________________
૬૯૪ ]
| [ શારદા શિરેમણિ પેટીઓ આવે. જેને વૈભવ જેવા ખુદ શ્રેણિક મહારાજા તેના ઘેર ગયા. આવી અમીરી મળી છતાં તેમના જીવનમાં સમજાયું કે આ અમીરી મને તારશે નહિ. મારું કલ્યાણ કરાવશે નહિ. આવી અમીરી તે મારે આત્મા દેવલોકમાં ગયા ત્યાં પણ ભોગવી આવ્યો છે. વળી આ અમીરી સદાકાળ ટકવાની નથી. આયુષ્ય હશે ત્યાં સુધી છે. કેઈની પાસે ૫૦ કોડની કે અબજોની મિલકત હોય પણ તે કયાં સુધી ? આયુષ્ય છે ત્યાં સુધી. તે પણ પુણ્ય ઉદય હોય તો ટકે, નહિતર આયુષ્ય બાકી રહે ને એ ચાલી જાય. શાલીભદ્ર વિચાર કર્યો કે આ અમીરી આત્માને અમીર નહિ બનાવે પણ ફકીર બનાવશે તેથી તેણે સ્વેચ્છાપૂર્વક એ અમીરી છોડી દીધી અને ફકીરી લીધી એટલે દીક્ષા લીધી. એ ફકીરીમાં એવા મસ્ત રહ્યા કે એ ફકીરીએ અમીરી અપાવી.
શાલીભદ્રને આત્મા શુદ્ધ સાધુપણું પાળીને કાળ કરીને અનુત્તર વિમાનમાં ગયે. ત્યાં એકાંત સમક્તિ દષ્ટિ છે ત્યાં મિથ્યાદષ્ટિ કે મિશ્રદષ્ટિ નથી. બાર દેવલોક સુધી ત્રણ દષ્ટિ છે. નવ ગ્રેવેયકમાં બે દષ્ટિ સમકિત અને મિથ્યાત્વ અને અનુત્તર વિમાનમાં માત્ર સમતિ દષ્ટિ. અનુત્તર વિમાનમાં કેટલું સુખ ! ત્યાંની અમીરી કેવી? કઈ લુંટવા ન આવે. રેડ પાડવા ન આવે. ત્યાંની સંપત્તિ તો શાશ્વતી. પ્રશ્નચર્ચા વિચારણા કરતાં કેઈ શંકા થાય તે તેમને પૂછવા માટે ભગવાન પાસે જવું ન પડે. વચનથી બોલવું ન પડે, મનથી પ્રશ્ન કરે અને મનથી ભગવાન જવાબ આપે. ત્યાંના સુખનું વર્ણન ન થાય એવું સુખ છે. આવું સુખ મળવા છતાં એમાં સાવ નિર્લેપ રહે. ત્યાંથી આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં જશે. ત્યાં સંસારની અમીરી છોડીને ફકીરી (દીક્ષા) લેશે. દીક્ષા લીધા વિના મોક્ષ ન મળે. ત્યાં ફકીરી લેશે ને એવી જબર સાધના કરશે કે મોક્ષના સુખની શાશ્વત અમીરી મળશે. એ અમીરી એવી આવશે કે પછી ફકીરી કયારે પણ આવવાની નથી. બેલે, હવે તમારે ક્યા સો કરે છે? મોક્ષની અમીરી મેળવવી હોય તે તમારી અમીરી છેડી દે, ધનને છેડો ને ધર્મને જીવનમાં અપનાવે.
તમે કઈ બજારમાં કાપડ ખરીદવા ગયા. વેપારી તમને જાતજાતનું અને ભાતભાતનું કાપડ બતાવે. કાપડમાં મુખ્ય બે તત્ત્વ હોય, કાપડની ભાત અને કાપડનું પિત. વેપારીઓ તમને ખૂબ સુંદર ડીઝાઈનવાળી મનને આકર્ષણ થાય એવી ભાતવાળી સાડી બતાવી. કાપડની શોભા વધારવાનું કામ ભાતનું છે જ્યારે કાપડનું રક્ષણ કરવાનું કામ પોતનું છે. ભાત કરતાં પોત વધુ મહત્ત્વનું અને વધુ ટકાઉ ગણાય છે. તમારી સામે વેપારીઓ ભાતવાળી સાડી રજૂ કરી પણ તેનું પિત સારું નથી અને બીજી સાડી છે તેમાં ડિઝાઈન, ભાત સારી નથી પણ પિત ખૂબ સરસ છે. તમે કઈ પસંદ કરશે ? તમે બધા ભભકાને, ડીઝાઈનને મહે છે પછી ભલે તેને પાણીમાં ભેળો, છે અને રડ, કારણ કે પિત સારું ન હોય એટલે પાણીમાં બેળ્યું, એક વાર ધાયું એટલે ખરાબ થઈ જાય. આજના માનવીને પિત કરતાં ભારતમાં વધુ રસ છે. રક્ષણ કરતાં શેભાનું