________________
૬૮૦]
[ શારદા શિરેમણિ છે, શરીરને આહારની જરૂર છે તેમ વનસ્પતિને પણ આહારની જરૂર છે. શરીર અનિત્ય છે તેમ તે પણ અનિત્ય છે. આપણું શરીર અશાશ્વત છે તેમ વનસ્પતિ પણ અશાશ્વત છે. આપણું શરીર વધે ઘટે છે તેમ એનામાં પણ હાની વૃદ્ધિ થયા કરે છે. આપણા શરીરમાં વિકાર હોય છે તેમ એનામાં પણ વિકાર હોય છે માટે લીલા લાકડાને કાપવાથી, ભેદવાથી, છેદવાથી તેને ખૂબ ખૂબ દુઃખ થાય છે માટે તું પ્રતિજ્ઞા કરી કે મારે આ જિંદગીમાં ક્યારે પણ લીવું લાકડું કાપવું નહિ. સૂકું લાકડું કાપવું. એને વેચીને તારો જીવન નિર્વાહ ચલાવજે. હળુકમી જીવ એટલે એને સંતની વાત રૂચી ગઈ. તેણે ત્યાં પ્રતિજ્ઞા કરી કે મારે જીવનભર લીલું લાકડું કાપવું નહિ. મારા પ્રાણ જશે તો પણ પ્રતિજ્ઞા નહિ છે.
નહતુ કરેલો ગુરૂને ઉપદેશ : સુરેશ પ્રતિજ્ઞા લઈને ગુરૂની ચરણરજ મસ્તકે ચઢાવી ઘેર ગયે. જઈને સુશીલાને પ્રતિજ્ઞાની વાત કરી. સુશીલા ખૂબ સરકારી હતી. તે ખૂબ ખુશી થઈ અને કહેવા લાગી આપે ખૂબ સરસ પ્રતિજ્ઞા કરી. આ પ્રતિજ્ઞા લીધા પછી કઈ કઈ વાર સુરેશને અને તેની પત્ની સુશીલાને ઉપવાસ કરે પડતું, ત્યારે સુશીલા કહેતી પ્રતિજ્ઞા લઈએ તો કસોટી આવે, પણ કસોટીમાં આપણે આપણે ધર્મ ન ચૂકીએ તો સાચે ધર્મ સમજ્યા કહેવાય. આ સુશીલાને બે સંતાન હતા. તે પણ તેના જેવા સમજુ અને સંસ્કારી. કેઈ વાર જો ખાવાનું ન મળે તો સમજાવતી કે દીકરા ! આજે આપણને સહેજે સહેજે ઉપવાસનો લાભ મળી ગયે. પ્રભુનું નામ લે. રમેશ અને સુરેશ બાજુબાજુમાં રહે. કોઈ વાર સુરેશને દીકરો રમેશના દીકરાને સારું સારું ખાતા જુએ તો ઘેર આવીને કહે મમ્મી ! જે રમેશકાકા એમના છોકરાઓને કેવું સરસ ખાવાનું લાવીને આપે છે અને તમે તે રોટલા ને છાશ સિવાય કાંઈ આપતા નથી.
સુશીલા બાળકોને સમજાવતી અને આશ્વાસન આપતી. બિચારા નાના ભૂલકાઓને શી ખબર પડે કે માતાપિતા કઈ સ્થિતિમાં જીવે છે! રમેશ સુરેશની બાજુમાં રહેવા છતાં નાનાભાઈની કઈ દિવસ દયા આવતી નથી. પોતે નજરે જુએ છે કે પોતાના ભાઈની સ્થિતિ કેવી છે! છતાં તેના દિલમાં કરૂણા જાગતી નથી. ભાઈની પત્ની કડવી તો ભાઈ કરતાં પણું કંઈ ગણું ચઢે તેવી છે. તેમનામાં માનવતાનો દીવડો સાવ બુઝાઈ ગયો હતો. અત્યારે પણ એવું જોવા નથી મળતું કે એક ભાઈ સુખી હોય અને એક દુઃખી હોય તો સુખી ભાઈના મનમાં એમ ન થાય કે મારે માડી જાય વીરે આટલો બધો દુઃખી થતો હોય અને હું લીલાલહેર કરું ! પુણ્ય પાપની બલિહારી છે. આજે માનવ માનવ નથી રહ્યો પણ દાનવ બની ગયેલ છે. કેમળ નથી રહ્યો પણ કઠોર બની ગયે છે. ચેતનવંત હોવા છતાં જડ જે બની ગયો છે.
કપરી કસોટીમાં સુરેશ અને સુશીલા: માનવીના પાપને ઉદય થાય ત્યારે કઈ સગા સગા રહેતા નથી. વહાલા વેરી બની જાય છે. સુરેશની સ્થિતિ સાવ કફેડી