________________
શારદા શિરમણિ ]
[ ૬૮૧ બની ગઈ છે. જે પ્રતિજ્ઞા લે છે તેની વધુ ને વધુ કસોટી થાય છે. ચાતુર્માસના દિવસો હતા. મુશળધાર વરસાદ પડશે. લાકડા કાપવા જવાય એવી કોઈ સ્થિતિ ન હતી. ચારે બાજુ પાણી પાણી નું પાણી. ઘરમાં કાંઈક થે ડું ઘણું પડયું છે તે માતાપિતાએ બાળકને ખવડાવી દીધું. સુરેશ અને સુશીલાને ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા. ર, શીલા પતિને કહેતી આ તો આપણું પરીક્ષા છે. આ પરીક્ષામાં પાસ થઈએ ત્યારે સાચા. આપ જરા પણ ગભરાશો નહિ. ચોથા દિવસે વરસાદ બંધ રહ્યો એટલે સુરેશ લાકડા કાપવા ગયો. આખા જગલમાં કયાંય સૂકા લાકડાને ટુકડો ય ન મળે. એથે ઉપવાસ થયે. અંતે થાકીને ઘેર આવ્યું. ઘેર બાળકે રડી રહ્યા છે. બા ! અમને ખાવાનું આપને ! અમને ખૂબ ભૂખ લાગી છે. કરૂણ સ્વરે રડી રહ્યા છે. સુશીલા અને સુરેશ હવે યે રસ્તે વિચારશે શું કરશે તે વાત અવસરે.
ચરિત્ર : મારું હૈયું કેમ હષી રહ્યું છે? : પુણ્યસાર ગુણસુંદરને જમવાનું. આમંત્રણ દેવા આવ્યો છે તેથી ગુણસુંદર નીચે આવ્યા, પ્રણામ કર્યા પધારો....પધારો. પુણ્યસાર કહે મારા પિતાજીએ કહ્યું કે આપણા ગામમાં એક સેદાગર મોટા વેપારી આવ્યા છે તેમને આપણું ઘેર જમવાનું કહેવું છે તેથી હું આપને આમંત્રણ દેવા આવ્યો છું. પુયસાર અને ગુણસુંદર બંને એકબીજાને જોતાં બંનેના હૈયા કોઈ અગમ્ય લાગણીથી ધબકી ઉઠયા. ગુણસુંદરના દિલમાં હર્ષના હિલેળા આવવા લાગ્યા. હૈયામાં કેઈ અપૂર્વ આનંદની લહરીઓ આવવા લાગી. તેનું હૈયું હાથમાં નથી રહેતું. તેને થાય છે કે હું જાણે તેને ભેટી પડું ! તેને જોઈને મારું હૈયું આટલું બધું કેમ હરખાય છે! લાગણીઓ આટલી બધી કેમ ઉછળે છે? ગામમાં મેં ઘણાં જોયા પણ કોઈને જોઈને આવું નથી થયું કે આજે આ કુમારને જોતાં મને કેમ આમ થાય છે? જાણે હું તેને મારી પાસે જ રાખું એવું થાય છે. તેને છોડવાનું મન થતું નથી. શું આમાં કઈ સંકેત હશે? મને કાંઈ સમજાતું નથી. હું તે છેકરી છું ને આ તે પુરૂષ છે. હું તે પુરૂષો સાથે કામ પૂરતી વાત કરું છું. બાકી કેઈના સામું જોતી નથી અને આ પુરૂષને જોઈને મારું હૈયું કેમ હષી રહ્યું છે !
આનંદ અને અફસઃ ગુણસુંદરના મનમાં થયું કે આ છોકરો બુદ્ધિશાળી અને હોંશિયાર લાગે છે માટે તેની સાથે દોસ્તી બાંધવા જેવી છે. મારા કામમાં પણ સહાયભૂત બને. તેમના ઘરનું જમવાનું આમંત્રણ સ્વીકારી લીધું. આવતી કાલે આપને ત્યાં જમવા આવીશ. પુસાર ઘેર ગયો ને પિતાજીને કહે છે કે આવતી કાલે આપણે ત્યાં જમવા પધારશે. માણેકચંદ શેઠ તે ગુણસુંદરની આ પ્રતિષ્ઠા, માનપાન અને યશકીર્તિ જોઈને મુગ્ધ બની ગયા. તેમણે કહ્યું પણ ખરું, બેટા ! તે કમાલ કરી છે. અમે જે વર્ષો સુધી ન કરી શકીએ તે તે આ થોડા સમયમાં કરી બતાવ્યું છે પણ આ બધું મારે શા કામનું ? મારે કંઈ થોડો આખી જિંદગી વેપાર કરવાને છે? હું જે કાર્ય માટે આવી છું તેમાં મને હજુ સફળતા મળી નથી. નગરના કેક