________________
૬૮૮ ]
[ શારદા શિરોમણિ
કેઇને દીધું નથી પછી કયાંથી મળે ?: કડવીબાઈ તેા ઘેર ગયા. દેરાણીના સુખની ર્માં આવી. એ રોટલા ન ઘડે તેા હું મોટી જેઠાણી થઇને શા માટે ઘડું ? રમેશ ઘે આવ્યા. કડવીબાઇએ તે નામ પ્રમાણે વન ચાલુ કર્યું. રમેશને કહે છે તમે અત્યારે ને અત્યારે કુહાડા લઈને મંદિરમાં જાવ ને દિરના બારણાં તાડા. ત્યાં તમારા પર દેવ પ્રસન્ન થઈ ને માંગવાનુ` કહેશે અથવા અવાજ આપશે. આપ રોટલા માંગજો એટલે તે રોટલા આપશે, પછી રોજ રોટલા મળતા રહેશે. મારું ઘડવાની પંચાત મટી જશે. રમેશ કહે સુરેશ તે ગરીબ હતા. એણે ગરીબ સ્થિતિમાં પણ આંગણે આવેલા કોઈને પાછા કાઢયા નથી. જ્યારે મેં તે મારા સગા ભાઇ આટલા દુઃખી હતા છતાં ખબર લીધી નથી પછી બીજાની તે વાત જ કયાં કરવાની ? કઈ ને દીધું નથી પછી કયાંથી મળે ? સુરેશ પાસે તેા ખાવાનું કાંઇ રહ્યું નહિ એટલે ગયેા હતેા પણ આપણી પાસે શુ તૂટો છે ? રમેશે પત્નીને ઘણુ' સમજાવ્યા પણ કડવીબાઈ ન માન્યા. આખરે પત્ની પાસે પતિને નમવુ' પડયું. આજે પણ સંસારમાં એવું જોવા મળે છે કે પત્ની પાસે પતિને નમવુ પડે.
દર્મ્યાનું બૂરૂ ફળ છેવટે રમેશને જવુ પડયું. તે દેવીના મદિરે ગયેા. જઇને પગે લાગ્યા, પછી કુહાડીથી બારણા તેડવા માંડયા. જેવુ ખારણું તોડવા જાય છે એવા હાથ ત્યાં ને ત્યાં ઊચા રહી ગયા. પગ ચાંટી ગયા. ત્યાંથી જરાય ચસ્કી ન શકે એવું થઈ ગયું. હવે શુ કરે ? કોઈ આવે તેા છેડાવે ને ? તેના મનમાં થયું કે મારે રોટલાની કયાં જરૂર હતી છતાં પત્નીના કહેવાથી આવવું પડયું તેનુ કેવુ ફળ મળ્યું ? ત્યાંથી છૂટવા ઘણી માઠુનત કરે છે છતાં જરા પણ ખસી શકતા નથી. પગ થાંભલા જેવા થઈ ગયા. ઘણી વાર થઈ છતાં રમેશ આળ્યે નહિ એટલે કડવીબાઈ કડે આ તા ગયા તે ગયા. કેટલી બધી વાર થઇ છતાં તે આવ્યા નહિ. લાવ હું જાઉ', કડવીબાઇ તા ઘૂઘરાટો કરતા ગયા. દૂરથી જોયુ તા રમેશને ઉભેલા જોયા એટલે ખેલતી ખેલતી આવી. શુ` ઊભા રહ્યા છે! ? જલ્દીથી કુહાડીના ઘા કરે એટલે આપણુ' કામ થઇ જાય. રમેશ કહે, શુ ઘા કરું' ? કુહાડીના ઘા કરતાં મારી આ દશા થઇ છે. હુ ચાંટી ગયા છું હાથ ઊંચા ને ઊંચા રહી ગયા છે. પગ થાંભલા જેવા થઇ ગયા છે. કડવીબાઇ રમેશના હાથ પકડી ખેંચવા જાય છે તેા તે પણ ત્યાં સજ્જડ થઇ ગઇ. રમેશે કડવીબાઈને કહ્યું–જો તારા કહેવા પ્રમાણે કરવા ગયા તે મારી કેવી દશા થઇ ! આપણે કયાં રોટલાને તૂટ હતા ?
સામણમાં કરેલી કબૂલાત : બંને જણાએ દેવી પાસે ભૂલની માફી માંગી. ત્રણ દિવસ સુધી ચાંટેલા રહ્યા. ગામના લોકો જોવા ઉમટયા. સુરેશના વાદ લેવા ગયા ત્યારે આ દશા થઈ ને ! બધા જેમ તેમ ખેલવા લાગ્યા; રમેશે અને કડવીબાઇએ દેવીને ખૂબ આજીજી કરી, પ્રાથના કરી, મા ! અમને બચાવે ને ! હવે ફરી વાર આવું નહિ કરીએ. દેવીએ કહ્યું-કે ગરીબ સ્થિતિમાં કોઇ દિવસ દિયર દેરાણીની ખબર લીધી છે ? તમના સામુ જોયુ' નથી. હવે હુ` કહુ' તે કબૂલ હશે તે તમને છોડું. ખરાખર