________________
શારદા શિરેમણિ ]
[ ૧૮૩ નિરોગી શરીર રોગોથી ઘેરાઈ ગયું. છેવટે દીનહીન બનીને દુનિયામાંથી વિદાય થયા. પ્રત્યેક ગતિના પ્રત્યેક ભવમાં સુરક્ષા ખાતર તો જિંદગીની તમામ પળે ખચી નાંખી પણ તેમાંથી એકાદ પળ પણ જીવની રક્ષા ન કરી. ખરેખર પોતે જે સુરક્ષિત ન હોય તે બીજાને સુરક્ષિત કેવી રીતે રાખી શકે? રેતીથી બાંધેલા ઘરે જોરદાર વંટોળ વચ્ચે સલામત શી રીતે રહી શકે ? પથ્થરોની વર્ષા થતી હોય ત્યાં કાચના મકાન સુરક્ષિત કેવી રીતે રહી શકે ? જોરદાર પવન રેતીના ઘરને પાડી નાંખે, પથ્થરની વર્ષા કાચના મકાનને તોડી નાંખે કારણ કે આ બધું અનિત્ય, નાશવંત છે. શરીર આદિ બધા પુદ્ગલ નાશવંત છે. સંસારના દરેક પદાર્થો સ્વયં પિતે સુરક્ષિત નથી તો પછી બીજાને સુરક્ષિત કેવી રીતે રાખી શકે? ધન સંપત્તિ લૂંટાઈ જવાને, ચેરાઈ જવાને ભય છે. મહેલના નિર્માણ પાછળ નાશની ભૂમિકા પડી છે. શરીર ગમે તેવું નિગી હોય છતાં સત્તામાં રોગો ભરેલા પડ્યા છે. કયારે રોગો આવીને સત્તા જમાવશે તે ખબર નથી. આ બધું સુરક્ષિત નથી. નાશવંત છે. માત્ર એક આત્મા શાશ્વત છે. એની રક્ષા માટે પ્રભુનું શરણ સ્વીકારવું જરૂરી છે. જે જીવોએ પ્રભુનું શરણ સ્વીકાર્યું એ બધાને પ્રભુએ તાર્યા છે. તેમના શરણે જવાથી પાપી પુનિત બની ગયા છે. ચંડકૌશિક સર્પ, રહણીયે ચેર, અર્જુનમાળી, ચંદનબાળા અને સુલસા, શ્રેણિક રાજા આનંદ આદિ શ્રાવકો જે પ્રભુના શરણે ગયા તે બધા ન્યાલ થઈ ગયા, કારણ કે પ્રભુ પિતે સુરક્ષિત હતા તે બીજાના આત્માની રક્ષા કરી શક્યા. એવા પ્રભુએ ઉપાસકદશાંગમાં સુંદર ભાવે સમજાવ્યા છે.
ભગવાન આનંદ શ્રાવકને પાંચમા પરિગ્રહ વિરમણની વાત સમજાવી રહ્યા છે. આ દુનિયામાં મોટામાં મોટી પનોતી કેઈ હોય તો તે પરિગ્રહ છે. ગઈ કાલે કહ્યું હતું કે જેને પિતાના પુય પર ભરોસો છે તે પરિગ્રહની મર્યાદા કરી શકે છે અને જેને પોતાના પુય પર વિશ્વાસ નથી તે સંગ્રહ કરતો જાય છે. જે તમારું પુણ્ય હશે તે નહિ માંગે તો પણ સામેથી આવીને હાજર થઈ જશે અને પાપને ઉદય હશે તે ગમે તેટલું સંગ્રહ કરેલું હશે તે પણ ચાલ્યું જશે. સઘળા વિગ્રહનું મૂળ પરિગ્રહ છે. ઘણી વાર એવું બને છે કે પિતે મેળવેલું હોવા છતાં પિતે ભોગવી શકતો નથી. આચારંગ સૂત્ર બોલે છે “નેક સિતેજ તથા, રૂમેવ નાવુકન્નતિ ને નr મોટા ” જે ધનાદિ સામગ્રીથી ભેગોગ થઈ શકે છે તે ધનાદિ સામગ્રી હોવા છતાં તેને ભેગોપભેગ નથી પણ થઈ શક્તા..
જે ધનાદિ સામગ્રીને જીવ ભેગે પગનું મુખ્ય કારણ સમજે તે સામગ્રી કલ્પિત સુખ આપી પણ શકે છે અને નથી પણ આપી શકતી. ગોપભેગનું મુખ્ય સાધન ધન છે. એમ માનીને માનવી ધન કમાવામાં રાત દિવસ એક કરે છે, વિષમ કષ્ટોને સહન કરે છે પરંતુ એવી પ્રવૃત્તિ કરવાથી અને લાભાંતરાય કર્મના ક્ષપશમથી જ્યારે ધનની પ્રાપ્તિ થાય છે ત્યારે એ વાત ભૂલી જાય છે અને તે ધનથી ભોગપભગ નહિ કરતા માત્ર તેને સંગ્રહ કરેતો જાય છે. ભેગવવાનું લક્ષ્ય જતું રહે છે અને સંગ્રહ