________________
શારદા શિરોમણિ ]
[ ૬૮૭ અને વધે તે ગરીબો અને દીનદુઃખીઓને આપી દે. સુશીલાને હવે ચુલો સળગાવી પડતું નથી. અનાજ દળવું પડતું નથી અને રોટલા ઘડવા પડતા નથી. રોજ ઘરમાં સંવત્સરી જેવું એટલે આરંભ સમારંભ બંધ. સુશીલાને કંઈ કામ કરવાનું નહિ એટલે ટાઈમ ઘણો મળે. નવરાશના સમયમાં માળા ગણે, પ્રભુ ભજન કરે અને ધર્મધ્યાન કરે. રોજ આ રીતે જેટલા મળે, બધા જમે, પછી વધે તે બધાને આપી દે. તમે રોટલા કલબ ચલાવે તેમ અહીં જ રોટલાના દાન થાય છે. ધીમે ધીમે આ વાત આજુબાજુના ગામમાં ફેલાઈ ગઈ પછી તે ઘણા માણસો આવવા લાગ્યા. સુશીલા બધાને પ્રેમથી રેટ આપે છે. માણસે રાજી થતા લઈને જાય છે ને આશીર્વાદ આપે છે. રોટલા ખાનારા બધા વિચાર કરે છે કે આ રોટલા જુદી જાતના હોય તેવું લાગે છે. રોટલાની સાથે શાક, મરચું કે ચટણ ખાતા હોય તે રોટલાને સ્વાદ છે. જેટલા લૂખા હોવા છતાં ખૂબ મીઠા લાગે છે.
કડવીબાઇની કડવી ભાવના : આ વાત કડવીબાઈના કાને પહોંચી. પિતે સુખી હોવા છતાં પિતાના દિયર, દેરાણી ગરીબ સ્થિતિમાં હતા છતાં ખબર લીધી નથી. ખાધું કે ન ખાધું એ કઈ દિવસ જોયું નથી. સુશીલાની હવે ગામમાં ખૂબ પ્રશંસા થાય છે. બધા તેના ગુણ ગાય છે તે તેનાથી સહન ન થયું. ઈર્ષા બહુ બુરી ચીજ છે. કેઈનું સારું જોઈને રાજી થવું એ સહેલ નથી. કડવીબાઈના મનમાં થયું કે સુશીલાના ઘરમાં કઈ દિવસ ધુમાડો દેખાતો નથી રોટલા ઘડવાનો અવાજ પણ આવતે નથી, તો પછી આટલા બધા રેટલા બધાને ખવડાવે છે કેવી રીતે ? એક વાર જઈને જેઉ તે ખરી. આ કડવીબાઈ હવે મીઠીબાઈ થઈને દેરાણીના ઘેર આવી. સુશીલ તે સરળ અને ભદ્રિક હતી તે જેઠાણીને જોઈને ખુશ ખુશ થઈ ગઈ તેમને આદરમાન આપ્યું. પધારે ભાભી પધારે! ધન્ય ઘડી ધન્ય ભાગ્ય! આજે મારું ઘર પાવન કર્યું છે. ચાર ચાર દિવસ બધા ભૂખ્યા રહ્યા, બાળકે ખાવા માટે રોકકળ મચાવતા હતા ત્યારે ખબર લેવા આવી નથી છતાં આજે સુશીલા તેને કેટલે સત્કાર કરે છે. કડવીબાઈએ થેડી આડીઅવળી વાત કરી, પછી કહ્યું સુશીલા ! તું આટલા બધા જેટલા કયારે ઘડે છે કે આટલા બધા ગરીબેને ખવડાવે છે! ભાભી ? હું રોટલા ઘડતી નથી. તો રેટલા આવે છે કયાંથી? સુશીલાએ બધી વાત કરી. તમારા દિયરને લીલા લાકડા કાપવાની પ્રતિજ્ઞા હતી. ચાર દિવસ કયાંય સૂકા લાકડા મળ્યા નહિ. અમારે ચાર ચાર દિવસના ઉપવાસ થયા. બાળકે ભૂખ્યા રડયા કરે, છેવટે મંદિરનું બારણું તેડવા ગયા. ત્યાં માતાજીએ એને અવાજ આપે કે તારી પ્રતિજ્ઞામાં તું ખૂબ દઢ રહ્યો છે એટલે દેવ તારા પર પ્રસન્ન થયા છે. હવે તેને રોજ રેટ મળી જશે. કડવીબાઈને બધી વાત મળી ગઈ. આ તો સાવ સહેલું છે. હમણાં જઈને પતિને વાત કરું. મારે પણ હવે રોટલા ઘડવા નથી. જેટલા ઘડતા હાથ દુઃખવા આવે છે તે સદાને માટે આરામ મળી જાય ને ?