કરી કે એક હળથી સો વિઘા જમીન ખેડાય એવા ૫૦૦ હળથી ખેડાય એટલી જમીનની છૂટ રાખી. તેનાથી વધુ મારે ન ક૯પે, હવે આગળ શી વાત ચાલશે તે અવસરે.
ચરિત્ર : પુરંદર શેઠની હવેલીએ ? પુણ્યસાર બે રથ લઈને આવ્યો છે. ગુણકુમારે માણેકચંદ શેઠ સહિત પાંચ મુનિને કહ્યું–આપને બધાને પણ મારી સાથે જમવા આવવાનું છે. બધા તૈયાર થયા. ગુણસુંદર અને પુણ્યસાર બંને એક રથમાં બેઠા અને બીજા રથમાં માણેકચંદ શેઠ આદિ મુનિ મને બેસાડયા. રથ તો રૂમઝુમ કરતો નગરમાં જાય છે. ગુણસુંદર અને પુણ્યસાર રથમાં બેસીને ખૂબ અલકમલકની વાતો કરી રહ્યા છે. કોઈ વાર પુણ્યસારની વાતથી ગુણસુંદર હસી પડતે તો કઈ વાર ગુણસુંદરની